સાત પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની, અજાણ્યા બાઇકની શોધખોળ
Morbi તા.૧૮ઃ
વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ ગત તા ૧૫ ના રોજ ૧૦ વાગ્યા આસપાસ વાંકાનેર પીર મ. શા હોસ્પિટલ પાસે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા બાઇક સવારે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અમરશીભાઈ ભલાભાઇ ખરાલી ઉંમર વર્ષ ૭૦ વર્ષીય વૃધ્ધ ગત તા ૧૫ ના રોજ સવારે ૧૦ વાગ્યા આસપાસ વાંકાનેર પીર મ.શા હોસ્પિટલ પાસે ચાલીને જતા સમયે અજાણ્યા બાઇક સવારે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે વૃદ્ધે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે ખેતી કામ કરતા હોઇ અને પગપાળા ચાલી હતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને ૭ દીકરા એપિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ મયુરસિંહએ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ સહિત વધુ તપાસ ચાલવી રહ્યા છે

