Surendranagar તા.16
સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ડિગ્રી ન ધરાવતા હોવા છતાં પણ દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના સતત મળતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે પરનાળીયા શેરીમાં મેડિકલ પ્રેકિ્ટસ કરતો ડોક્ટર ની ઝડપી પાડી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
નીતિન ધીરુભાઈ પટેલને ઝડપી પાડી અને તેની પૂછપરછ કરવામાં આવતા અને તેની ડીગ્રી માંગવામાં આવતા તેની પાસે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું તે છતાં પણ હોસ્પિટલ ચલાવતા હોય અને લોકોની સારવાર કરી અને માનવ આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
અત્યારે આ આધારે મેડિકલ ક્લાસ ટુ ઓફિસરને સાથે રાખી અને એસ ઓ જી પોલીસ દ્વારા આ ડોક્ટરનેઝડપી પાડવામાં આવ્યો છે અને નીતિન ધીરુભાઈ પટેલ રહે નાગનેસ તાલુકો રાણપુર જિલ્લા બોટાદ વાળાને ઝડપી પાડી અને તેની પાસેથી અલગ અલગ પ્રકારની 68 જેટલી એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી છે 16,193 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

