(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૭ઃ
સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારી અને એટ્રોસિટીના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપી લઈને કાયદેર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એબેડમેન્ટ એક્ટની કલમો હેઠળ અને મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી સુનીલ દિલીપભાઈ વિરમગામી રહે દૂધરેજ વાણવાટી નગર સુરેન્દ્રનગર વાળો મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં છે જે બાતમીને પગલે આરોપી સુનીલને લાતીપ્લોટ વિસ્તારમાંથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે

