Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
    • Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
    • ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
    • દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
    • વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
    • Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
    • South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Adi Guru Shankaracharya ની સંસારને ચેતવણી
    ધાર્મિક

    Adi Guru Shankaracharya ની સંસારને ચેતવણી

    Vikram RavalBy Vikram RavalMay 2, 2025Updated:May 2, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    “ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે” આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા તો તેમને સમજાવ્યું કે હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.

    જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.

     શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.(૧૩/૧૩)

    પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે, અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે,વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી પરંતુ માનીને ચાલે છે.જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે “જાને બિનુ ન હોઇ પરતીતિ,બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ“ જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ પ્રાપ્‍ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી. સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની  તેમને “જાની“ ના બદલે “માની“ નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય,દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.

    સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ “અવતારવાણી“માં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કે વિના દેખે મન ના માને મન માન્યા વિના પ્રેમ નહી,પ્રેમ વિના ના ભક્તિ થાયે ભક્તિ વિના ઉધ્ધાર નહી.ગુરૂ દેખાડે ગુરૂ મનાવે ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,ગુરૂ વિનાની ભક્તિ નકામી,જીવન વ્યર્થ ગુમાવે છે.સદગુરૂના ચરણોમાં આવી ઇશ્વરની ઓળખાણ કરો “અવતાર” ગુરૂની કૃપાળુ દ્રષ્‍ટ્રિ જીવનનું કલ્યાણ કરે.

    જ્ઞાન મળે ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કે કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની શોધ કરો જે આપણને વિનમ્રતા શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે ત્યારબાદ પોતાના ગુરૂના ચરણ કમલોના ભક્ત બની જઇએ કેમ કે જ્ઞાનની પ્રાપ્‍તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય છે.બ્રહ્મની પ્રાપ્‍તિ થયા બાદ જ ભ્રમોની સમાપ્‍તિ થાય છે.કલ્યાણની પ્રાપ્‍તિ માટે સંત સેવા અને પોતાના ગુરૂની આજ્ઞાનું પાલન પરમ આવશ્યક છે.ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે.અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને સદગુરૂ કહેવામાં આવે છે.

    વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે તેનું કારણ એ છે કે જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ય પરમાત્માને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.જે ફક્ત કોઇ મંત્ર તીર્થ હવન પુસ્તક સ્થાન મૂર્તિ વગેરે નાશવાન વસ્તુઓની સાથે જોડે છે તેમને સદગુરૂ કહેવામાં આવતા નથી.

    ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે.ઇશ્વરે અમોને મનુષ્‍ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્‍યો છે પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કે જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા સુમિરણ સત્સંગ ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્‍તિ કરવાનું ભુલી ગયા છીએ.સદગુરૂ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે કે જેના માધ્યમથી જ અમારા જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્‍તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્‍ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતું નથી.

    ધર્મશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્‍તિના આઠ સાધનોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્‍તિની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.(૧) વિવેક-સત અને અસતને અલગ-અલગ જાણવા એ વિવેક છે.(ર) વૈરાગ્ય-સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.(૩)શમ- વગેરે ષટ્સંપત્તિ શમ દમ શ્રધ્ધા ઉ૫રતિ તિતિક્ષા અને સમાધાન. મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.ઇશ્વર,શાસ્ત્ર વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે.શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે અને અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે.(૪)મુમુક્ષતા-સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.(૫)શ્રવણ-મુમુક્ષતા જાગૃત થાય બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ ગુરૂની પાસે નિવાસ કરતા રહીને, શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.(૬)મનન-પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે. મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે.(૭) નિદિધ્યાસન-સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.(૮) તત્વ પદાર્થ સંશોધન-પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.

    આ પરમતત્વને પ્રાપ્‍ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણજી ગીતા(૪/૩૪)માં કહે છે કે તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્‍તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે, એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાનના આ માધ્યમથી તૂં તમામ ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.

    નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર જવાની પરવાનગી ના મળી કારણ કે નારદજીને કોઇ ગુરૂ ન હતા.જ્યારે તેમને ગુરૂ ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો.વેદ વ્યાસજીના પૂત્ર શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાન હતું,એટલા માટે તેમને ગુરૂ ધારણ કર્યા ન હતા તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૂ ધારણ કર્યા હતા.આમ ગુરૂ તમામના માટે અત્યંત આવશ્યક છે.

            ભગવાન વિષ્‍ણુના અવતાર ભગવાન શ્રી રામે ૫ણ બ્રહ્મર્ષિ વશિષ્‍ઠજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્‍ણજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્‍ણજીએ, સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્‍ણ પરમહંસજીએ બ્રહ્મજ્ઞાન આપ્‍યું હતું.

    માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

    (૧) સૂચક ગુરૂ-ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

    (ર) વાચક ગુરૂ-વર્ણાશ્રમ ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

    (૩) બોધક ગુરૂ-ફક્ત મંત્ર આપે છે.

    (૪) નિષિધ્ધ ગુરૂ-સંમોહન મારન વશીકરણ વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

    (૫) વિહિત ગુરૂ-સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

    (૬) કારણ ગુરૂ-મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

    (૭) પરમ ગુરૂ-પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

    આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કે શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે. શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ

    July 21, 2026
    લેખ

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    July 21, 2026
    લેખ

    તંત્રી લેખ…દિશાહીન ઘટના

    July 21, 2026
    લેખ

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    July 20, 2026
    લેખ

    Supreme Courtનો આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે

    July 20, 2026
    લેખ

    તંત્રી લેખ… ઓળખ સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026
    Search
    Main News

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.