Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં યુનિયન બેંક સાથે ૧.૪૫ કરોડની કથિત છેતરપિંડી
    વડોદરા

    Vadodaraમાં યુનિયન બેંક સાથે ૧.૪૫ કરોડની કથિત છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બનાવટી બિલો અને દસ્તાવેજોના આધારે લોન મેળવી ધંધા બંધ કરી દીધા હોવાનો આક્ષેપ; બાજવા બ્રાન્ચને લાખોનું નુકસાન

    Vadodara, તા.૨૭

    વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચ સાથે આશરે ૧.૪૫ કરોડની કથિત લોન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજો અને બિલોના આધારે લોન મેળવી બાદમાં ધંધાકીય એકમો બંધ કરી દેવાના આરોપસર છ લોકો સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ રાજસ્થાનના અને હાલમાં વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા રત્નમ લક્ઝુરિયા ખાતે રહેતા આશીષ વેદ પ્રકાશ સુવાલકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું રચી અલગ-અલગ વ્યવસાય માટે બેંકમાંથી લોન મેળવી હતી.

    ત્યારબાદ સંબંધિત બિઝનેસ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ સ્ટોક અને મશીનરી પણ સ્થળ પર રાખવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેના કારણે બેંકને કુલ ૧,૪૫,૧૨,૦૫૬નું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, પ્રીતી ટ્રેડર્સનાં પ્રોપરાઇટર પ્રીતી સમીર ખત્રીએ ૯.૮૦ લાખની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જેમાંથી ૧૧.૭૯ લાખ બાકી હોવાનું જણાવાયું છે. ગુરુકૃપા ટ્રેડર્સના પ્રોપરાઇટર પીનાકીન શાંતીલાલ પટેલે ૨૪.૭૦ લાખની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જેમાં ૨૯.૩૦ લાખ બાકી છે.પટેલ એન્ડ કંપનીના પ્રોપરાઇટર ભારતી શાંતીલાલ પટેલે ૪૨.૩૦ લાખની ટર્મ લોન લીધી હતી, જેમાં હાલ ૩૪.૯૮ લાખ બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મારૂતી ટ્રેડર્સના નીકીતા પીનાકીન પટેલે ૨૩.૭૫ લાખની બે લોન, જેમાં ૧૦ લાખની અને ૧૩.૭૫ લાખની ટર્મ લોનનો સમાવેશ થાય છે, લીધી હતી. તે પૈકી હાલ ૨૪.૦૨ લાખ બાકી હોવાનું સામે આવ્યું છે.

    સીયારામ ટ્રેડર્સના નેહા મિત ગજ્જરે ૧૨.૩૦ લાખની ટર્મ લોન મેળવી હતી, જેમાંથી ૫.૦૫ લાખ બાકી હોવાનું જણાવાયું છે. જ્યારે ધ અમી વીડિયોના પ્રોપરાઇટર મીનાબેન રજનીકાંત ખત્રીએ ૪૨.૭૫ લાખની ટર્મ લોન લીધી હતી, જેમાં હાલ ૩૯.૯૫ લાખ બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બેંક અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ સ્ટોક સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશનના દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ અને પ્રોફોર્મા ઇન્વોઇસ સહિતના કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી. ત્યારબાદ લોનની રકમ એકબીજાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી અંગત ઉપયોગમાં લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જવાહરનગર પોલીસે સમગ્ર મામલે છ પ્રોપરાઇટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા લોન સંબંધિત દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ
    Next Article Sonal Dinusha ભારત સામે સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની, અને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં તે ફક્ત ત્રીજી ખેલાડી છે
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    વડોદરા

    Prime Minister Modi ગુજરાતમાં: 35,200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    વડોદરા

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે, ૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,340
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,320
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 17:40
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.