Amreli તા.૭
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ જીલ્લા ખાતે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં આપેલ હતી.
જે અનુસંઘાને અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પે.બી.જી.ઈશરાણીની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, સાવરકુંડલા રૂરલ પોલિસ સ્ટેશન બી.એન.એસ.એક્ટની કલમ-૧૨૫(એ,બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબનાં ગુન્હાનો નાસતો-ફરતો મુળ અમરેલીનો વતની અને હાલ બોટાદ ગામે આવેલ અમન ટાવર પાસે, મહમદનગર સોસાયટીમાં રહેતા આરોપી ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી નામના ઈસમને ચોક્કસ બાતમી આધારે બોટાદ ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.
ઈરફાન ઉર્ફે ટાલડી મહમદભાઈ ખીમાણી-અમરેલી જિલ્લાનો લીસ્ટેડ પ્રોહી.બુટલેગર્સ તથા હિસ્ટ્રીશીટર છે. તેના વિરુધ્ધમાં ભુતકાળમાં ખુનના બે કેસ, હથિયાર ધારાના ચાર કેસ, અપહરણ, મારા-મારી, એટ્રોસીટી તથા ઇંગ્લીશ દારૂના કબ્જા અને ફેર-ફેર સહિતના કુલ-૨૮ ગુનાઓ નોંધાયેલ છે. તદ્ઉપરાંત મજકુર ઈસમ વિરૂધ્ધ અગાઉ સને ૨૦૦૯, ૨૦૧૭ તથા ૨૦૧૯ માં પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે મોકલી આપવામાં આવેલ હતો.

