(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૭
અમરેલીનાં ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં વસતાં વેપારી પ્રતાપરાય હીરાચંદભાઈ મહેતા (ઉં.વ.૮૨) નું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમનાં ધર્મપત્ની સુશીલાબેન પ્રતાપભાઈ મહેતા તથા તેમનાં પૂત્રો પિયુષભાઈ, નિશાંતભાઈ તથા મિતુલભાઈએ પડોશી ડૉ. ચંદ્રેશ ખુંટને ચક્ષુદાન બાબતે વાત કરી હતી અને પૂર્વ નગરસેવક ડૉ. ચંદ્રેશ ખુંટે ચક્ષુદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચનાં સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ સાથે મહિલા રેડક્રોસનાં હેડ ઈલાબેન વાઢેરે સેવા આપી હતી. અત્રે રાજકોટનાં ઈમરજન્સી ડૉ. અંકુર મહેતા, જીજ્ઞેશભાઈ મોદી, પી..આઈ. જાડેજા, ડૉ. ક્રિષ્નાબેન ઉપસ્થિત રહ્યાં હતાં.
મહેતા પરિવારની સમયસરની જાગૃતિ બે લોકોના જીવનમાં રોશની લાવશે, સ્વજનનાં મૃત્યુ બાદ ચક્ષુદાન કરી તેઓએ સમાજ માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

