Surendranagar તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે વધતા તાપમાન બાદ સુરેન્દ્રનગરમાં હિટ સ્ટ્રોકની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના કારણે ગરમી લાગી જવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે જનજીવન ઉપરાંત પશુ અને પક્ષીઓ પણ પ્રભાવિત ગરમીના કારણે બની રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરની વઢવાણ નજીક આવેલી રામનગર સોસાયટીમાં રહેતા 67 વર્ષના વૃદ્ધને ગરમી લાગી જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણજીભાઈ કણજરીયા નામના વૃદ્ધને ગરમી લાગી ગઈ હોય ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા તેમની તબિયત વધુ લથડી હતી અને બીપી લો થઈ ગયું હતું જેને લઇને તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.
હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજવા પામ્યું હતું. સુરેન્દ્રનગર શહેર વિસ્તારોમાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ત્યારે મોતનો સિલસીલો પણ યથાવત રહેવા પામ્યો છે અને સતત બીજા દિવસે પણ વૃદ્ધનું ગરમીના કારણે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
એક તરફ તંત્ર ગરમીથી બચવા માટે તંત્ર સતત અપીલ કરતું હોય છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે ના પ્રયત્ન પણ કરતા હોય છે પરંતુ હાલના તબક્કામાં તે છતાં પણ ગરમી લાગી જતી હોય છે અને તેમની તબિયત પણ ખરાબ થતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં બે દિવસમાં બે લોકોના ગરમીના કારણે મોતની નિપજવા પામ્યા છે.

