Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ
    સુરત

    Surat:પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે રૂ.40 હજાર પડાવ્યાની વધુ એક ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 29, 2025Updated:March 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.29

    સુરતના ઉધનાના ટ્યુશન ક્લાસના સંચાલક પાસે ખંડણી માંગી રૂ.3 લાખ લેતા રંગેહાથ ઝડપાયેલા માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ છે.ઉધના હરિનગર 1 અંબર કોલોનીમાં રહેતા બિલ્ડરના પિતાએ વર્ષ 2014 માં પોતાના ઘરનું બાંધકામ પૂર્ણ કર્યું હતું તે ગેરકાયદેસર છે તેવી અરજી પ્રકાશ દેસાઈએ નવ વર્ષ બાદ કરી બાંધકામ તોડવા માંગણી કરી હતી.બિલ્ડર જયારે પ્રકાશ દેસાઈને મળવા ગયા ત્યારે તેમણે અરજી પરત લેવા રૂ.1 લાખની માંગણી કરી ધાકધમકી આપી રૂ.40 હજાર પડાવ્યા હતા.

    ઉધના પોલીસે તેના આધારે આજરોજ ઉધના હરિનગર 1 અંબર કોલોની ઘર નં.50 માં રહેતા અને છેલ્લા આઠ વર્ષથી બાંધકામ કરતા 33 વર્ષીય મોહમદ નદીમ મોહમદ સલીમ ચૌહાણની ફરિયાદના આધારે પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ખંડણીનો બીજો ગુનો નોંધ્યો હતો.નદીમભાઈના પિતાએ વર્ષ 2014 માં તેમનું જૂનું મકાન તોડીને તેના જેવું જ ત્રણ માળનું નવું મકાન બનાવ્યું હતું.જોકે, તેના નવ વર્ષ બાદ પ્રકાશ દેસાઈએ મહાનગરપાલિકાના સાઉથ ઝોનમાં આ બાંધકામ ગેરકાયદેસર છે તેને તોડી પાડવા અરજી કરી હતી.આથી નદીમભાઈ પ્રકાશ દેસાઈને મળવા તેમના ઘરે ગયા હતા.ત્યારે પ્રકાશભાઈએ ડીમોલેશન નહીં કરાવવા અને અરજી પાછી ખેંચવા રૂ.1 લાખની માંગણી કરી હતી.નદીમભાઈએ બાંધકામ ગેરકાયદેસર નથી તમે આવું શું કામ કરો છો તેવું પૂછતાં પ્રકાશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.

    પ્રકાશભાઈએ ગાળો આપતા કહ્યું હતું કે પૈસા તો આપવા જ પડશે.વધારે હોશિયારી મારશો તો મારા માણસો મારફતે માર મરાવી હાથપગ તોડાવી નાંખીશ અને બાંધકામ પણ તોડાવી નાંખીશ.જો બાંધકામ તૂટશે તો મોટું આર્થિક નુકશાન થશે તે બીકે નદીમભાઈએ મે 2023 માં પ્રકાશભાઈને રોકડા રૂ.40 હજાર આપતા તેમણે બાંહેધરી આપી હતી કે તમારા પ્લોટનું બાંધકામ કોઈ તોડશે નહીં અને હું અરજી પાછી લઈશ.તે સમયે પ્રકાશભાઈ પાસે બાંધકામના ફોટા હોય નદીમભાઈએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી નહોતી.જોકે, હાલમાં પોલીસે કરેલી કાર્યવાહીને પગલે તેમને હિંમત આવતા આજરોજ તેમણે પ્રકાશ દેસાઈ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.ઉધના પોલીસે લીયો ક્લાસના સંચાલક પાસે ખંડણી લેવાના ગુનામાં આજરોજ જેલ હવાલે થયેલા પ્રકાશ દેસાઈની આ ગુનામાં ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

    પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના ગામ દેસાઈ ફળિયામાં રહેતા માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈને એસઓજી અને ઉધના પોલીસે બે દિવસ અગાઉ જ તેમના ઘરમાં જ રૂ.3 લાખની ખંડણી લેતા ફિલ્મી ઢબે રંગેહાથ ઝડપી લીધા હતા.પ્રકાશ દેસાઈ ઉધનાના ક્લાસ સંચાલક વિરુદ્ધ અવારનવાર આરટીઆઈ કરી પરેશાન કરતા હતા અને રૂ.6.30 લાખની માંગણી કરી જો પૈસા નહીં આપે તો વધુ આરટીઆઈ કરવાની ધમકી આપી હતી.એસઓજીએ તેમની અટકાયત કરી તેમનો કબજો ઉધના પોલીસને સોંપી આ અંગે ક્લાસ સંચાલકના પુત્રએ ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ગતરોજ તેમને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસને તેમના ઘરની તપાસમાં રોકડા રૂ.3 લાખ અને અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ મિલ્કતો અંગે મહાનગરપાલિકામાં કરેલી 25 આરટીઆઈ અરજી પણ મળી હતી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Surat: સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.