- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Mumbai,તા.02 દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયાએ નવાઝુદ્દીન સિદ્દિકી સાથે ફરી એકવાર જોડી જમાવી એક મ્યુઝિકલ થ્રીલર ફિલ્મ ‘વોહ ફિર કભી દિખા નહીં’ બનાવી છે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. હવે તેને રીલિઝ કરવા માટે યોગ્ય ઓટીટી પ્લેટફોર્મની શોધ ચાલી રહી છે.તિગ્માંશુ ધુલિયા અને નવાઝુદ્દીન સિદ્દિકીનો સંબંધ એક દાયકાથી પણ વધારે જુનો છે. બંને જણાંએ ત્રણ વાર એક્ટર્સ તરીકે સાથે કામ કરી ચૂક્યા છે. પણ નવી ફિલ્મમાં તિગ્માંશુ ધુલિયા નિર્દેશક છે અને નવાઝુદ્દીન એક્ટર તરીકે કામ કર્યું છે.’વો ફિર કભી દિખા નહીં’ નામની ઉદય પ્રકાશની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ મ્યુઝિકલ થ્રીલરમાં મુંબઇના સ્લમ એરિયામાં આકાર લેતી કથા રજૂ…
Sydney, તા. 2 ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શ અને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડને આ મહિને ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વનડે સીરીઝ માટે 17 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે. જોકે ટોચનાં ક્રમનાં બેટ્સમેન માર્નસ લાબુશેનને બહાર કરી દેવામાં આવ્યાં છે. ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચોની સીરીઝમાં માર્શનું કપ્તાની કરવું નક્કી છે, જેમના પછી નિયમિત વનડે અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ કમાન સંભાળશે. ટીમ : મિચેલ માર્શ, પેટ કમિન્સ (આફ્રિકા માટે), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, જોએલ ડેવિસ, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ઓલિવર પીક, મેથ્યુ રેનશો, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક (આફ્રિકા માટે), એડમ ઝાંપા.
Bangalore,તા.02 સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચે રમાઇ રહેલા દુલિપ ટ્રોફી-2026ના સેમી ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનનો એક વિકેટે અત્યારે 61 રન થયા છે. આ પહેલા સેન્ટ્રલ ઝોને બીજો દાવ 1પ8 રનમાં પુરો કર્યો જયારે તેને પ્રથમ દાવામાં ર66 રન કર્યા હતા.જયારે ઇસ્ટ ઝોને પણ પ્રથમ દાવમાં ર66 રન કર્યા હતા. અત્યારે વૈભવ સૂર્યવંશી 40 રને આઉટ થયો છે જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામીલ છે. આ લખાય છે ત્યારે ઇસ્ટ ઝોનને હવે ફકત 98 રન જીત માટે જોઇએ છે અને તેને વૈભવની વિકેટ ગુમાવી છે.
New Delhi, તા, 2 અફઘાનિસ્તાન સામે આ જ મહિને રમાનારી ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં ઇજાગ્રસ્ત ચાલી રહેલાં પેસર જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યાં છે પરંતુ તેમનું રમવું ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર નિર્ભર છે. બુમરાહ સિવાય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને પેસ બોલર હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે અને આ ત્રણેય સાથે પણ આ જ શરત છે કે જો તેમને ફિટનેસ ક્લિયરન્સ મળે છે, ત્યારે જ તેઓ રમી શકશે. સિલેક્ટર્સે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનમાં યોજાનારા એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમના ખેલાડીઓને જ આ ટીમમાં સ્થાન આપ્યું…
Mumbai,તા.02 દેશના સૌથી ટોચના ઉદ્યોગપતિની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રી હવે તેના રિટેલ બીઝનેસમાં આઈસ્ક્રીમ પણ વેચશે. તેઓએ નવી બ્રાન્ડ લોંચ કરી દીધી છે. અગાઉ કોલા-બીઝનેસમાં ઝંપલાવી સોફટ ડિન્ક જાયન્ટ વિદેશી કંપનીઓને પડકાર કર્યા બાદ હવે ભારતમાં અમુલ, વાડીલાલ, હેવમોર તથા વિદેશી બાસ્કીન એન્ડ રોબીસન્સ સહિતની કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. તેઓ બીઝનેસની અનોખી સ્ટાઈલ મુજબ રૂા.10ના કપની આઈસ્ક્રીમ વેચવાનો પ્રારંભ કર્યો છે. તેમાં પહેલા મુંબઈ સહિત પુરા પશ્ચીમ ભારતમાં અને બાદમાં દેશભરમાં આઈસ્ક્રીમ વેચશે. અંબાણી તેની બ્રાન્ડને બોમ્બે ક્રિમેરી નામ આવશે. અંબાણી આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે તે જાહેર થતા જ કવોલીટીના શેરના ભાવમાં 3%નો ઘટાડો થયો છે. મોટાભાગની કંપનીએ નાના પેક…
Pattaya તા.2 લાંબા સમય સુધી ઈરાન વિરુદ્ધ જંગ માટે મિડલ ઈસ્ટમાં તૈનાતી બાદ અમેરિકી નૌસેનાનું જંગી જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન થાઈલેન્ડના મશહુર શહેર પટાયા પહોંચી ગયું છે. જેથી ત્યાંના કારોબાર અને અર્થ વ્યવસ્થાને ફાયદો થવાની આશા છે. જો કે, કમાલની વાત એ છે કે સ્થાનિક પ્રશાસને શહેરના કેટલાક વિસ્તારોમાં સેકસ ટુરિઝમ પર પણ કાર્યવાહી વધારી દીધી છે, આખરે આવું શા માટે? શહેરમાં જયારે અમેરિકી સૈનિકો આવી રહ્યા છે ત્યારે પટાયામાં દેહ વ્યાપાર સામે એકશન શા માટે લેવામાં આવી રહ્યા છે? થાઈ અધિકારીઓનું કહેવું છે કે, આ જહાજ સાથે નૌસેનાના બે વધુ જહાજ પણ છે. જેમાં લગભગ 5 હજાર નૌસૈનિકો અને…
New Delhi,તા.02 અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ભડકતા ક્રુડતેલના ભાવમાં ફરી વધારો થવા લાગ્યો છે અને તે 100 ડોલરની સપાટી કુદાવે તો ભારત માટે નવી ચિંતા સર્જાઈ શકે છે.ખાસ કરીને ઓઈલ માર્કેટીંગ કંપનીમાં હાલ નહીવત નફાથી પેટ્રોલ-ડીઝલ વેચી રહી છે અને 85-90 ડોલર સુધીના ભાવ રહે તો કંપનીઓ પડતર કિંમતે તે પેટ્રોલ ડીઝલ વેચી શકે છે પણ ભાવ 90 ડોલરને ક્રોસ થાય એટલે અન્ડર રિકવરી શરુ થઈ જશે. હાલ ક્રુડતેલ 97 ડોલર છે તથા તે 100 ડોલરની સપાટી કુદાવે તેવી ચિંતા છે. હાલ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રાખી રહી છે અને તેમાં 90 ડોલરથી વધુ ભાવ કેટલો લાંબો સમય…
Rajkot. તા.2 રાજકોટના ઐતિહાસિક લોકમેળાનો આજે સાંજે 4ઃ30 વાગ્યે પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે મેળાની રંગત ગાયબ જોવા મળી રહી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાવહ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સુરક્ષા મુદ્દે અત્યંત કડક બન્યું છે. નવા અને કડક નિયમોના કારણે મેળાના પ્રથમ દિવસે બપોર સુધી એકપણ રાઈડના સંચાલક જરૂરી મંજૂરી મેળવી શક્યા ન હતા. જેને પગલે લાખો રૂપિયાનું રોકાણ કરનારા ધંધાર્થીઓના શ્વાસ અધર થઈ ગયા છે. લોકમેળાની મુખ્ય મજા અને આકર્ષણ તેની રાઈડ્સ હોય છે. ચકડોળ, બે્રક ડાન્સ, ટોરાટોરા જેવી રોમાંચક રાઈડ્સ વિના મેળો અધૂરો ગણાય. જોકે, આ વખતે આ તમામ રાઈડ્સની મંજૂરી કાયદાકીય ગૂંચવણો અને કડક…
Vadnagar, તા.2 વડનગરની ઐતિહાસિક ધરા પર દરરોજ ‘શ્રાવણ ઉત્સવ-2026’ ના ઉપલક્ષમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય અને દિવ્ય ‘ડમરૂ યાત્રા’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજની ડમરૂં યાત્રામાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને શ્રદ્ધાપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. આ સમૂહ યાત્રાએ સમગ્ર વડનગરને શિવમય વાતાવરણમાં તરબોળ કરી દીધું હતું અને શ્રાવણ માસની આસ્થાને વધુ પ્રગાઢ બનાવી હતી. આજે વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિરથી આ યાત્રાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમૂહ યાત્રાનું મુખ્ય આકર્ષણ 108 કલાકારો દ્વારા કરવામાં આવેલું સમૂહ ડમરૂ વાદન…
Gandhinagar તા.2 સોના-ચાંદીના ભાવો સતત મંદીમાં ધકેલાતા રહ્યા હોય તેમ આજે વધુ ગાબડા હતા. સોનુ 1900 રૂપિયા તૂટ્યું હતું. ચાંદીમાં 23007 ગાબડુ હતું. ચોંકાવનારી બાબત એ હતી કે રોકડના ભાવ 10 ગ્રામે 6000થી વધુ નીચા હતા એટલે દાણચોરી-બારોબારનો જંગી માલ ઠલવાતો હોવાની અટકળો છે. રાજકોટમાં આજે હાજર સોનાનો ભાવ 1900 તુટીને 156200 હતો. વિશ્વબજારમાં 4326 ડોલર હતું. જ્યારે કોમોડીટી વાયદામાં સોનુ 1025 રૂપિયા ગગડીને 150700 હતું. આ જ રીતે હાજર ચાંદી 2300ના ઘટાડાથી 237200 હતી. વાયદામાં 1895ના ઘટાડાથી 227655 હતી. જ્યારે વિશ્વ બજારમાં ભાવ 64.17 ડોલર સાંપડ્યો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીની મંદી પાછળ અનેક પરિબળો ભાગ ભજવી રહ્યા છે.…
