- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Amreli તા.2 અમરેલીના ચકચારી પાયલ ગોટી કાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પાયલ ગોટીને રૂા. 7.પ લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ કર્યો છે. અમરેલી જિલ્લાના અતિ ચકચારી લેટર કાંડ સમયે પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર પાયલ ગોટી નામની યુવતીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ યુવતીને રીક્નટ્રકશન માટે જાહેરમાં સરઘસ કાઢી બનાવ સ્થળે લઇ જતા જે તે સમયે મોટું આંદોલન થયું હતું અને પાયલ ગોટીને ન્યાય અપાવવા મામલો કોર્ટ સુધી અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો હતો. આજરોજ ગાંધીનગર ખાતેની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોલીસ દમનનો ભોગ બનેલ યુવતી પાયલ ગોટીને રૂા. 7.પ લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ કર્યો હતો. અત્રે…
Washington, તા. 2 અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે બાળકોનાં નવા પાસપોર્ટ બનાવવા માટે માતા-પિતા પાસે તેમની પોતાની નાગરિકતા અથવા ઇમિગે્રશન સ્થિતિ (વિઝા સ્ટેટસ) ના પુરાવા માંગવાની તૈયારી કરી છે. પ્રસ્તાવિત નિયમો મુજબ, પાસપોર્ટની અરજી સાથે માતા-પિતાએ પોતાનો યુ.એસ. પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, ગ્રીન કાર્ડ અથવા I-94 ફોમ રજૂ કરવું પડશે. આ પગલું પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તે આદેશનો ભાગ છે જેનો હેતુ “બર્થ ટૂરિઝમ” એટલે કે માત્ર બાળકને નાગરિકતા અપાવવા માટે અમેરિકા જઈને ડિલિવરી કરાવવી પર રોક લગાવવાનો છે. અત્યાર સુધી લાગું નિયમ મુજબ, અમેરિકામાં જન્મેલાં બાળકનાં પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતાએ માત્ર બાળક સાથેનો પોતાનો સંબંધ અને ફોટો આઈડી બતાવવાનું રહેતું હતું.…
Gandhinagar, તા.2 વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નાગરિક ભાગીદારી દ્વારા સુશાસનના વિચાર મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્ત્વની પહેલ કરી છે. તેના અંતર્ગત ભારત સરકારની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી રિફોર્મ ઉત્સવ ઉજવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો પાસેથી મળતી રજૂઆતો અને સૂચનોમાંથી પદ્ધતિગત સુધારણાના સૂચનો ઓળખવા, તેમનું વર્ગીકરણ કરવા અને સમયબદ્ધ રીતે તેમને અમલમાં મૂકવાનો છે કે જે સમગ્ર વ્યવસ્થામાં વ્યાપક અસર કરી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહીવટી સુધારણા અંગે ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે અને તેમણે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના પણ કરી છે. એ…
New Delhi તા.2 ઇડીએ એનએચએઆઇ ટોલ પ્લાઝા પ બોગસ વસૂલાત અને મની લોન્ડ્રીંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા 14 ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ ધન શોધન વિરોધી કાનુન અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઇડીએ આજે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, એનસીઆર અને કોલકાતામાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે બોગસ સોફટવેર બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના સમાંતર એક બોગસ સોફટવેર બનાવીને કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલી કરી હતી. યુપીએસટીએફે આ કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ટોલ વસુલીના માત્ર પાંચ ટકા જ સરકારી રેકોર્ડમાં…
Gandhinagar તા.2 ભારતમાં હવે હાઇ-વે નિર્માણની પદ્ધતિ વધુ એડવાન્સ બનાવવામાં આવી રહી છે. સરકાર હાઇવે નિર્માણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં અને સ્માર્ટ મશીનોના ઉપયોગ વધારવા માટે ખાસ ભાર આપી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈએ હાઇ-વે પ્રોજેક્ટમાં સ્માર્ટ મશીનોની મદદ લેવામાં આવી છે. એનએચએઆઈના નવા નિયમ અનુસાર 20 કિલોમીટરથી વધુ લાંબા અને 500 કરોડ પિયાથી વધુ ખર્ચવાળા હાઇ-વે પ્રોજેક્ટ્સમાં ઓટોમેટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ મશીન એડેડ ક્નસ્ટ્રક્શન એટલે કે મશીનોની મદદથી થનાં સ્માર્ટ નિર્માણ જરી બનશે. તેનો અર્થ એ છે કે એવા મોટા પ્રોજેક્ટ્સમાં ફક્ત મજૂરો અને સામાન્ય મશીનો પર નિર્ભર રહેવાને બદલે હવે વધુ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં…
Mumbai તા.2 બોલીવુડના અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતના મેનેજર તરીકે જાણીતા બનેલા દિશા સાલીયાનના અપમૃત્યુ મુદે મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે તાત્કાલીક એફઆઈઆર પણ નોંધવા જણાવ્યું છે. દિશા સાલીયાનનું તા.8 જૂન 2020ના મૃત્યુ થયુ હતું તેના થોડા દિવસ બાદ જ સુશાંતસિંઘ રાજપૂતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં બંને મૃત્યુમાં કોઈ કડી હોવાનો પણ શંકા વ્યક્ત થઈ હતી. બાદમાં દિશાના પિતાએ આ અંગે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે દિશાના મૃત્યુ પર એફઆઈઆર દાખલ કરી અને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. હજુ સુધી આ એફઆઈઆર કોઈના નામ પર દાખલ કરવામાં આવી નથી. દિશાના પરિવારે…
Russia તા, 2 ’ફાઈનાન્શિયલ ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ, રશિયા 2023થી ઈરાનને અત્યાધુનિક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિકસાવવામાં છૂપી રીતે મદદ કરી રહ્યું છે. ’C430L’ કોડનામ ધરાવતાં આ ગુપ્ત પ્રોજેક્ટમાં રશિયાનાં અનુભવી મિસાઈલ નિષ્ણાતો સામેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને ’રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ’ વિકસાવવામાં મદદ કરવાનો છે, જેનાથી તેની ક્રૂઝ મિસાઈલો અવાજની ઝડપ કરતાં પણ ઘણી વધારે ઝડપે ઉડી શકશે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો પોતાની અતિશય ઝડપ અને ઓછી ઊંચાઈએ ઉડવાની ક્ષમતાના કારણે દુશ્મનના એર ડિફેન્સ અને મિસાઈલ સિસ્ટમ માટે ડિટેક્ટ કે ઇન્ટરસેપ્ટ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જો ઈરાન આ ટેકનોલોજી પ્રાપ્ત કરી લે છે, તો તે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં…
New Delhi તા, 2 પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સરકાર તરફથી અધિકૃત આવાસ ફાળવવામાં આવ્યું નથી. સપ્ટેમ્બર 2025થી તેઓ દિલ્હીનાં છતરપુર વિસ્તારમાં આવેલાં INLD નેતા અભય સિંહ ચૌટાલાના ખાનગી ફાર્મહાઉસમાં રોકાયેલા છે. આ વ્યવસ્થા શરૂઆતમાં હંગામી ધોરણે કરવામાં આવી હતી, પરંતુ સરકારી ઘરની ફાળવણી ન થતાં તેઓ હજુ પણ ત્યાં જ રહે છે. નિયમો મુજબ, દેશનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિને આજીવન ભાડા વગરનું ફર્નિશ્ડ સરકારી આવાસ તેમજ વીજળી અને પાણીની મફત સુવિધા મેળવવાનો હક છે. સામાન્ય રીતે તેમને ‘ટાઇપ-VIII’ શ્રેણીનો સરકારી બંગલો આપવામાં આવે છે. જો આવું સરકારી…
New Delhi, તા.2 સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધિમાં વધારો થાય અને સટ્ટાકીય વેપારોમાં ઘટાડો થાય તે માટે સરકારે આગામી 15મી સપ્ટેમ્બરથી ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા જે હાલ 4000 ક્વિન્ટલ છે તે ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી હોવાનું ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. હવે સુધારિત જોગવાઈઓ અનુસાર ખરીદી થયાનાં 30 દિવસથી વધુ સમયગાળા સુધી ડીલરો સ્ટોક નહીં રાખી શકે, તેઓ દેશભરમાં કોઈપણ સમયે કોઈપણ જગ્યા પર 2000 ક્વિન્ટલથી વધુ માત્રામાં સ્ટોક નહીં રાખી શકે. જો કે, કોલકાતા અને તેના વિસ્તરિત મેટ્રોપોલિટિયન વિસ્તારો માટે ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં લેતા ત્યાંના ડીલરોની સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલ યથાવત રાખવામાં…
Tamil Nadu,તા.2 મુખ્યમંત્રી વિજયે મંગળવારે મેટ્ટુરમાં કાવેરી ડેલ્ટા જિલ્લામાં સિંચાઈ માટેના મેટ્ટુર ડેમના દરવાજા ખોલ્યા હતા, ત્યાંથી સલેમ જતા સમયે વિજય ચિન્નાગપુરમાં બુઝુર્ગ મહિલા ચેલમના ઘેર ગયા હતા, જયાં તેમના હાલ-ચાલ પૂછયા હતા એટલું જ નહીં, વિજયે તેમના 40 હજાર રૂપિયાના ડિયોરના સનગ્લાસ ઉતારીને વૃદ્ધા ચેલમને પહેરાવી દીધા હતા. વૃદ્ધાએ વિજયના સનગ્લાસને પહેરીને તેમનું અભિવાદન કર્યું હતું અને કહ્યું હતું કે વિજયને અચાનક સામે જોઈને આશ્ચર્યચકીત થઈ ગઈ હતી અને કહ્યું હતું કે વિજય તેને ફિલ્મી હીરો જેવા લાગ્યા. બાદમાં વિજયે વૃદ્ધાને પૂછયું કે તેમણે ભોજન લીધું? જવાબમાં વૃદ્ધાએ કહ્યું કે તે તેની રાહ જોઈ રહી હતી. બાદમાં વિજયે વૃદ્ધા…
