- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Maharashtra,તા.02 મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમીના સંકેત છે અને તેમાં ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો શિવસેના-શિંદે જૂથમાં જોડાય તેવા સંકેતથી ઉદ્ધવ ઠાકરેએ વધુ એક વખત આજે તેમના નિવાસે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે અને તેમાં પક્ષ અકબંધ રહે તે નિશ્ચિત કરાશે. અગાઉ શિવસેનામાં જે રીતે ભંગાણ પડશે અને શિંદે જૂથ અલગ થઈ ગયું તે હાલ મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં એનડીએની સાથે છે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પણ છે તથા હાલમાં ઠાકરે જૂથના છ સાંસદોએ પણ પક્ષપલ્ટો કરીને શિંદે જૂથ સાથે જોડાઈ જતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી ગઈ છે તેમાં વધુ એક સમાચારમાં 14 જેટલા ધારાસભ્યો હવે પક્ષપલ્ટો કરવા…
New Delhi, તા. 2 ઇલેક્ટ્રિક વાહન હજુ પણ પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીએ દરેક બાબતમાં સસ્તાં નથી, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં ઈવીમાં સૌથી મોટો ફેરફાર તેમની રેન્જ અને કિંમતના ગણિતમાં આવ્યો છે. નવી પેઢીનાં ઇલેક્ટ્રિક સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર 200 થી 300 કિલોમીટર સુધી ચાલવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ ઇલેક્ટ્રિક કારોની રેન્જ પણ શરૂઆતી મોડેલોની સરખામણીએ ઘણી વધી છે. એટલે કે હવે ઈવી ખરીદનારા ગ્રાહકની સામે સૌથી મોટી ચિંતા ‘એક વાર ચાર્જ કરવા પર કેટલી દૂર જશે’ તે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. પહેલી પેઢીના ઈવીમાં સીમિત રેન્જ અને વધુ કિંમત મોટો પડકાર હતા. હવે બેટરી ટેકનોલોજી,…
Khambhaliya,તા.02 દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જુદા જુદા વિસ્તારોમાં ચીટર ગેંગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને લલચાવીને તેમના સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને તેમાંથી સોનુ કાઢી લેવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને એલ.સી.બી.ની ટીમે બિહારના રહીશ એવા ચાર શખ્સોને દબોચી લીધા હતા.આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ વિસ્તારમાં રહેતા જુદા જુદા આસામીઓને ત્યાં આવી અને ફિનાઈલ વેચવાના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમના સોનાના દાગીનાને સાફ કરી, ચોખ્ખા બનાવી આપવાનું કહી ચીટર ટોળકી દ્વારા કેમિકલ મારફતે દાગીનામાંથી સોનું કાઢી લીધું હતું. આ પોલીસ ફરિયાદ સંદર્ભે એલ.સી.બી.ની ટીમ દ્વારા બાતમીના…
Rajkot,તા.02 કાલાવડ રોડ પર દેવજી જખાનીયાને છરી બતાવી રૂા.૯૨ હજારના દાગીનાની અને અટલ સરોવર પાસે પુનાભાઇ બાંભવાને ડરાવી-ધમકાવી સોનાના ઠોળીયા અને મોબાઇલની લૂંટ ચલાવનાર ચાર લુખ્ખાઓની બનેલી ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે.જેમાં ગૌતમ ઉર્ફે કાનો મકવાણા (રહે. રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ, હનુમાન મઢી), હિતેન ઉર્ફે હત્તો ગોહેલ (રહે. કણકોટ), નિલેશ ઉર્ફે ભુરો વાઘેલા (રહે. કોઠારીયા સોલવન્ટ) અને ભરત ઉર્ફે ભરતો પરમાર (રહે. કોઠારીયા સોલવન્ટ)નો સમાવેશ થાય છે.શહેરમાં સીસીટીવી કેમેરાને કારણે હવે રસ્તા ઉપર ગુના આચરી પોલીસથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આ બાબત લુખ્ખાઓ, રીઢા અને અભણ ગુનેગારો જાણતા ન હોવાથી છાશવારે ગુના કરી પકડાઇ જાય છે. આ કિસ્સામાં પણ…
Rajkot,તા.02 ટોકી નામની ડેટિંગ એપની ‘એજન્સી’ અપાવી દેવાના નામે રૂા.૧૭ લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર રાજસ્થાનના ચુરૂ જિલ્લાના મોલીસર બાડા ગામના સુરેન્દ્ર હિરાલાલ સિહાગને રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.ટોકી એપમાં ચેટ કરવા માટે કોઇન મેળવવા પડે છે. ત્યાર બાદ જ મહિલાઓ સાથે ચેટ થઇ શકે છે. ભોગ બનનાર યુવાન ખૂબ જ કોઇનની ખરીદી કરતો હોવાથી આરોપીએ તેનો સંપર્ક કરી એજન્સી અપાવી દેવાની લાલચ આપી કહ્યું કે, તેમ કરવાથી કોઇનની ખરીદી ઉપર ૨૫ ટકા કમિશન અને અન્ય લાભો મળશે.જેથી ભોગ બનનાર યુવાન આરોપીની વાતમાં આવી ગયો હતો અને તેણે આપેલા બેંક એકાઉન્ટમાં રૂા.૧૭.૮૧…
Rajkot,તા.02 ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.૨માં રહેતા અને ચુનારાવાડ ચોક પાસે ડેરી ધરાવતા દિવ્યેશ રામાણી (ઉ.વ.૩૦) પાસેથી કેટરર્સનું કામ કરતા ભાવેશ જુઠાભાઇ વિરડીયા અને તેના પુત્ર મહેક (રહે. રામાણી સોસાયટી શેરી નં.૧, મોરબી રોડ)એ મિઠાઇ અને ઘોરવાના બાકી રહેતા રૂા.૨.૧૧ લાખના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેકની મહેકે ચોરી કરી લીધાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બંને આરોપીઓએ ઉધારમાં મીઠાઇ અને ઘોરવું લઇ જઇ બદલામાં ચેક આપ્યો હતોજેમાં દિવ્યેશભાઇએ જણાવ્યું છે કે, ૨૦૨૨થી આરોપીઓ તેમની પાસેથી મીઠાઇ વગેરે ઉધારમાં લઇ જઇ બાદમાં પૈસા ચુકતે કરતા હતા. ૨૦૨૪માં આરોપીઓ રૂા.૩.૧૦ લાખની મીઠાઇ અને ઘોરવું લઇ ગયા…
Junagadhતા.02 જૂનાગઢની ઐતિહાસિક ધરોહર અને અતિ પ્રાચીન એવા પૌરાણિક ઉપરકોટ કિલ્લા પર હાલ વન્યજીવ દીપડાએ પોતાનો અડ્ડો જમાવી લેતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. કિલ્લામાં દીપડાની હાજરીને કારણે સુરક્ષા અને સલામતીના ખાતર આજે સતત ત્રીજા દિવસે પણ ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની નોબત આવી છે.ગઇકાલે મોડી રાત્રે ઉપરકોટ કિલ્લાના મુખ્ય દરવાજા પાસે આવેલ અંદરના ભાગના હનુમાનજી મંદિર નજીક દીપડાએ બે સ્વાનનો શિકાર કર્યો હતો. આ ઘટના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે દીપડો હજુ પણ કિલ્લાના પરિસરમાં જ સક્રિય છે. આ ઘટના બાદ વન વિભાગે દર વખતની જેમ માત્ર પાંજરા ગોઠવીને પોતાના ફરજની ઇતિશ્રી…
Rajkot,તા.02 બેડીપરા ચોક પાસે ગઇકાલે રાત્રે આગળ જતી રિક્ષા પાછળ પૂરઝડપે જતું એક્ટિવા ઘુસી જતાં મોરબી રોડ પરના વેલનાથપરા શેરી નં.૧૨-૧૮ના ખૂણે રહેતા દશરથ રાજેશભાઇ બજાણીયા (ઉ.વ.૧૯) અને તેના મિત્ર ચંદ્રેશ ધર્મેશભાઇ નિમાવત (ઉ.વ.૨૩)ના મોત નિપજ્યા હતા.ટ્રિપલ સવારીના એક્ટિવામાં એક સગીર બેઠો હતો. જેના હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. ત્રણેય મિત્રો ગઇકાલે રાત્રે એક્ટિવા પર ચા પીવા ગયા હતા. ચા પીને ઘર તરફ જતાં હતા ત્યારે બેડીપરા ચોક પાસે આગળ જતી રિક્ષા પાછળ તેમનું એક્ટિવા ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.ગંભીર રીતે ઘાયલ દશરથ અને ચંદ્રેશને સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્થળ પર…
Surat,તા.02 સુરતના રાંદેર વિસ્તારમાં 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગી આવતાં કિશોરે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે અરેરાટી સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારની ભુવનેશ્વરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ પટેલનો 13 વર્ષીય પુત્ર સુજલ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. ગત 31મી ઓગસ્ટની સાંજે સુજલ અને તેની બહેન ઘરમાં તોફાન કરી રહ્યા હતા, જેને લઈને માતાએ બંને બાળકોને ઠપકો આપ્યો હતો.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ…
Vadodara,તા.02 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૮ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાત લેશે અને તેમના કાર્યક્રમનું એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે આયોજન કરવામાં આવનાર છે.જેની સામે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યે વાંધો ઉઠાવ્યો છે.તેમના કહેવા પ્રમાણે અગાઉ સિન્ડિકેટે ઠરાવ કર્યો હતો કે, પેવેલિયન મેદાનનો ઉપયોગ માત્ર રમત- ગમતની પ્રવૃત્તિઓ માટે થશે પણ સત્તાધીશોએ આ નિયમને બાજુ પર મૂકીને રાજકીય કાર્યક્રમ માટે મંજૂરી આપી છે.વડોદરામાં બીજી પણ ખુલ્લા મેદાનો છે જ્યાં આ પ્રકારના કાર્યક્રમ યોજી શકાય તેમ છે.પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ વાઈસ ચાન્સેલર અને જોઈન્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરતા કહ્યું હતું કે, મેદાનનો કબ્જો અત્યારથી તંત્રે લઈ લીધો છે અને તેના કારણે ખેલાડીઓની પ્રેક્ટિસ પ્રભાવિત થઈ રહી…
