Author: Vikram Raval

New Delhi તા, 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા, વિદેશમાં જઈને લગ્ન ન કરવા અને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી સોનું ખરીદવાનું ટાળવા અપીલ કરી છે. શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે કિરગિઝસ્તાનના બિશકેક પહોંચેલા વડાપ્રધાને એક સેલ્ફી વિડીયો સંદેશ મારફતે દેશવાસીઓને આ વિનંતી કરી હતી. પોતાના સંદેશમાં પીએમ મોદીએ દેશનાં 7.8 ટકા આર્થિક વિકાસ દર બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધો અને સપ્લાય ચેઈનની સમસ્યાઓ હોવા છતાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે સ્વદેશી ચીજવસ્તુઓ અને આત્મનિર્ભરતા પર વધુ ભાર મૂકવાની જરૂર છે. વડાપ્રધાને…

Read More

New Delhi, તા. 1 ભારતનાં પ્રાયમરી માર્કેટ (IPO માર્કેટ) માટે સપ્ટેમ્બર મહિનો ધમાકેદાર રહેવાની પૂરેપૂરી શક્યતા છે. દેશની વિવિધ કંપનીઓ આ મહિના દરમિયાન આઈપીઓ મારફતે રૂ. 20,000 થી 25,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. શેરબજારની અસ્થિરતાને કારણે અગાઉ અટકેલા આઈપીઓ હવે માર્કેટની સુધરેલી સ્થિતિને કારણે ઝડપથી લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. મૂડીબજાર નિયામક સેબીની મંજૂરીની સમયસીમા પૂર્ણ થઈ રહી હોવાથી લગભગ 25 જેટલી કંપનીઓ સપ્ટેમ્બરના અંત પહેલાં પોતાનાં પબ્લિક ઈશ્યૂ માર્કેટમાં મૂકવા માંગે છે. આ પાઈપલાઈનમાં નાની, મધ્યમ અને મોટી એમ તમામ પ્રકારની કંપનીઓ સામેલ છે, જેમાંથી ઘણી કંપનીઓ રૂ. 500 કરોડથી વધુ રકમ ભંડોળ સ્વરૂપે એકત્ર કરવાનું…

Read More

Dwarka, તા.1 યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 04 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ3માં જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઠાકોરજીના જન્મોત્સવના દર્શન અને ઉજવણી માટે ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ જગતમંદિરને આકર્ષક અને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળતા જગતમંદિરની ભવ્યતા દૂર સુધી નજરે પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગ્રુપ દ્વારા જગતમંદિરને કલાત્મક રોશનીથી સજાવવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે…

Read More

Prabhaspatan, તા.1 સોમનાથ શિવાલય તીર્થમાં શેરીએ-શેરીએ આસપાસનાં વિસ્તારોમાં અનેક નાના -મોટા શિવાલયો આવેલા છે. સોમનાથ મંદિરનાં પાર્કિંગ મધ્યમાં આવેલ સદાશિવનાં બે શિવલિંગો દર્શનીય અને જપ તપ માટેની તીર્થોત્તમ જગ્યા છે. બાર ફૂટ ઊંચા ઓટલા ઉપર બિરાજમાન આ બે શિવલિંગમાં એક અઢી ફૂટ ઊંચુ છે તો બીજુ પાંચ ફૂટ ઊંચુ શિવ જળાધારી ઉપર બિરાજમાન આ બે શિવલિંગો માત્ર થોડા અંતરે જ આસપાસ છે તેમની સન્મુખ નંદી અને કાચબો આરસનાં ગોઠવાયેલા છે. જળાધારી દક્ષિણામુખ છે અને તેમાં કરાતો જળાભિષેક સ્વયં વટવૃક્ષ સુધી પહોંચે તેવી વ્યવસ્થા છે. જગ્યા સંપૂર્ણ એકાંત છે અને પ્રાચીન છે અને માનવ અવર-જવર નહિવત છે પરંતુ સ્થળની દિવ્યતા ભકિતની…

Read More

Prabhaspatan, તા.1 પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી પધારેલા હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. દર્શન અને ભક્તોની ભીડ આજના આ વિશેષ અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સાંજે 7:00 વાગ્યા સુધીમાં જ 71,000 થી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોની વિગત સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક પૂજાઓ…

Read More

કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી: પરિવારમાં આક્રંદ છવાયો Rajkot,તા.31 શહેરના ભાગોળે આવેલ નાકરાવાડી ગામે રહેતી 30 વર્ષીય મહિલા નાકરાવાડી આરએમસી ડમ્પિંગ સાઈડ ખાતે કચરો વીણતી વેળાએ કોઈ કારણોસર કમરના ભાગે પતરું લાગી જતા તાત્કાલિક અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામે રહેતી અલ્પાબેન મહેશભાઈ પાડલીયા ઉંમર વર્ષ 30 વર્ષીય મહિલા ગઈકાલે બપોરે 1:00 વાગ્યે આસપાસ પોતે નાકરાવાડી ખાતે આવેલ આરએમસી ડમ્પીંગ સાઈડ પર કચરો વીણવાનું કામ કરતી…

Read More

જયરાજ પ્લોટના ટાઈટલ વિવાદમાં કોર્પોરેશનની દાદાગીરી ન ચાલી: રજી. દસ્તાવેજથી ખરીદેલી મિલ્કતમાં ત્રાહિતની અરજી પર પરવાનગી રોકતા હાઈકોર્ટે હુકમ રદ કર્યો Rajkot,તા.31 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી, તેને મિલકતનો ટાઈટલ નક્કી કરવાની કોઈ સત્તા નથી, તેમ છતાં જયરાજ પ્લોટની કાયદેસર ખરીદેલી મિલકતના બાંધકામમાં ત્રાહિત વ્યક્તિની ફરિયાદ પર પરવાનગી સ્થગિત કરી દેતા હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. જસ્ટિસ નિખીલ કરેલે કોર્પોરેશનને આકરા સવાલો પૂછી 50 હજારનો દંડ ફટકારી બાંધકામ પરવાનગી રદ કરવાનો હુકમ રદ કર્યો છે, જેનાથી કોર્પોરેશનમાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં જયરાજ પ્લોટ શેરી નં.૪/૧૧માં આવેલ સીટી સર્વે વોર્ડ નં.૪ તથા સીટી સર્વે નં.૧૧૪૨ની મિલ્કત રજી.વેચાણ…

Read More

શાપર, ગોંડલ, ભાયાવદર અને ઉપલેટામાં પોલીસ ત્રાટકી : રોકડ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂ. 6.56 લાખનો મુદ્દામાલ કબ્જે Rajkot,તા.31 રાજકોટ ગ્રામ્ય પંથકમાં શ્રાવણીયા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી. જુગારના ચાર દરોડામાં પોલીસે કુલ 28 ખેલીઓને ઝડપી કુલ રૂ. 6.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેન્જ આઇજી ટીમે ગોંડલના અનિડા ગામે વાડીમાં, એલસીબી ટીમે ઉપલેટાની વાડીમાં, ભાયાવદર પોલીસે ગઢાળા ગામે વાડીમાં અને શાપર પોલીસે જાહેરમાં જુગટુ ખેલતા શખ્સો પર દરોડા પાડ્યા હતા. જુગારના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે…

Read More

પાર્સલ રિટર્ન લેવા બાબતે નજીકમાં રહેતા પિતા-પુત્રો તૂટી પડ્યા Rajkot,તા.31 શહેરના માડા ડુંગર પાસે શ્યામ કિરણ સોસાયટીમાં ડિલિવરી બોય તેના ભાઈ અને માતા પર અહીં રહેતા પિતા-પુત્રોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. પાર્સલ રિટર્ન લેવા બાબતે થયેલી ગેરસમજના લીધે આ હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર હાઈવે પર માંડા ડુંગર નજીક શિવમ પાર્ક શેરી નંબર-૪ માં રહેતા અને મિસોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરનાર શનિ કાળુભાઈ મચ્છોયા (ઉ.વ. 24) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માંડા ડુંગરમાં નિલરાજ સ્કૂલની બાજુમાં શ્યામ કિરણ સોસાયટી શેરી…

Read More

રાત્રિના સમયે મજૂરો ઓશિકા પાસે મોબાઈલ રાખીને ઉંઘી ગયા બાદ સવારે નહિ મળતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો Rajkot,તા.31 શહેરના મવડી વિસ્તારમાં આવેલા કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઇલ ફોન ચોરાઇ જતાં માલવિયાનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે પ્રમેશ લાલજી લોધી(ઉ.વ.૨૮, રહે. વૈદવાડી-૪, ગ્રીન રોડ, રાજકોટ. મૂળ રહે. ચીયારાટા તા.કેસરગંજ જી.બલરામપુર, ઉત્તરપ્રદેશ) માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે મવડી મેઇન રોડ કારખાનામાં આવેલ ઓરડીમાં મિત્ર અક્ષયકુમાર રામદેવાસ જાટવ અને નિરંજન સંગમલાલ જાટવ સાથે રહે છે અને બધા મજૂરી કામ કરે છે.  તા.૨૯/૦૮/૨૦૨૬ ના નીત્યક્રમ મુજબ, સાડા અગિયારથી વાગ્યા આસપાસ બધા સુઈ ગયા હતા. કારખાનાનો મેઇન ગેટની…

Read More