- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Vadodara,તા.01 જિલ્લા પંચાયતની હરણી વિસ્તારમાં આવેલી જમીન પર ગેરકાયદે કરેલા કબજા અંગે લેન્ડ ગ્રેબિંગની થયેલી અરજીનો ચાર વર્ષે ચુકાદો આવ્યો છે. જેના આધારે હરણી પોલીસે ગેરકાયદે દબાણ કરનાર સામે ગુનો દાખલ કર્યો છે.વડોદરા મનિષા ચાર રસ્તા પાસે ગવર્મેન્ટ ક્વાટર્સમાં રહેતા વિનોદભાઇ નાગજીભાઇ ચવધરી જિલ્લા પંચાયતમાં છેલ્લા પોણા બે વર્ષથી કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હરણીમાં આવેલી જમીન કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત વડોદરાના નામે કબજેદારમાં સંયુક્ત ચાલે છે. જે જમીનમાં ચાર વર્ષ પહેલા ફેન્સીંગ કરવા માટે આયોજન કરતા માલૂમ પડયું કે, આ મિલકત પર આરોપી…
Vadodara,તા.01 વડોદરામાં તરસાલીના શરદનગરમાં રહેતા ભરતભાઈ હીરાલાલ દેસાઈ સાવલીની એક કંપનીના ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026 માં મારા પર એક કોલ આવ્યો હતો અને વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી અંકિત મિશ્રા તરીકે આપી હતી. તેમણે લોન અગેન્સ્ટ પોલીસી માટે ઝીરો ટકા વ્યાજે 20 લાખની ઓછા હપ્તા ભરવાની લોનની ઓફર આપી હતી. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી મેં હા પાડી હતી. તેઓએ લોન વિશે સમજ આપી એક લાખની એલ.આઇ.સી ની પોલીસી લેવી પડશે તેના પર લોન મળશે તેવું જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે ઇન્સ્યોરન્સ…
Vadodara,તા.01 એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ મેલેરિયા માટે ત્રણ કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને બનાવેલી દવાને પેટેન્ટ એનાયત કરવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે આ દવા બનાવવા માટે સંશોધકોએ કુમેરિન, સલ્ફોનેમાઈડ અને પિપેરાઝિન નામના ત્રણ કમ્પાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.પ્રદીપ દેઓતાના હાથ નીચે આ સંશોધન કરનાર નિધિ કહારનું કહેવું છે કે, આ દવામાં બેકેટરિયા સામે લડવાની ક્ષમતા પણ દેખાઈ છે તો બીજી તરફ એન્ટી ફંગલ એક્ટિવિટી પણ જોવા મળી છે. તેની સાથે સાથે મેલેરિયાની ક્લોરોક્વિન દવા જેવા ગુણધર્મો પણ તેમાં જોવા મળ્યા છે. આમ મેલેરિયા સામે પણ તે અસરકારક નીવડી શકે છે તેવું અમને લેબોરેટરીમાં સેલ પર કરેલા…
Ahmedabad,તા.01 ગુજરાતના ધરતીપુત્રો માટે આ વર્ષે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય રોકડિયા પાક ગણાતા મગફળી અને કપાસમાં હાલમાં રોગ અને જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચોમાસાના પાછતરા વરસાદની ખેંચ વર્તાતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.ચાલુ વર્ષે કપાસના વાવેતર બાદ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ હાલમાં કપાસના પાકમાં ‘સુકારો’ (પેરા-વિલ્ટ) અને ગુલાબી ઈયળના લક્ષણો દેખાવા લાગ્યા છે. અનેક વિસ્તારોમાં કપાસના છોડ ઊભા-ઊભા સુકાઈ રહ્યા છે અને જીવાતના કારણે જીંડવાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. કૃષિ નિષ્ણાતોના મતે જો સમયસર આ જીવાત પર કાબૂ મેળવવામાં…
Ahmedabad,તા.01 અમદાવાદના વટવા વિસ્તારમાં અકસ્માત બાદ શંકાના આધારે પોલીસે એક કારની તપાસ કરતા તેમાંથી કોડીન આધારિત કફ સિરપની 120 બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે નારોલમાં રહેતા 33 વર્ષીય કારચાલક શેરસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં સોમવારે (31મી ઓગસ્ટ) રાતે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કારચાલક શેરસિંહ રાજપૂતની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન શંકા જતાં પોલીસે કારની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં સીટ નીચે છુપાવેલી કફ સિરપની બોટલો મળી આવી હતી.…
Ahmedabad,તા.01 અમદાવાદના ત્રિકમપુરા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સોમવાર (31મી ઓગસ્ટ)ની રાતે બનેલી આ ઘટનામાં તલવાર અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે કરાયેલા હુમલામાં અજીતસિંહ નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે ચાર શખસો સામે હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, હેમંતસિંહ નેગીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 31મી ઓગસ્ટે રાત્રે હેમંતસિંહ, તેના ફઈનો દીકરો અજીતસિંહ અને મિત્ર અર્જુન ત્રિકમપુરા ચાર માળિયા ખાતે અજીતસિંહના ગીરવે મૂકેલા મકાન અંગે વાતચીત કરવા…
Ahmedabad,તા.01 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે સી.જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. રસ્તા પર થતા અયોગ્ય અને ગેરકાયદે પાર્કિંગને અટકાવવા અને વાહનચાલકોને પારદર્શક પાર્કિંગ સુવિધા પૂરી પાડવા માટે આ અત્યાધુનિક સિસ્ટમ અમલી બનાવાઈ છે.AMC દ્વારા આપેલી માહિતી અનુસાર, આ સિસ્ટમ હેઠળ નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં પોતાનું ફોર-વ્હીલર પાર્ક કરશે, ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને લોક કરશે. વાહન માલિક જ્યારે કાર પરત લેવા આવશે, ત્યારે પાર્કિંગનો સમય ઓટોમેટિક કેલ્ક્યુલેટ થશે. દર્શાવેલા QR કોડને સ્કેન…
Ahmedabad,તા.01 અમદાવાદના બગોદરા-વટામણ હાઇવે પર આજે (પહેલી સપ્ટેમ્બર) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરણેજ ગામ નજીક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. હાલ પોલીસે મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, મૃતક બંને યુવકો બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અરણેજ ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકસવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ બગોદરા 108ની ટીમ અને કોઠ પોલીસનો કાફલો…
Ahmedabad,તા.01 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરીથી નોકરીમાં રાખવામાં આવતા હોવાના મામલે RTIમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન જ 210થી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે વર્ષ 2015થી અત્યાર સુધીનો સમગ્ર આંકડો જોવામાં આવે તો સંખ્યા 1,000થી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હેમાંગ રાવલે આ મુદ્દે ગુજરાત સરકાર પાસે સમગ્ર રાજ્યમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ તથા અધિકારીઓનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની અને…
New Delhi,તા.01 મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ 2027 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ખેલાડી તરીકે રમશે કે કેમ તે અંગે ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. CSK ના CEO કાશી વિશ્વનાથને ધોનીના ભવિષ્યને લઈને દરવાજા ખુલ્લા રાખ્યા છે અને જણાવ્યું છે કે ધોનીએ રમવાની ના પાડી નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષીય ધોનીનું આગામી સીઝનમાં ખેલાડી તરીકે મેદાન પર ઉતરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. જો ધોની ખેલાડી તરીકે નહીં રમે તો તે ફ્રેન્ચાઇઝી સાથે મેન્ટોર (સલાહકાર) ની નવી ભૂમિકામાં જોડાઈ શકે છે.ધોનીના ભવિષ્યને લઈને સૌથી મોટી ચિંતા તેમની ફિટનેસ અને ખાસ કરીને ઘૂંટણની સમસ્યા છે. વધતી ઉંમર સાથે આખી સીઝન…
