- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
New Delhi તા, 1 રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના ભારે વિરોધ બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આઈપીએલમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ દૂર કરવા અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. વર્ષ 2023માં શરૂ કરાયેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સામે ક્રિકેટરો અને કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓનું માનવું છે કે, આ નિયમને કારણે ઓલરાઉન્ડર ખેલાડીઓનો વિકાસ અટકી રહ્યો છે. ટીમમાં 12 ખેલાડીઓ સાથે રમવાની સુવિધા હોવાથી હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરો પાસે ટીમો બોલિંગ કરાવવાનું ટાળે છે, જે આગળ જતાં ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચાડે…
New Delhi તા, 1 ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલાં સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને બહાર કરી દેવાયા છે. તાજેતરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં લાબુશેનનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. બીજી તરફ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની વાપસી તેમજ યુવા ઓલરાઉન્ડર જોએલ ડેવિસને પ્રથમ વખત વનડે ટીમમાં તક મળતાં પસંદગીકારોએ આ કડક નિર્ણય લીધો છે. 15 સપ્ટેમ્બરથી હરારે ખાતે ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણીની શરૂઆત થશે. ટીમની કમાનમાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે, જ્યાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર મિચેલ માર્શ કેપ્ટનશીપ કરશે. જ્યારે નિયમિત વનડે કેપ્ટન પેટ…
New Delhi તા, 1 બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ટ્રેનિંગ દરમ્યાન પગમાં અસ્વસ્થતા અને નવી ઈજાના લક્ષણો દેખાતાં હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી વધુ વિલંબિત થઈ છે. ટીમ સિલેક્શન માટે આ અઠવાડિયે પસંદગીકારોની બેઠક યોજાવાની છે, પરંતુ હાલનાં તબીબી રિપોર્ટ દર્શાવે છે કે 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મેચોની શ્રેણી સુધી પંડ્યા સંપૂર્ણ ફિટનેસ મેળવી શકે તેમ નથી. તે બેટિંગ અને સામાન્ય મુવમેન્ટમાં બરાબર કામ કરી રહ્યો છે, પરંતુ મેડિકલ ટીમે તેને બોલિંગ અટકાવીને આરામ કરવાની સલાહ આપી છે. મે 24ના રોજ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યાં બાદ 32 વર્ષીય પંડ્યા એક પણ સ્પર્ધાત્મક મેચ રમ્યો નથી.…
New Delhi તા, 1 દુનિયાનાં મહાન ફૂટબોલરોમાં ગણાતાં લિયોનેલ મેસીએ 20 વર્ષથી પણ વધુ સમય સુધી આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે, સફળતાના આ શિખર સુધી પહોંચવાનો રસ્તો તેમના માટે ક્યારેય સરળ નહોતો. કરિયરની છેલ્લી મેચ એટલે કે ફિફા વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ મેસીએ ભારે હૈયે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે. મેસીના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત ખૂબ જ કડવી રહી હતી. 17 ઓગસ્ટ 2005 ના રોજ હંગેરી સામેના ડેબ્યૂ મેચમાં મેદાન પર આવ્યાના માત્ર 47 સેકન્ડમાં જ તેમને રેડ કાર્ડ બતાવીને બહાર કરી દેવાયા હતા. પરંતુ આ મુશ્કેલ શરૂઆત બાદ…
Karachi, તા. 01 પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પોતાનાં પૂર્વ કેપ્ટન અને સાથી ખેલાડી ઇમરાન ખાનના જેલમાં રહેવાની વાત કરતા ભાવુક થઈ ગયા અને રડી પડ્યા. તેમણે ઇમરાનને ઈમાનદાર બતાવતા તેમની મુક્તિની અપીલ કરી. મિયાંદાદે કહ્યું કે ઇમરાન ભ્રષ્ટ વ્યક્તિ નથી. તેમને જેલમાંથી બહાર આવવા દેવામાં આવે તો તે કોઈને નુકસાન નહીં પહોંચાડે. તેમણે કહ્યું કે તે કોઈના દીકરા પણ છે. હું હંમેશા વિચારું છું કે તે શું કરી રહ્યા હશે. ઇમરાન ખાન 2023 થી ભ્રષ્ટાચારના કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યા પછી જેલમાં છે. મિયાંદાદ અને ઇમરાન ખાન પાકિસ્તાનની એ ટીમનો હિસ્સો હતા જેણે 1992 માં પહેલીવાર વિશ્વ કપ જીત્યો હતો.…
New Delhi,તા.01 ઈરાન યુદ્ધના કારણે જે રીતે ભારતની વૈશ્વિક સપ્લાય ખોરવાઈ છે તથા ક્રુડતેલના કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન- શીપીંગ ખર્ચ વધ્યા છે. તેથી મોબાઈલથી લઈ કાર તમામના ભાવમાં વધારો થયો છે. સ્માર્ટ ફોન સહિતના ઈલેકટ્રોનિક અને કાર સહિતના ઓટો ઉદ્યોગને સિલીકોન ચીપથી પ્લાસ્ટીક સહિતના ભાવવધારો પરેશાન કર્યો છે પણ તહેવારોની મૌસમ શરૂ થઈ છે. આગામી દિપાવલી તથા બાદમાં નવા વર્ષ સુધી બજારમાં નવી ખરીદીની જે ધારણા છે તેનાથી આ તમામ ઉત્પાદકોએ અત્યંત જરૂરી હોય તેઓજ લઘુતમ ભાવવધારો કર્યો છે.નવેમ્બર માસ સુધી આ ભાવ જાળવી રખાશે તેવો અંદાજ છે. ઉદ્યોગોના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઉત્પાદકો હાલ…
Maharashtra,તા.01 મહારાષ્ટ્રનાં બિડ જિલ્લાનાં અંબાજોગાઈ ગામનાં રહેવાસી 47 વર્ષીય રમાબાઈ રણવીરે પોતાની દીકરીઓનાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે એક સ્થાનિક મેરેથોનમાં ભાગ લીધો હતો. મુંબઈમાં એક અકસ્માતમાં પતિના અવસાન બાદ રમાબાઈ પર બંને દીકરીઓનો ઉછેર કરવાની જવાબદારી આવી પડી હતી. પોતાની દીકરીઓને સારું શિક્ષણ અપાવવાના સંકલ્પ સાથે તેઓ અંબાજોગાઈની એક એકેડેમીમાં રસોઈયા તરીકે કામ કરવા લાગ્યા હતા, જેથી તેમની દીકરીઓ ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે. સ્થાનિક સંસ્થા દ્વારા આયોજિત `અમૃત દોડ’ મેરેથોનમાં પ્રથમ ઈનામ રૂ. 3,000 હતું. રમાબાઈ સાધારણ સાડી પહેરીને સ્પર્ધામાં ઉતર્યા હતા. શરૂઆતમાં તેમણે ચપ્પલ પહેર્યા હતા, પરંતુ દોડતી વખતે ચપ્પલ લપસવા લાગતા તેમણે તે કાઢીને હાથમાં પકડી…
New Delhi તા, 1 ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારમાં મોટા પાયે ‘બ્લોક અને બલ્ક ડીલ્સ’ જોવા મળી છે. ઓગસ્ટ દરમિયાન રૂા.80,000 કરોડથી વધુ મૂલ્યના શેરનું ખરીદ-વેચાણ થયું હતું, જે જૂન 2025 પછીનો સૌથી મોટો આંકડો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તાજેતરમાં આવેલા ઉછાળા અને મજબૂત વલણને કારણે પ્રમોટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી (PE) રોકાણકારો માટે પોતાનો હિસ્સો વેચીને નફો રળવાની ઉત્તમ તક ઊભી થઈ હતી. આ મોટા સોદાઓ દ્વારા બજારમાં આવેલાં શેરના જંગી પુરવઠાને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ઝડપથી ખરીદી લેવામાં આવ્યો હતો. સરખામણી કરીએ તો જૂલાઈ મહિનામાં આવા સોદાઓનું કુલ મૂલ્ય લગભગ…
New Delhi,તા.01 દેશની ટોચની રાષ્ટ્રીયકૃત પંજાબ નેશનલ બેન્કની કરન્સી ચેસ્ટમાં રૂા.7.40 કરોડની સાચી અસલી નોટોના સ્થાને બનાવટી-નોટો ગોઠવીને બેન્ક સાથે મોટી છેતરપીંડીનો ઘટસ્ફોટ થયો છે. પી.એન.બી. તરીકે ઓળખાતા આ બેન્કની ઉતરપ્રદેશની સરહાનપુર બ્રાન્ચ જે કરન્સી ચેસ્ટની વ્યવસ્થા ધરાવે છે તેમાં બેન્કના જ અધિકારી અને બહારના વ્યક્તિઓએ ચાલાકીપુર્વક આ હેરાફેરી કરી હતી. આ અંગે હવે પોલીસે ફરિયાદ નોંધી બેન્કના ડિવિઝન મેનેજર રવિકુમાર, કરન્સી ચેસ્ટ મેનેજર કુમાર ચૌબે અને એક અધિકારી અમીતકુમારને શંકાસ્પદ આરોપી ગણાવ્યા છે.આ અંગે બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર નિશાસિંઘના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્કને મોકલાયેલા રેમીટન્સ (જમા ચલણી નોટો)માં રૂા.4.36 લાખની ઘટન આવી હતી. જેના કારણે બ્રાન્ચનું ઓડીટ થતા જ…
New Delhi,તા.01 તહેવારોની સાથે હવે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બોનસની સીઝન પણ આવી છે તે સમયે હવે સરકારી કર્મચારીઓને રૂા.7000 નહી પણ મહતમ રૂા.21000નું બોનસ મળે તેવા સંકેત છે. કેન્દ્રના કામદાર તથા રોજગાર મંત્રાલય દ્વારા રૂા.7000 અથવા જે લઘુતમ વેતન નિશ્ચિત કરાયુ છે તેમાંથી જે વધુ હોય તેના આધારે બોનસની ગણતરી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે પણ કર્મચારીઓ તરફથી નેશનલ કાઉન્સીલ ઓફ જોઈન્ટ ક્નસલ્ટેટીવ મશીનરીના સેક્રેટરી શિવા ગોપાલ મિત્રાએ તા.27ના એક પત્ર લખી કેબીનેટ સચીવ તથા સરકારની સમક્ષ બોનસ ગણતરી માટે લઘુતમ મર્યાદા રૂા.21000 ગણવા માંગ કરી છે. તેમની દલીલ છે કે, સરકારે જ લઘુતમ વેતનની રકમ રૂા.21000 જાહેર કરી…
