- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
ત્વચાની ચમક જાળવી રાખવા અને શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે, તમે સરસવના તેલ (‘સરવના તેલના ફાયદા ત્વચા માટે) નો ઉપયોગ કરી શકો છો. આ તેલ એવા ગુણધર્મોની ખાણ છે જે ઘણી સમસ્યાઓમાં અસરકારક છે. સરસવનું તેલ એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે જે ત્વચાની ઘણી સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ તેલ ત્વચાને પોષણ આપે છે અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. પરંતુ, જો તમને તેને લગાવવાની યોગ્ય રીત ખબર નથી, તો તે તમારી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે. તો ચાલો જાણીએ સરસવના તેલ લગાવવાના ફાયદા શું છે અને તેને લગાવવાની યોગ્ય રીત શું છે? શું ફાયદા…
Morbi,તા.23 Morbiના પ્રેમજીનગર ગામે દુકાનેથી લીધેલા માવાના પૈસાની માંગણી કરતા પૈસા આપવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી તલવાર, ધોકા અને પાઈપ વડે માર મારી ઈજા કરી હતી જે મારામારીમાં ગંભીર ઈજાગ્રસ્તનું યુવાનનું મોત થયું હતું જે કેસ કોર્ટમાં ચાલી જતા એક આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે તો મહિલાઓ સહીત પાંચ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૮-૧૧-૨૦૨૧ ના રાત્રીના અગિયારથી સાડા અગિયાર વાગ્યાના અરસામાં Morbi તાલુકાના પ્રેમજીનગર ગામમાં આરોપી સુરેશ ફરિયાદીના દીકરા ગુલાબભાઈ શેખવાની દુકાને માવા લેવા ગયો ત્યારે સુરેશ અગાઉ માવા લઇ ગયો તેના બાકી રાખેલા પૈસા…
Morbi,તા.23 Morbi વાંકાનેર હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું અકસ્માત બાદ વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મૂળ મધ્યપ્રદેશ હાલ ઢુવા નજીક સનરે સિરામિક ભવાની કાંટા પાસે રહેતા દયારામ બુધેસિંઘ ઉર્ફે બુધિયા ડાવર નામના યુવાને અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ દિલીપભાઈ ડાવર (ઉ.વ.૧૯) વાળા ગત તા. ૨૦ ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઢુવા ઓવરબ્રિજ ઉતરતા ટોપ સિરામિક સામે રોડ ક્રોસ કરતા હતા તાય્રે…
Morbi,તા.23 મોરબીમાં રહેતા યુવાને પાંચ ઈસમો પાસેથી ૧૬ લાખથી વધુની રકમ વ્યાજે લીધી હતી જેના વ્યાજ સહીત મંડળ ચૂકવી દીધા છતાં બળજબરીપૂર્વક ઉઘરાણી કરી બે મોટરસાયકલ, બેન્કના ચેક પડાવી લઈને તેમજ ફ્લેટના દસ્તાવેજની નકલ પોતાની પાસે રાખી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબીના રવાપર રોડ પર રહેતા જગદીશભાઈ કીર્તિભાઈ ગજ્જર (ઉ.વ.૩૯) વાળાએ આરોપીઓ રાજુભાઈ ડાંગર, ભાવેશ વઘાડીયા, પારસ ઉર્ફે ભોલુ મુકેશ જારીયા, કિશન મનુભા લાંબા ગઢવી અને ભરત કાનાભાઈ ચાવડા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ દશેક વર્ષ પૂર્વે વેચાણ કરવા ફ્લેટ લીધો હતો જેનું ફર્નીચર કામ રાખ્યું હતું…
Morbi,તા.23 મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે શહરેમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા ગત તા. ૧૩ થી ૨૦ સુધીમાં શહેરી વિસ્તારમાંથી કુલ ૧૦૨ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા મોરબી શહેરમાં દિવસ અને રાત્રીના સમયમાં વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરશોતમ ચોક, ઉમિયા સર્કલ અને રવાપર રોડ સહિતના વિસ્તારમાંથી ૧૦૨ રખડતા ઢોર પકડી ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તેમજ ઘાસ વેચાણ માટે નવ આસામીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ના મુકવા અનુરોધ કરવામાં આવ્યો છે
Morbi,તા.23 મોટા ભેલા ગામમાં નજીવી બાબતે બોલાચાલી અને મારામારી થવા પામી હતી જેમાં એક ઇસમેં માતા અને પુત્રને પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે માળિયા (મી.) તાલુકાના મોટા ભેલા ગામમાં રહેતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) ફરિયાદ નોંધાવી છે કે ગામમાં જ રહેતો આરોપી ભાવેશ ખેંગાર ગોહેલ બે દિવસ પહેલા શેરીમાંથી પોતાની ગાડી લઈને નીકળ્યો ત્યારે શેરીમાં રહેતા પ્રેમજીભાઈએ ગાડી ધીરે ચલાવવા કહ્યું હતું જેથી ભાવેશે તેની સાથે બોલાચાલી કરી હતી અને નજીકમાં ફરિયાદીના દીકરા જેન્તીલાલ આ વિષે એવું બોલ્યા હતા કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો ભાવેશ સાથે ઝઘડો થાય આમ વાત આરોપી સુધી પહોંચી જતા…
Morbi,તા.23 બગથળા ગામે રહેતા ૩૩ વર્ષના યુવાન ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે મોરબીના બગથળા ગામના રહેવાસી મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૨૨ ના રોજ સવારના ૧૦ : ૩૦ કલાક પહેલા કોઈપણ સમયે બગથળા ગામે આવેલ બગથળીયા મંદિર પાસે તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી યુવાન અકસ્માતે તળાવમાં ડૂબ્યો છે કે અન્ય કાઈ તે દિશામાં વધુ તપાસ ચલાવી છે
Jamnagar,તા.23 જામનગર ની ન્યુ સાધના કોલોની વિસ્તારના ઘર વિહોણા બની ગયેલા ૫૧૦ પરિવારો કે જેમણે આજે જિલ્લા કલેકટર કચેરી સમક્ષ જઈને પોતાને ઘરભાડું અપાવવા અથવા તો રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જામનગરમાં ન્યુ સાધના કોલોની આવેલી હતી. જેમાં ૫૧૦ જેટલા પરિવારો છેલ્લા ૨૦ વર્ષ થી ત્યાં વસવાટ કરતા હતા. એક વર્ષ અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કોલોની નું ડિમોલેશન કરાયું હતું, જેમાં ૫૧૦ ગરીબ પરિવારો બે ઘર બની ગયા છે.હાલની પરિસ્થિતિમાં તમામ પરિવારો તદ્દન ખરાબ પરિસ્થિતિમાં છે, અને મકાનના ભાડા ભરી શકતા નથી, રોડ ઉપર રહેવું પડે તેવી તમામ પરિવારોની…
Jamnagar,તા.23 જામનગરના દરેડ પાસે એક શખ્સ રાંધણ ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કરતો ઝડપાયો છે. તેના કબજામાંથી નાના મોટા અને ખાલી ભરેલા આઠ બાટલા કબજે કરાયા છે. જામનગરના લાલ૫ુર રોડ પર દરેડ નજીક એક શખ્સ ગેરકાયદેસર રીતે ગેસના બાટલા માં રીફીલીંગ કરતો હોવાની બાતમી પરથી ગઈ કાલે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે દરોડો પાડ્યો હતો.ત્યાંથી દરેડના ઈન્દિરા આવાસ પાછળ રહેતો નારણભાઈ ગાંડાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ સલામતીના કોઈપણ સાધન રાખ્યા વગર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરી રહ્યો હતો. સ્થળ પરથી ખાલી-ભરેલા અને નાના મોટા આઠ બાટલા તેમજ રેગ્યુલેટર, નોઝલ, વજનકાંટો…
Jamnagar,તા.23 જામનગર ની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને લોકઅપમાં નહીં મૂકવા માટે રૂપિયા આઠ હજાર ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં જ લાંચ નું છટકું ગોઠવાયું હતું, જેમાં બંને આબાદ ઝડપાઈ ગયા હતા. આ લાંચ ના પ્રકરણની વિગત એવી છે કે જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા કે જેઓ બંનેએ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારના એક આસામી ને અરજીની તપાસ માટે…
