Author: Vikram Raval

Jamnagar,તા.23 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા ખેડૂત બાબુભાઈ મૂળજીભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ સંતરામપુરના વતની દિનેશ મસુરભાઈ વાદી નામના ૨૦ વર્ષ ના શ્રમિક યુવાને પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સુભાષભાઈ મસુરભાઈ વાદીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર શ્રમિક યુવાન દિનેશ ની પત્નીએ તેનો મોબાઈલ ચેક કરવા લઈ લેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી,…

Read More

Jamnagar,તા.23 ઓપરેશન સિંદૂરની સફળતા અને માઁ ભારતી ની રક્ષા કરતા સૈનિકો ના શોર્ય શક્તિ ને બિરદાવવા માટે  જામનગર મહાનગર પાલિકા ના વોર્ડ નં ૯ ની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેના દ્વારા  “ઓપરેશન  સિંદૂર”ના વિજયને વંદન અને આપણા વીર જવાનો ના શોર્ય ને બિરદાવવામાટે આયોજિત વિશાળ તિરંગા યાત્રા (બાઈક રેલીમાં) માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશભાઈ બારડ, વર્તમાન સભ્ય બીમલભાઈ સોનછાત્રા, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધર્મિનાબેન સોઢા, અને ધીરેનભાઈ મોનાણી, ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા સેલના મૃગેશ ભાઈ દવે, તથા વોર્ડ નંબર ૯ ના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો,…

Read More

મહિલા સાથેનો આલિંગન કરતા  વિડીયો વાયરલ કરવાનો ભય બતાવી તોડ કરવાના  મનસુબા સોશિયલ મીડિયાના તોડબાજ પત્રકાર Rajkot,તા.23 સીસીટીવી કેમેરાના આઇડી-પાસવર્ડ મેળવી ફૂટેજ લીક કરી દેનાર મેન્ટેનન્સ કંપનીના કર્મચારીની શોધખોળ સમાચાર માધ્યમોના આડમાં ચોપાનિયાનું લાયસન્સ મેળવી સોશિયલ મીડિયાના પત્રકારોના તોડ પ્રકરણ છાસવારે સામે આવતા રહેતા હોય છે. તોડપાણી કરી સમાચાર માધ્યમોને બદનામ કરતા લેભાગુ અને કહેવાતા પત્રકારોનું વધુ એક તોડ પ્રકરણ સામે આવ્યું છે. રાજકોટની શૈક્ષણિક સંસ્થાના સંચાલક શાળા પરિસર સ્થિત તેમની ચેમ્બરમાં મહિલા મિત્રને આલિંગન કરતા હોય તેવો સીસીટીવી ફૂટેજ મેળવી લઇ વાયરલ કરી દેવાની ધમકી આપી રૂ. 25 લાખની ખંડણીની માંગણી કર્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. સમાજમાં બદનામ…

Read More

New Delhi,તા.23 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના પ્રમુખ વી. નારાયણને 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, ‘અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યા છે અને આશરે 3000 પરીક્ષણ હજુ બાકી છે. હાલ દિવસ-રાત યુદ્ધના ધોરણે ગગનયાન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. ગગનયાન કાર્યક્રમને ડિસેમ્બર, 2018માં મંજૂરી આપી હતી, જેનો હેતુ ભારતને માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતા પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ માણસોને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને લાંબાગાળાના માનવ અંતરિક્ષ સંશોધન માટે જરૂરી ટેક્નોલોજીને વિકસિત કરવામાં આવશે.’ વી. નારાયણને કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘આ વર્ષ અમારા માટે…

Read More

Dhorajiતા.23 ધોરાજીના બહારપુરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે કૌટુંબિક પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયુ હતું. સામસામે થયેલા હુમલામાં ધોકા, તલવાર, છરી ઉપરાંત છૂટા પથ્થરના ઘાં કરવામાં આવતા વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. હુમલામાં કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થયાં હતા જયારે બંને પક્ષે પોલીસે કુલ 14 મહિલાઓ સહીત 33 વિરુદ્ધ હુમલો, રાયોટિંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. મામલામાં ધોરાજીના બહારપુરા સ્થિત લાલશાહબાપુની દરગાહ પાસે રહેતા અને ડ્રાયવિંગનો વ્યવસાય કરતા 21 વર્ષીય યુવાન ફૈઝલભાઈ ઉર્ફે ફજલ અમીનભાઈ ગરાણાએ ધોરાજી સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા 16 કૌટુંબિકોના નામ આપતાં જણાવ્યું હતું કે, મારા પરીવારમાં પત્ની…

Read More

Washington,તા.23 અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફેરવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં. ટ્રમ્પ સરકારની શરતો પર ચાલવાનો ઈનકાર હાર્વર્ડ યુનિવર્સિટીને ભારે પડી રહ્યો છે. અગાઉ તેનું ફંડિંગ બંધ કર્યા બાદ હવે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરી દીધો છે. જો કે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ અમુક શરતો મૂકી છે. જો યુનિવર્સિટી આ શરતો 72 કલાકની અંદર સ્વીકારી લે, તો ત્યાં અભ્યાસ કરતાં લગભગ 6800 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે. ટ્રમ્પ…

Read More

વેપારીને માર મારી માથું ફોડી નાખનાર  ત્રણ અજાણ્યા શખ્સોં વિરુદ્ધ ગુનો Rajkot,તા.23 શહેરની ભાગોળે આવેલ નવાગામ આણંદપરમાં ભાભીને ભગાડી જનાર શખ્સના ભાઈને દિયર સહીત ચાર શખ્સોંએ પાઇપ વડે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.  વિજયભાઈના પત્નીને અમને સોંપી દો કહી અગાઉ બે વાર બોલાચાલી કર્યા બાદ પોલીસ સ્ટેશન ખાતે સાથે આવવાનું કહી વેપારી પર હુમલો કરી માથું ફોડી નખાયું હતું. મામલામાં નવાગામ(આણંદપર) શેરી નંબર-3 માં દ્રષ્ટિ વીલાની સામે રહેતા 38 વર્ષીય ફૂટવેરના વેપારી જીગરભાઈ ઉકાભાઈ વણકરિયાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો ભાઈ કૌશિકભાઈ આઠ દિવસ પહેલા અમને કોઈને કંઈ કહ્યા વગર વિજયભાઈની પત્ની નયનાબેનને લઈને જતો રહેલ હતો.…

Read More

Mehsana,તા.23 મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દીવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરપુરા ગામમાં મહાદેવવાળા વાસ વિસ્તારમાં મકાનના પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ…

Read More

Rajkot,તા.23 રાજકોટ જિલ્લામાં  ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામા આવ્યા છે.લોધીકા, ભાયાવદર અને ઉપલેટામાં  જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૧૩ પતા પ્રેમીને રૂ. ૭૮ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગાર સહિતની બદીને નેસ્ટ કરવા જિલ્લા અધિક્ષક હિમકર સિંહે  આપેલી સુચનના પગલે પોલીસે જિલ્લામાં જુગારના ચાર દરોણા પડ્યા છે. જેમાં લોધીકા પોલીસે  માખાવડ ગામ નજીક જુગારનો દરોડો પાડી જુગાર રમતો નાનજી ભલાભાઇ સોમૈયા, જયેશ હીરાભાઈ ચાંદપા, સુરેશ જીવાભાઇ લુણસિયાને ,રૂ. ૧૫.૫૦૦ની રોકડ સાથે તેમજ પાળ ગામ નજીક નવા બનતા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા, રાજકોટમાં રૈયા રોડ પર આવેલા સોજીત્રાનગર માં રહેતા ગીરીશ વાલજીભાઈ તંતી, માવડીના પ્રકાશ મનસુખભાઈ…

Read More

શરાબની ૧૩૭ બોટલ,૬૦ બિયરના ટીન અને મોબાઈલ મળી, રૂ. ૧.૩૧ લખનો મુદ્દામાલ કબ્જે: Jetpur,તા.23 જેતપુરમાં આવેલી ધારેશ્વર ચોકડી પાસે દાતાર તકિયા મસ્જિદની પાછળ  મુર્ધા કેન્દ્રની બાજુમાં આવેલા ફિલ્ટર પ્લાન પોલીસે વિદેશી દારૂનો દરોડો પાડી, શરાબની ૧૩૭ બોટલ, ૬૦ બિયરના ટીન અને બે મોબાઈલ મળે, રૂ. ૧. ૩૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર ઉદ્યોગ નગર પોલીસની  ટીમ પેટ્રોલિયમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાદરમાં સામાકાંઠે રહેતો હરેશ રવજી મકવાણા તથા અમરનગર રોડ પર રહેતો  યુવરાજ હરેશભાઈ બસીયા નામના શખ્સો ધારેશ્વર ચોકડી પાસે , દાતાર તકિયા મસ્જિદની પાછળ મુર્ગા કેન્દ્ર ની બાજુમાં આવેલા…

Read More