Author: Vikram Raval

Rajkot,તા.23 શહેરના માલવીયા નગર પોલીસ મથકની હદમાં આવેલ મવડી રોડ વિશ્વ નગર શેરી 11 માં રહેતા 60 વર્ષના પ્રૌઢા નું એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિશ્વનગર શેરી નંબર 11 મહુડી રોડ પર રહેતા હંસાબેન ભીમજીભાઇ ગાધેર 60 એ ગઈકાલે સવારે સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે એસિડ પી લેતા પરિવારજનોએ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે હંસાબેને અંતિમ શ્વાસ લીધા હતા, પ્રાથમિક તપાસમાં હંસાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીની સારવાર હેઠળ હોય દવા ચાલુ હતી અને છેલ્લા કેટલાક સમયથી બીમારીથી કંટાળી ગયા હતા. માનસિક બીમારીથી…

Read More

સમાધાનના બહાને યુવકને બોલાવી ત્રણ અજાણ્યા સહિત પાંચ શખ્સોએ તીક્ષણ હથિયાર અને ધોકા વડે માર માર્યો Rajkot,તા.23 શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ગુનાખોરીઓનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સ ની જેમ ઉછળી રહ્યો છે જેમાં ચોરી અને મારામારી સહિતના ગુનાઓ નોંધપાત્ર વધારો જોવા મળે છે.  શહેરના રૈયા ગામ  વિસ્તારમાં આવેલ જે કે પાર્કમાં યુવકને સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધોકા વડે ત્રણ મિત્રો ઉપર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતા યુનિવર્સિટી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ  હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરના રૈયા ગામ શેરી નંબર 1માં રહેતા ફરીદ ઓસમાન નોયડા નામના યુવાને રિયાન…

Read More

Rajkot,તા.23 શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ રૈયા રોડ ન્યુ અંબિકા પાર્ક 2 માં રહેતા આધેડ એ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ ન્યુ અંબિકા પાર્ક 2 વાળા દિલીપભાઈ ધનજીભાઈ ભગત ઉંમર વર્ષ 50 વાળાએ ગઈકાલે સાંજના સુમારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ તાત્કાલિક 108 ને બોલાવી હતી પરંતુ 108 ની ટીમે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો, મરનાર દિલીપભાઈ અપરણિત હોય તેમના બે ભાઈ હિંમતનગર અને મુંબઈ રહેતા હોય છેલ્લા કેટલાક સમયથી દિલીપભાઈ એકલતા ના કંટાળા અંગે વાતો કરતા…તા અને અંતે તેમણે કંટાળીને…

Read More

પીસીબીએ મોબાઈલ કબ્જે કરી , બૂકીની શોધ ખોળ  હાથ ધરી Rajkot,તા.23 શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા ફાયર બ્રિગેડની ઓફિસ નજીકથી પીસીબી ની ટીમે ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પંટરને  મોબાઈલ સાથે ઝડપી લઇ, બુકીની શોધ ખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીસીબી ની ટીમ બસ સ્ટેન્ડ  પાછળ ફાયર બ્રિગેડ ની ઓફિસ પાસે હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આર કે પાન પાસે  એક સખ્સ ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. પીસીબી ની ટીમ  આર.કે પાને પહોંચી  માહિતી મળેલા શખ્સનો મોબાઈલ ઝડપી ચેક કરતા તે, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ…

Read More

વર્ષો જુના કબજા વાળી પરિવારની ખેતીની જમીન ખાલી કરવા નોટિસ મળતા રીક્ષા ચાલક યુવાને પગલું ભર્યું.. Rajkot,તા.23 રાજકોટ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ મોટા મવા કરણ પાર્ટી પ્લોટ વાળી શેરીમાં રહેતા રિક્ષા ચાલક પરિવારને કબજા વાળી જમીન ખાલી કરવા મામલતદારની નોટિસ મળતા ફિનાઈલ પી લીધું હતું.કરણ પાર્ટી પ્લોટ વાળી ગલીમાં રહેતા લલીતભાઈ હરિભાઈ પરમાર 40 એ ઘેર જ ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.પારિવારિક સૂત્રો માંથી મળતી વિગત મુજબ લલીતભાઈ પરમાર નો પરિવાર મોટા મવા કરણપાર્ટી પ્લોટ વાળી શેરી નજીક ની જમીનમાં ખેતી કરે છે ,છ એકર જેટલી જમીન ખાલી કરવા મામલતદાર કચેરીની નોટિસ મળતા ફીનાઇલ પી…

Read More

દંપતી વચ્ચે થયેલી માથાકૂટ માં પાડોશીએ ખાર રાખી શ્રમિક ને માર મારી જ્ઞાતિ પ્રત્યે  હડધૂત કર્યા Rajkot,તા.23 શહેરના કાલાવડ રોડ પર આવેલા હોટલ પાસે આંબેડકર નગર શેરી નંબર 4 માં દંપતી વચ્ચે થયેલી સામાન્ય  બોલાચાલી નો ખાર રાખી પાડોશી યુવાન પર માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી અને ધમકી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા અંગેની સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા એસ.ટી એસસી સેલ દ્વારા તપાસ નો ધમધમાટ આદરીઓ છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલી સોટલ પાસે આંબેડકર નગર માં રહેતા વિનુભાઈ ઘેલાભાઈ પરમાર એ માનવ બ્રહ્માણી નામના શખ્સે ટીવી વડે માર મારી જાનથી મારી…

Read More

Ayodhyaતા.23 રામ નગરી અયોધ્યામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યા ફરી એકવાર ૩ જૂને ભવ્ય ઉત્સવ ઉજવવાની તૈયારીમાં વ્યસ્ત છે. ૩ જૂને રામ મંદિરમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ વખતે રામ દરબાર સહિત અન્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સંબંધિત બાંધકામ કાર્યોની સમીક્ષા બેઠક યોજાશે. સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા બેઠકમાં હાજરી આપશે. રામ મંદિરના નિર્માણ અંગે શરૂ થનારી ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં, કિલ્લાના પહેલા અને બીજા માળ સહિત છ મંદિરોના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. સપ્ત મંડપમના મંદિરોની સમીક્ષા કરવામાં આવશે. રામ મંદિરની લાઇટિંગની પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, રામ મંદિરમાં અવરજવર માટે સીડીઓ પર લગાવવામાં આવેલી રેલિંગ…

Read More

કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ મોદીએ કુલ રૂ. ૨૬ હજાર કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મુક્યા Bikaner, તા.23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતે ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના ૮૬ જિલ્લામાં રિડેવલપ કરાયેલા ૧૦૩ અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ રૂ. ૨૬૦૦૦ કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મુક્યા હતાં. આ પ્રોજેક્ટમાં ૧૦૦૦ કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો ૯૦૦ કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા. આ યોજનાનો ઉદ્દેશ…

Read More

વડાપ્રધાન મોદીએ બીકાનેરમાં કહ્યું કે આતંકીઓએ ધર્મ પૂછી અમારી બહેનની માંગનો સિંદૂર લૂછી નાખ્યું અને અમે આતંકવાદીઓને ઘૂંટણિયે પાડી દીધા Bikaner, તા.23 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બીકાનેરના પ્રવાસે છે. તેમણે બીકાનેરમાં ૨૬ હજાર કરોડ રૂપિયાની પરિયોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ અહીં કરણી માતાના દર્શન પણ કર્યા હતા. તેમણે પુનર્વિકસિત દેશનોક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ અમારી પ્રથમ સભા રાજસ્થાન સરહદ પર થઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ- ઓપરેશન સિંદૂર બાદ મારી પ્રથમ સભા ફરી રાજસ્થાનના બીકાનેરમાં તમારા લોકો વચ્ચે થઈ રહી છે. દુનિયાએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદ બને…

Read More

Rajkot, તા.23 રાજ્ય સરકારે પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે નર્મદાના પાણી છોડવાનુ જાહેર કર્યું છે જે અંતર્ગત રાજકોટના જળાશયો આજી અને ન્યારીમાં ૧લી જૂનથી નર્મદાના પાણી ઠલવવાનુ શરૂ કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ અગાઉ જ ચોમાસા પૂર્વના અંતિમ દિવસોમાં પાણીની સમસ્યા ન થાય તે માટે નર્મદાના પાણી આપવાની માંગણી કરી હતી તે અંતર્ગત સરકારે ૧લી જૂનથી પાણી આપવાનુ નક્કી કર્યું છે.

Read More