Author: Vikram Raval

Mumbai,તા.૨૨ સૂર્યકુમાર યાદવે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામે એક નવો અને મહાન રેકોર્ડ બનાવ્યો છે. હજુ સુધી કોઈ પણ ભારતીય બેટ્‌સમેન આ કરી શક્યો નથી. જોકે દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાએ ચોક્કસપણે એક વખત આવું કર્યું છે, હવે સૂર્યકુમાર યાદવે તેની બરાબરી કરી લીધી છે. સૂર્યા ભલે આ વર્ષની આઇપીએલમાં કોઈ મોટી ઇનિંગ રમી શક્યો ન હોય, પરંતુ તેણે પોતાની ટૂંકી અને પ્રભાવશાળી ઇનિંગથી એક રેકોર્ડ બનાવ્યો છે. કોઈપણ બેટ્‌સમેન માટે આનો મુકાબલો કરવો સરળ રહેશે નહીં. ટી ૨૦ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી, ટેમ્બા બાવુમા એકમાત્ર બેટ્‌સમેન છે જેમણે સતત ૧૩ ઇનિંગ્સમાં ૨૫ થી વધુ રન બનાવ્યા છે. તેમણે આ સિદ્ધિ વર્ષ…

Read More

મુંબઇ,તા.૨૨ કુલદીપ યાદવની ગણતરી ભારતના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. તેણે આઇપીએલમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. કુલદીપે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાયન રિકેલ્ટનને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. વાસ્તવમાં, કુલદીપે તેના આઇપીએલ કારકિર્દીમાં ૧૦૦ વિકેટ પૂર્ણ કરી છે. આ ચાઇનામેન સ્પિનરે ૯૭ આઇપીએલ મેચ રમ્યા બાદ ૧૦૦ વિકેટનો આંકડો પાર કરવામાં સફળતા મેળવી. મેચોના આધારે તે આઇપીએલમાં ૧૦૦ વિકેટ લેનાર ચોથો સૌથી ઝડપી બોલર બન્યો. આઈપીએલમાં ભારતીય સ્પિનર દ્વારા સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ અમિત મિશ્રાના નામે છે. તેણે ૮૩ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ પણ માત્ર ૮૩ મેચમાં આ સિદ્ધિ…

Read More

Mumbai,તા.૨૨ આઇપીએલના નિયમ મુજબ, ફિલ્ડિંગ ટીમ મેચ દરમિયાન કોઈપણ સમયે ઓન સાઈડ કે ઓફ સાઈડ પર ૫ થી વધુ ફિલ્ડરો રાખી શકતી નથી, જે નિયમનું મુંબઈ ઇન્ડિયન્સ ટીમ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મુંબઈ તરફથી ઇનિંગની પાંચમી ઓવર ફેંકી રહેલા વિલ જેક્સે પોતાની ઓવરના ત્રીજા બોલ પર પાંચથી વધુ ફિલ્ડરો ઓન સાઈડ પર રાખ્યા હતા જ્યારે તેણે ઓફ સાઈડ પર ફક્ત ત્રણ ફિલ્ડરો રાખ્યા હતા. ફિલ્ડ અમ્પાયરે તરત જ ભૂલ પકડી અને બોલને નો-બોલ જાહેર કર્યો, જેના કારણે આગળનો બોલ ફ્રી-હિટ બન્યો જેના પર વિપ્રાજ નિગમે સિક્સર ફટકારી. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે દિલ્હી કેપિટલ્સ સામે ખૂબ જ મહત્વપૂર્ણ…

Read More

New Delhi,તા.૨૨ બાંગ્લાદેશની ટીમ ૨૮ મેથી શરૂ થનારી ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે જવાની છે. પહેલા આ શ્રેણી પાંચ મેચની થવાની હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર બગડતી પરિસ્થિતિ બાદ હવે ફરીથી શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ ત્રણ મેચ રમાશે. આ ટી ૨૦ શ્રેણીના ત્રણેય મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, બાંગ્લાદેશ ટીમના ખેલાડીઓમાં પાકિસ્તાન જવાનો ડર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, તાજેતરના દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાંગ્લાદેશ ટીમના ફાસ્ટ બોલર નાહિદ રાણા ઉપરાંત, કોચિંગ સ્ટાફના બે સભ્યોએ પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. બીસીબી ક્રિકેટ ઓપરેશન્સના ચેરમેન નઝમુલ આબેદીન ફહીમે પાકિસ્તાન શ્રેણીમાંથી…

Read More

કેળાના પાન પર જમો અને જમાડો. શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. કેળના  પાન પર ભોજન કરવાથી તમને જંતુઓથી મુક્તિ મળી જશે જેને કારણે તમે બીમાર નહિં પડો. વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી દેવામાં આવે છે. તમે કહી શકો છો કે હિંદુ ધર્મ એક વૈજ્ઞાનિક પરંપરાનું જ નામ છે. હિંદુ માન્યતામાં વિવિધ ધાતુઓથી બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે…

Read More

વૈશ્વિક સ્તરે, વિશ્વના દરેક દેશ હજુ સુધી કોરોના વાયરસ (કોવિડ-૧૯) રોગચાળાને ભૂલી શક્યા નથી, અથવા એમ કહીએ કે તેઓ તેમાંથી બહાર નીકળી શક્યા નથી. આ દરમિયાન, કોરોના મહામારીના ઘણા પ્રકારો બહાર આવ્યા છે.પરંતુ મીડિયામાં આવી રહેલી માહિતી કે મે મહિનામાં ફરીથી દેખાયો કોરોના વાયરસ કોવિડ-૧૯ જેવો જ છે. જોકે, હાલમાં તેનો ફેલાવો વધુ ગંભીર બની રહ્યો છે, ખાસ કરીને હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડમાં. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. ભારતમાં પણ ૧૯ મે ૨૦૨૫ સુધીમાં ૨૫૭ કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક સ્થિતિમાં આવી ગયા છે, જોકે સરકાર…

Read More

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનનું સત્ય દુનિયાને જણાવવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાની રાજદ્વારી પહેલ અને આતંકવાદ પર ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિમાં પણ પક્ષીય રાજકારણ દુઃખદ છે. દુનિયાને આપવામાં આવી રહેલા ’એક દેશ-એક’ સંદેશમાં આવી રાજનીતિને કોઈપણ કિંમતે ટાળવી જોઈતી હતી. આ પહેલી વાર નથી જ્યારે આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવી રહ્યું હોય. ૧૯૯૪માં, નરસિંહ રાવ સરકારે કાશ્મીર પર ભારતનો વલણ રજૂ કરવા માટે વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગમાં મોકલ્યું, જેમાં સલમાન ખુર્શીદ પણ હાજર હતા. ૨૦૦૮ માં મુંબઈ આતંકવાદી હુમલા પછી પણ, મનમોહન સરકારે બહુપક્ષીય…

Read More

રણબીરે આ પહેલાં ૧૭ વર્ષ પહેલાં ભણસાલી સાથે કામ કર્યું હતું, એ પણ તેણે યાદ કર્યું હતું Mumbai, તા.૨૨ રણબીર કપૂર અને વિકી કૌશલ હાલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માં કામ કરી રહ્યા છે, તે તો જાહેર વાત છે, આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે, ત્યારે હવે ભણસાલીની ફિલ્મના અને આ ત્રણ સ્ટાર્સના ફૅન્સ ફિલ્મની કોઈને કોઈ નવી માહિતીની રાહમાં રહે છે. ત્યારે હવે તાજેતરમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે આ બંને કલાકારો ફિલ્મના પોતાના રોલ માટે શરીરમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મ માટે બંને ૧૦થી ૧૫ કિલો વજન ઘટાડવાની તૈયારી…

Read More

આ સ્પર્ધામાં ભાગ લેવાના પોતાના નિર્ણય અંગે નંદિનીએ જણાવ્યું કે તેનાં માતાપિતાએ તેને ઘણો સહકાર આપ્યો છે Mumbai, તા.૨૨ રાજસ્થાનના એક ખેડુત પરીવારમાંથી આવતી અને મોટી થયેલી નંદિની ગુપ્તાને અંદાજ પણ નહોતો કે તે એક દિવસ આવા મિસ ઇન્ડિયાના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે પોતાની આ સફરનું શ્રેય મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને આપે છે, તેમની સફરમાંથી નંદિનીને પ્રેરણા મળી છે.આ વર્ષે હૈદ્રાબાદમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાઈ રહી છે. ત્યારે મિસ ઇન્ડિયા ૨૦૨૩ નંદિની ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં તેને ઐશ્વર્યામાંથી કઈ રીતે પ્રેરણા મળી તે અંગે વાત કરી હતી. તેણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ફાઇનલના દિવસે ઐશ્વર્યા હૈદ્રાબાદમાં…

Read More

પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવા અંગે જાણ કરી દીધી છે Mumbai, તા.૨૨ ફિલ્મ ‘હેરા ફેરી ૩’ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ પરેશ રાવલની અચાનક આ ળેન્ચાઈઝીમાંથી બહાર થવાની જાહેરાતે ચાહકોને ચોંકાવી દીધા છે. હવે પરેશ રાવલના આ નિર્ણય પર સુનિલ શેટ્ટીએ મૌન તોડ્યું છે. સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના હેરા ફેરી ૩ માંથી બહાર થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આ દરમિયાન ભાર મૂકીને કહ્યું કે, પ્રતિષ્ઠિત પાત્ર ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ વિના આ ફિલ્મ બની જ ન શકે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, ‘આવું…

Read More