- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
New Delhi,તા.22 સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC)ના હેડક્વાર્ટર પર દરોડા પાડવા બદલ Enforcement Directorateનો ઉધડો લીધો છે. મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સી Enforcement Directorate (ED) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને મનસ્વી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ફિટકાર લગાવી હતી અને આ મામલે ચાલુ તમામ કાર્યવાહીને બંધ કરવા આદેશ આપ્યો છે. CJI ગવઈએ કહ્યું કે, આ ગુનો કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે નોંધી શકાય? તમે (ગુનામાં સંડોવાયેલા) લોકો વિરૂદ્ધ ગુનો નોંધી શકો છો. કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકાય. Enforcement Directorateએ તમામ હદો વટાવી છે. અમે સુનાવણી પર સ્ટે મૂકીએ છીએ. Enforcement Directorate સંપૂર્ણપણે બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી…
New Delhi,તા.22 ભારતીય વિદેશ મંત્રી S. Jaishankarએ સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ S. Jaishankarએ કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી રહ્યા હતા. ખાસ વાત એ છે કે, આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાએ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યું હતું. નેધરલેન્ડમાં એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન S. Jaishankarએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. મળતી માહિતી અનુસાર, S. Jaishankarએ એ વાત પર ભાર મૂક્યો કે, ભારતે…
Rajula,તા.22 Rajulaમાં પીવાના પાણી માટે નગરપાલિકા દ્વારા પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધાતરવડી ડેમ 1માં જૂની પાઇપ લાઇન જર્જરિત થતાં નગરપાલિકાની દ્વારા નવી પાઇપ લાઇન નાખવામાં આવતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ધાતરવડી ડેમ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોએ જેસીબી પર ચઢીને કામ બંધ કરાવવાનો પ્રયત્ન કરતાં પોલીસ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર Rajulaના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલો છે. તેમાં Rajula નગરપાલિકાની જૂની લાઇન નાંખેલી છે. તે જર્જરિત થતાં Rajulaમાં પીવાના પાણી માટે નવી પાઇપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનો ખેડૂતોનો…
Jamnagar,તા.22 Jamnagarની પોકસો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશીને ભારતીય દંડ સંહિતાની તથા પોકસો એકટની અલગ અલગ કલમો હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/- નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂા. ૨,૦૦,000/-ચુકવવાનો હુકમ કર્યો છે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી ધ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ગ્રાહય રાખી Jamnagar પોક્સો અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસની વિગત એવી છે કે, સને-૨૦૨૧ માં ફરીયાદી/ભોગબનનાર ધ્વારા આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશી ભોગબનનાર સગીરાના ઘરની બાજુમાં ભાડાના મકાનમા રહેતો હતો અને ભોગબનનાર આરોપીના ઘરે…
Jamnagar,તા.22 જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો, અને તેમાં સાત બાઈક સવારો દેખાયા હતા. જેથી પોલીસ દ્વારા આ મામલે બાઈક સવારની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે બાઈક સવારની અટકાયત કરી લેવામાં આવી છે, અને અન્ય પાંચ ની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણા ને ટ્રકના પાછળના ઠાંઠામાં ઠોકર વાગવાથી ગંભીર ઇજા થઈ…
Jamnagar,તા.22 Jamnagar નજીક સચાણા ગામના દરીયા કિનારે માછીમારી કરતી વેળાએ એક દુર્ઘટના બની છે, અને માછીમાર યુવાન પોતાની જ માછીમારીની જાળમાં ફસાઈ જતાં ડૂબી જવાથી કારણ મૃત્યુ નિપજ્યું છે. Jamnagar તાલુકાના સચાણા માં રહેતો અને માછીમારી કરતો જાફર રજાકભાઈ કકકલ નામનો ૩૪ વર્ષનો માછીમાર યુવાન ગત ૧૬ તારીખે સચાણા નજીક ના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો, અને પોતાની જાળમાં દરિયાના પાણીમાં અકસ્માતે માછીમારીની જાળમાં થઈ ગયો હતો અને દરિયાઈ પાણીમાં ડૂબવા લાગ્યો હતો.જેનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે આ બનાવ અંગે મૃતકના જાફર રજાકભાઈ પોલીસ જાણ કરતા એએસઆઈ કે. ક.માધણ બનાના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતદેહ ન…
Jamnagar,તા.22 જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાગર આનંદભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષના ખેડૂત યુવાને ગત બીજી તારીખે પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેથી તે બેશુદ્ધ બન્યો હતો, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા ૧૮ દિવસની સારવાર બાદ ગઈકાલે સાંજે તેનું મૃત્યુ-નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રવીણભાઈ આણંદભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતા પંચકોસી એ ડિવિઝનના એએસઆઈ ડી.એ. રાઠોડ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Jamnagar,તા.22 જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી ગઈકાલે મોડી રાત્રે સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડીમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને સજ્જડ પોલીસ પહેરા હેઠળ સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના બાંધકામોને દૂર કરી લેવામાં આવ્યા હતા, અને અંદાજે ૯,૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે મોડી રાત્રે પૂર્ણ કરી લેવામાં આવી હતી. ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા…
Jamnagar,તા.22 મૂળ ઉત્તર પ્રદેશના વતની તેમજ હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ખોલી ભાડે રાખીને રહેતા અને મજૂરી કામ કરતા રણજીત હરીશકુમાર મૌર્ય નામના ૨૦ વર્ષના પર પ્રાંતિય યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂમમાં લોખંડની આડશમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેથી ૧૦૮ ની ટુકડીને બોલાવી લેવામાં આવી હતી, અને તેઓએ નિરીક્ષણ કરતાં શ્રમીક યુવાન નું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હરીશકુમાર ચંદ્રસેન મોર્ય એ પોલીસને જાણ કરતાં પંચકોથી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.…
Jamnagar,તા.22 જામનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેક થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, અને ગઈકાલે સાંજે વધુ એક યુવાન હૃદય રોગના હુમલાથી મૃત્યુને ભેટ્યો છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં કેશુભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુરના વતની શ્રમિક નગીનભાઈ માનસિંગભાઈ નાયકા (ઉંમર વર્ષ ૩૦), કે જેને ગઈકાલે ખેતી કામ દરમિયાન અચાનક ચક્કર આવતાં બેશુદ્ધ થઈને પડી ગયો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી…
