- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
ક્રિકેટરે સોશિયલ મીડિયા પર આરજે મહવાશના શો પ્યાર પૈસા પ્રોફિટના દ્રશ્યો દર્શાવતી રીલ ફરીથી પોસ્ટ કરી Mumbai, તા.૨૨ ડેટિંગની અફવાઓ વચ્ચે, યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આરજે મહવાશને વેબ સિરીઝ પ્યાર પૈસા પ્રોફિટમાં તેના ડેબ્યૂ માટે અભિનંદન આપ્યા.યુઝવેન્દ્ર ચહલ ફક્ત આઈપીએલ ૨૦૨૫માં પંજાબ કિંગ્સ માટે તેના પ્રદર્શનથી જ સ્પોટલાઇટ ચોરી રહ્યો નથી. આ ક્રિકેટર મેદાનની બહાર પણ ધૂમ મચાવી રહ્યો છે. ચહલનું અંગત જીવન ફરી ચર્ચામાં આવ્યું છે કારણ કે તેણે તેના અભિનય ડેબ્યૂ પર આરજે મહવાશને અભિનંદન આપ્યા હતા.ક્રિકેટરે સોશિયલ મીડિયા પર આરજે મહવાશના શો પ્યાર પૈસા પ્રોફિટના દ્રશ્યો દર્શાવતી રીલ ફરીથી પોસ્ટ કરી. તેમની જાહેર પ્રશંસાના પ્રદર્શને ફરી…
અક્ષયે તેમના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે Mumbai, તા.૨૨ ચાહકો ‘હેરા ફેરી ૩’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના બંને ભાગ ખૂબ જ સફળ રહ્યા છે અને ચાહકો અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીને ‘હેરા ફેરી ૩’માં ફરીથી ધમાલ મચાવતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું પણ પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી. દરમિયાન, અક્ષય કુમારે ફિલ્મને નુકસાન પહોંચાડવા બદલ પીઢ અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને કાનૂની નોટિસ પણ મોકલી છે.જેના જવાબમાં પરેશ રાવલે કહ્યું કે નિર્માતા સાથે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૯૬ સામે ૮૧૩૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૨ સામે ૨૪૭૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ચાંદીના વાયદામાં રૂ.427 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.68ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.21701.71 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92003.67 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17831.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22023 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.113705.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21701.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92003.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22023 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1119.52 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17831.21 કરોડનાં કામકાજ થયાં…
New Delhi,તા.22 OpenAI હાલમાં આઉટેજનો શિકાર બન્યું છે, જેના કારણે એની ChatGPT સર્વિસ ડાઉન થઈ ગઈ છે. મોબાઇલ અને વેબ બન્ને પ્લેટફોર્મના યુઝર્સ પર એની અસર જોવા મળી છે. ભારતમાં ChatGPT સેવા આજે બપોરે 3:10 વાગ્યાની આસપાસ ડાઉન થઈ હતી. ફ્રી અને પ્રીમિયમ બંને યુઝર્સ પર પણ એની અસર થઈ છે. OpenAIની API સર્વિસ પણ અસરગ્રસ્ત થઈ છે, એટલે OpenAI સાથે સંકળાયેલી તમામ સર્વિસો પર તેની અસર પડી છે. જોકે, આ આઉટેજનું ચોક્કસ કારણ કંપની દ્વારા હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. OpenAIના સ્ટેટસ પેજ અનુસાર, કંપનીને આ મુદ્દાની જાણ છે. ChatGPT ન ચાલતા અથવા ખૂબ જ ધીમું પ્રતિસાદ આપતા…
Mumbai,તા.22 ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સીરિઝમાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત જેવા મોટા ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમતા દેખાશે. પરંતુ આ વચ્ચે Vaibhav Suryavanshiને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે Vaibhav Suryavanshi પણ ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે. BCCIની જુનિયર સિલેક્શન કમિટિએ ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત કરી દીધી છે. 16 સભ્યોની આ ટીમમાં એક નામ Vaibhav Suryavanshiનું છે. IPL 2025 માં રાજસ્થાન રોયલ્સની સફર પૂરી થયા બાદ Vaibhav Suryavanshiએ રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ…
Mumbai,તા.22 Delhi Capitals IPL 2025માં શરૂઆત તો શાનદાર કરી પરંતુ બાદમાં ટીમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું અને તેનું પ્લે ઓફનું સપનું ચકનાચૂર થઈ ગયું. બુધવારે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 59 રનથી હાર બાદ Delhi Capitals ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ ઉપરાંત Delhi Capitalsના એક મુખ્ય બોલરને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટની સજા મળી છે. મુકેશ કુમારને આચારસંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-1 ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ પહેલા બુધવારે વાનખેડે મેદાનમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને નમન ધીરે છેલ્લી બે ઓવરમાં…
Mumbai,તા.22 IPL 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આઈપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે કોઈ ટીમ પોતાની શરૂઆતની ચાર મેચ જીત્યા પછી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું માનવામાં આવતું હતું કે દિલ્હીની ટીમ ક્વોલિફાય થઈ શકશે પરંતુ અંતે નસીબે દગો આપ્યો અને મુંબઈ મેચ જીતી ગઈ. દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 73 રનની ઇનિંગ રમી હતી, જ્યારે Jasprit Bumrahએ12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. Jasprit Bumrah અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ રહી. આ મેચમાં Jasprit…
North Korea,તા.22 North Koreaનું એક યુદ્ધ જહાજ અકસ્માતે લૉન્ચિંગ સમયે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. યુદ્ધ જહાજના લૉન્ચિંગ સમયે North Koreaના તાનાશાહ કિંમ જોંગ ઉન પણ હાજર હતા અને તેમની આંખો સામે જ આ અકસ્માત થયો. ત્યારબાદ ગુસ્સામાં આવેલા કિમ જોંગ ઉને ગુનેગારોને સજા આપવાની જાહેરાત કરી દીધી. North Koreaના પૂર્વોત્તર બંદર પર બુધવારે સમારોહમાં દુર્ઘટના કિમ માટે શરમજનક ઘટના હતી. ત્યારબાદ તેમણે દોષિત અધિકારીઓને સજા આપવાની જાહેરાત કરી. આ માટે બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કિમે સૈન્ય અધિકારી, વૈજ્ઞાનિકો અને શિપયાર્ડ સંચાલકોને આ ઘટના માટે દોષિત ઠેરવ્યા. તેમણે આ ઘટના માટે ગંભીર બેદરકારી અને વૈજ્ઞાનિક સમજની ઉણપને…
New Delhi,તા.22 ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર (India-US Trade Deal) મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ ટૂંકસમયમાં પૂરી થવાનો આશાવાદ છે. જેમાં ભારત અમેરિકા પર ટેરિફનો બોજો દૂર કરશે તેવી અટકળો વહેતી થઈ છે. જેના પર સ્પષ્ટતા આપતાં વિદેશ મંત્રી S. Jaishankarએ જણાવ્યું છે કે, આપણે સૌએ હાલ રાહ જોવી જોઈએ. અંતે શું નિર્ણય લેવાય તે નક્કી નથી. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેરિફ ડીલ 9 જુલાઈ પહેલાં પૂરી થાય તેવો અંદાજ છે. જુલાઈ સુધી માત્ર ટેરિફ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકશે. જુલાઈ બાદ દ્વિપક્ષીય વેપાર મુદ્દે ચર્ચા થશે.S. Jaishankarએ આગળ કહ્યું કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા…
