- ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
- Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
- Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
- Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
- Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
Author: Vikram Raval
Gandhinagar,તા.14 રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. 12મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા (ટાઈમલાઈન) નક્કી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી (SMS કે ઈ-મેઈલ) ઈ-ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે કાગળ પરનું ભૌતિક (ફિઝિકલ) ચલણ મોકલવા માટે…
(મિલાપ રૂપારેલ) Amreli ,તા. 14 આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે અમરેલી પધારી, નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાસુમન…
Rajkot, તા.14 શ્રાવણ માસ શરૂ થઇ ચૂકયો છે ત્યારે આ મહિનાના તમામ પવિત્ર સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાનાઓ બંધ રાખવા કોર્પો.એ ફરી જાહેરનામું બહાર પાડયું છે. જોકે દર વખતની જેમ આ જાહેરનામું માત્ર સરકારી રેકર્ડ મુજબનું રહેશે કે ખરેખર તેનો અમલ થશે તે સવાલ રહેલો છે. આગામી તા.17-8, ર4-8, 31-8, તા.7-9ના રોજ શ્રાવણ માસના સોમવાર નિમિત્તે તથા તા. 4-9ના રોજ જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 3ર9 અને 336…
Surendranagar, તા.14 સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં બે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે લોકમેળા યોજવામાં આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ મહાનગરપાલિકા ખુદ લોક મેળા નથી કરતી અને કોન્ટ્રાક્ટરોને ગ્રાઉન્ડ ભાડે આપી અને લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાન ખાતે ચાલુ વર્ષે લોક મેળા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ મેળાના મેદાન ની બેજ પ્રાઇસ 51 લાખ અને સુરેન્દ્રનગર મેળાના મેદાનની બેઝ પ્રાઇઝ 41 લાખ જેટલી રાખવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકામાં બંને લોકમેળાના ગ્રાઉન્ડ ફાળવણી માટે કોન્ટ્રાક્ટરોને…
(મિલાપ રૂપારેલ) Amreli, તા.14 સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના ખેડૂત સુરાગભાઈ ધાધલ સહિત ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જમીન મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતના આક્ષેપ મુજબ, તેમના વડીલોપાર્જિત હક્કની જમીન ખાલી કરી દેવા માટે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ તેમની સામે લેન્ડ ગે્રબિંગ હેઠળ અરજી કરવામાં આવી હોવાનો પણ ખેડૂતે આક્ષેપ કર્યો છે. આ મામલે સાવરકુંડલાના નાયબ કલેક્ટર દ્વારા સુરાગભાઈ ધાધલને રૂબરૂ હાજર રહી આધાર-પુરાવા રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, નાયબ કલેક્ટર…
(મિલાપ રૂપારેલ) Amreli , તા.14 રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલી શહેરમાં યોજાયેલી આ યાત્રામાં 10 હજારથી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. અમરેલીના પોલીસ પરેડ મેદાનથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રામાં 300 મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાથમાં તિરંગા અને હૃદયમાં રાષ્ટ્રભક્તિ સાથે મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર અમરેલી શહેરનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબહેન…
Amreli,તા.14 દેશની આન, બાન અને શાન સમાન ત્રિરંગાની શાનમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક અદભુત અને અકલ્પનીય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યો, શિક્ષકગણ હોમગાર્ડ જવાનો અને પોલીસ જવાનો પણ શિસ્તબદ્ધ રીતે જોડાઈને આ રાષ્ટ્રવ્યાપી ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.
(મિલાપ રૂપારેલ) Amreli, તા.14 આગામી 15મી ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે અમરેલી શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ અમરેલીની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત સમાન રાજમહેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો. કેતન કાનપરિયા દ્વારા રાજમહેલના ઇતિહાસ, તેની સ્થાપત્ય વિશેષતાઓ તથા અમરેલીની ઐતિહાસિક વિરાસત અંગે રસપ્રદ અને માહિતીસભર વિગતો આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને રાજમહેલ સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક બાબતોથી અવગત કરાવી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ હેરિટેજ વોકમાં જિલ્લા યુવા…
(મિલાપ રૂપારેલ) Amreli, તા.13 અમરેલી SOG ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી SOG ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે સાવરકુંડલા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આમવેલ જલારામ બેકરીમાંથી 6.8 કિલો તથા ઈલોરા બેકરીમાંથી 1.1 કિલો, એમ કુલ 7.9 કિલો એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થના જથ્થા અંગે સાવરકુંડલા ખાતે રહેતા મોન્ટુભાઈ સુરેશભાઈ ગણાત્રા તથા મોહિતભાઈ મુકેશભાઈ…
Amreli,તા.14 અમરેલી એલ.સી.બી.પોલિસ ઇન્સ. સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે બાતમી મળેલ કે, ખાંભા પોલિસ સ્ટેશનના ગુનામા નાસતો ફરતો આરોપી દિપકભાઇ જગદીશભાઈ ખત્રી (રહે.સુઇગામ જિ.બનાસકાંઠા) વાળો ગાંધીનગર ખાતે હોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ ટીમ ગાંધીનગર ખાતે જઈ આરોપીને એન્ટેલીયા એપાર્ટમેન્ટ, રીધમ હોસ્પિટલ, રાયસણ, ગાંધીનગર ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ખાંભા પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.
