- Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
- India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
- Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
- America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
- ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
- US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
- પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
- Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
Author: Shri Nutan Saurashtra
Morbi તા. 2 1 મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ’ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી નિર્મલભાઇ જારીયા તથા તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત જણાવ્યુ હતું કે, આપણું ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર એક આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે ડંકો વગાડ્યો છે. ગુજરાત વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહીને ભારતની વિકાસયાત્રાનું એન્જિન સાબિત થયું છે, જેનો શ્રેય દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય…
Morbi તા 2 વાંકાનેરના વિનયગઢ ગામે રહેતો યુવાન પોતાની વાડી હતો ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા લેતા સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા વજુ રણછોડભાઈ રાઠોડનો 18 વર્ષનો દીકરો દેવરાજભાઈ વજુભાઈ રાઠોડ વાડીએ હતો ત્યારે તેણે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી પ્રથમ વાંકાનેર બાદ તેને બોટાદ અને રાજકોટ સુધી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આધેડ સારવારમાં માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા પાલાભાઈ કાથડભાઇ રબારી (54) નામના આધેડ ઘરે હતા…
Junagadh તા.2 કેશોદ તાલુકા ના પંચાળા ગામે ઘરકંકાશ ને લયને પતિએ પત્નીને કુહાડી ના ઘા ઝીંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતાં તેમને સારવાર અર્થે તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કેશોદ ના પંચાળા ગામે રહેતા રમિલાબેન મનસુખભાઈ ને કોઈ ઘર કંકાશ ને લયને તેના પતિ દ્વારા તેમના પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલામાં તેમને ગળાને ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ વધુ…
Junagadh તા.2 જુનાગઢ નવી આરટીઓ ઓફીસમાં આરટીઓ ઈન્સ. પંચાલએ રિવોલ્વર બતાવી માફી મંગાવી લાફા માર્યાની અને આરટીઓમાં ન આવવા અપમાનીત કર્યાની ફરીયાદ નોંધાઈ હતી. ઝાંઝરડા રોડ પર રહેતા અને આરટીઓ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરતા મીનીલ ઉર્ફે ધર્મેશભાઈ બાબુભાઈ રાઠોડની ફરીયાદ અનુસાર આરટીઓ ઓફીસ ખાતે ગત નવેમ્બર માસમાં અસીલને ડ્રાઈવીંગ ટેસ્ટ સમજાવવા ગયા હતા ત્યારે આરટીઓ ઈન્સ. પંચાલએ અહીં કેમ આવ્યો છે તેમ કહી વાળ પકડી ઓફીસમાં લઈ ગયા હતા ત્યાં ચારેક ઝાપટો મારી પોતાની પાસેની રિવોલ્વર બતાવી ધમકાવી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી માફી મંગાવી વીડિયો ઉતાર્યો હતો. ફોન ઉપર પણ ધમકી આપી કચેરીમાં બોલાવી હવે કયારેય અહીં કચેરીમાં નહી આવવું…
Junagadh તા.2 ટ્રાફીક નિયમનો ખુલ્લાઆમ ભંગ કરનારા સામે પોલીસે ગઈકાલે 1 મેથી સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી છે. જુનાગઢ સરકારી કચેરીઓ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં ચાર કર્મીઓ સહિત 10 વાહન ચાલકો દંડાયા હતા. 1 મેથી 31 મે અક માસ સુધી રાજયવ્યાપી હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ થયો છે. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ટ્રાફીક પીએસઆઈ એસ.એન. જાડેજા, પી.કે. ઝાલાની ટીમે ગઈકાલે સરકારી કચેરીઓ આસપાસ હેલ્મેટ ડ્રાઈવ ગોઠવી ચાર કર્મીઓ સહિત 10 વાહન ચાલકોને હેલ્મેટ વગર પકડી રૂા.5000નો દંડ વસુલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ હેલ્મેટ ડ્રાઈવ 31 મે સુધી ચાલુ રહેશે દરેક વાહન ચાલકો…
Junagadh,તા.02 તાજેતરમાં જ લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન 11 લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ દ્વારા તાલુકાની માંડાવડ પ્રાથમિક શાળા ખાતે “ગુજરાત સ્થાપના દિવસ” ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ તેમજ સંવાદ સાથે નો અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ સ્પર્ધામા સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા ફૂલ સ્કેપ ચોપડો, બોલપેન, લાયન્સ બેગ તેમજ સન્માનપત્ર એનાયત કરી પુરસ્કૃત કરી લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે લાયન વર્ષ 2025/26 સ્લોગન “નીડ…
Junagadh,તા.2 જુનાગઢના કોયલી ગામ નજીક તાલાલા પંથકના આધેડે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યાનો બનાવ જાહેર થયો છે. મુળ તાલાલાના આબળાસ ગામના રહીશ હાલ પરબ રોડ ખોડીયારનગર ખાતે રહેતા કાળાભાઈ હદાભાઈ પંપાળીયા (ઉ.56)ના પત્નિનું બે વર્ષ પહેલા મોત થવા પામેલ બાદ એકલવાયુ જીવન જીવતા હોય તેમજ માનસિક સ્થિતિ સારી ન હોય ગત તા.27/4ના અબળાસ ગામેથી નીકળી જુનાગઢ કોયલી ગામ નજીક રેલ્વે પાટા પોલ નં.109-16, 1 તથા પોલ નં.110-1ની વચ્ચે ટ્રેનની હડફેટે આવી જતા માથાનો ભાગ છુંદાઈ જવા પામેલ તથા છાતીનો ભાગ ફાટી જવા પામેલ. શરીરે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
(મિલાપ રૂપારેલ) Amreli, તા.ર મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફાસ ફાઇલ મોકલી અને મોબાઇલ ફોન હેક ક્રિક બેન્ક ખાતું ખાલી કરી નાંખી લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરી ઓળવી જઇ ઠગાઇ કરવા અંગેની અનેક ફરિયાદ ઉઠવા પામેલ છે. ત્યારે અમરેલીમાં વધુ એક આધેડ આવી ઠગાઇનો ભોગ બનતાં પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં આવેલ ગોકુલ ગાર્ડન, શેરી નં.1, માં રહેતાં કમલેશભાઇ હરેશભાઇ વ્યાસ, નામનાં 49 વર્ષીય આધેડના મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફાસ ફાઇલ મોકલી અને ખોટી ઓળખ ઉભી કરી આધેડનો મોબાઇલ ફોન હેક કરી લઈ આધેડના બેંક અકાઉન્ટમાંથી અલગ અલગ ચાર જેટલાં ટ્રાન્જેક્શન કરી કુલ રકમ રૂપિયા 1,07,000 ટ્રાન્સફર કરી આધેડના…
(મિલાપ રૂપારેલ) Amreli, તા.2 અમરેલી જિલ્લાનાં ધારી પંથકમાં એક વૃધ્ધે આર્થિક પરીસ્થતિ નબળી હોવાના કારણે તથા લાઠી પંથકમાં એક 22 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. ધારી તાલુકાના સરસીયા ગામે રહેતાં રાવતભાઇ ઘુસાભાઇ વાળા નામનાં 62 વર્ષીય વૃધ્ધની આર્થિક પરીસ્થતિ નબળી હોવાના કારણે તેઓ માનસીક ટેન્શનમાં રહેતાં હોય તેમણે ગત તા.29 ના રોજ 12/30 વાગ્યાથી તા.30 ના સાંજનાં 4 દરમિયાન સરસીયા ગામની સીમમાં આવેલ કુવામાં પડી જઇ તેમનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બીજા બનાવમાં લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી કિરણબેન સાગરભાઇ…
(મિલાપ રૂપારેલ),Amreli તા.2 અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજયની સુચના તથા માર્ગદર્શન આપેલ હતી. જે અનુસંધાને ગત તા.15 ના રોજ હસમુખભાઇ નાગજીભાઇ મોણપરા (રહે.સમઢીયાળા તા.બગસરા) વાળા બહારગામ ગયેલ હતા, તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે સમઢીયાળા ગામે જાંજરીયા રોડ ઉપર આવેલ તેમની ખેતીની જમીનમાં લગાવેલો એક લોખંડનો ડેલો (દરવાજો) ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગેની હસમુખભાઇ દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. જે અંગે બગસરા પોલીસ ઇન્સ્પે. વી.કે.ગોલવેલકરના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સંદિગ્ધ વ્યક્તિઓની ખાનગી રાહે તપાસ ચલાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ચોક્ક્સ બાતમી…
