- Pickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]
- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
Author: Vikram Raval
Rajkot,તા.૧૨ રાજકોટમાં વ્યાજખોરની હવસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપવાના બહાને પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો આરોપ છે. આરોપી હુસેન ગોપલાણીએ ૧૪ ટકા વ્યાજે રૂપિયા આપવાની વાત કરી પરિણીતાને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આરોપીએ પરિણીતાની મરજી વિરુદ્ધ બે વખત શારીરિક સંબંધ બાંધ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી હુસેન ગોપલાણીને ઝડપી લીધો છે. રાજકોટમાં વ્યાજના પૈસાની આડમાં પરિણીતાનું શોષણ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ૩૮ વર્ષીય પરિણીતાએ હુસેન ગોપલાણી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મહિલાના પતિએ…
Rajkot,તા.૧૨ રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીને મિલકતમાં ભાગ આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પુત્રના અવસાન બાદ પુત્રવધૂ અને બે પૌત્રી દ્વારા મિલકતમાં ભાગ માગવામાં આવતો હતો અને ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો ૭૪ વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. બનાવમાં વૃદ્ધ સસરાને હીંચકેથી નીચે પાડી દેવા તથા રસોડામાં તેલ અને પાણી ઢોળી લપસાવી દેવાના પ્રયાસો કર્યાની વિગતો સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલી ભગીરથી લીલા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન તથા પૌત્રીઓ પંછી અને ભવ્યા સામે તાલુકા પોલીસ મથકમાં…
Chhota Udepur,તા.૧૨ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવાતા રૂ.૧૦૦ કરોડથી વધુના વાર્ષિક વિકાસ ભંડોળના આયોજનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વિકાસ કામોની ફાળવણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને અવગણવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના સાત આદિવાસી બહુલ તાલુકા- નસવાડી, બોડેલી, સંખેડા, પાવીજેતપુર, કદવાલ, છોટાઉદેપુર અને કવાંટના વિકાસ માટે દર વર્ષે મોટું બજેટ ફાળવવામાં આવે છે. સ્થાનિક નેતાઓના આક્ષેપ મુજબ, નિયમિત આયોજન પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયતના સભ્યોની ભલામણોને મહત્વ આપવામાં આવે છે. જોકે આ વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા અનેક…
Vadodara,તા.૧૨ વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે ફ્લેટમાં ચાલી રહેલા કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પ્રકૃતિ ફ્લેટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વાંધાજનક લાઈવ વીડિયો કોલ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ કામગીરી માટે સ્ટ્રીપચેટ નામના પ્લેટફોર્મનો ઉપયોગ થતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, યુવતીઓને ફ્લેટ પર બોલાવી વિદેશી તેમજ સ્થાનિક ગ્રાહકો સાથે ઓનલાઈન વીડિયો કોલ કરાવવામાં આવતા હોવાનો પોલીસનો આરોપ છે. આ સમગ્ર પ્રવૃત્તિ ફ્લેટમાંથી ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હોવાની…
Mehsana,તા.૧૨ મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલી ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના આશરે ૩.૪૪ કરોડની ઉચાપતના કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં કોર્ટે ફરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ કરીને ૪૫ દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા પોલીસ તંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટના આ આદેશ બાદ બેંકના કરોડો રૂપિયાના કથિત કેશ કૌભાંડમાં ફરી તપાસનો દોર શરૂ થવાની સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને બેંકના કર્મચારીઓની કથિત બેદરકારી અથવા સંડોવણીના આક્ષેપોને લઈને તપાસ આગળ વધવાની શક્યતા છે. મળતી વિગતો પ્રમાણે, એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ દરમિયાન બેંકના કેશિયર સચિન પટેલ દ્વારા તબક્કાવાર રીતે આશરે ?૩.૪૪ કરોડની રકમની…
Mehsana,તા.૧૨ વિસનગર એપીએમસી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેની વ્યવહારુ પદ્ધતિઓ અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. તેમણે ઓછા ખર્ચે ખેતી કરીને ઉત્પાદન વધારવા તેમજ ખેતીમાં થતા બિનજરૂરી ખર્ચને ઘટાડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાસાયણિક ખેતીમાં એક એકર પાછળ અંદાજે રૂ.૨૦ હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચ આશરે રૂ.૨ હજાર સુધી રહી શકે છે. તેમના જણાવ્યા મુજબ…
Ahmedabad: SG હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટના, ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું
Ahmedabad,તા.૧૨ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટી અને છારોડી તળાવ સામે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન ’ટ્રેમોન્ટ એડલીપ’ નામની ૩૨ માળની હાઈરાઈઝ બિલ્ડિંગની ટોચ પર આવેલી ક્રેન સાથે લટકીને એક યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. અંદાજે ૩૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ ક્રેન સાથે મજૂરનો મૃતદેહ લટકતો જોઈને આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સ્થાનિકો અને આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ સવારે આશરે ૮ વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે પણ યુવક ક્રેન પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવકે મોડી રાત્રે જ આ ખૌફનાક પગલું ભર્યું હતું,…
Surat,તા.૧૨ શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામના લક્ષ્મણનગર ખાતે તાજેતરમાં મોડી રાત્રે થયેલી નિર્મમ હત્યાના કેસમાં પોલીસે બાકી રહેલા ૨ ફરાર આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પણ પોલીસે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે અગાઉ ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ લોહિયાળ ઘટનાની વિગત એવી છે કે, ગત ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે પોણા એક વાગ્યાના અરસામાં પ્રવિણ ઉર્ફે આંબા આધાર શિરસાઠ અને તેના મિત્ર ભુષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ વચ્ચે માત્ર જમવા બાબતે…
Mehsana,તા.૧૨ શહેરમાં આવેલી જાણીતી ’સન્માન જ્વેલર્સ’ નામની શોપમાં તસ્કરોએ હાથસફાઈ કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓની ટોળકીએ દુકાનમાં પ્રવેશી વેપારીના પિતાની નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૯,૫૨,૦૦૦ના મુદ્દામાલની ઉઠાંતરી કરી લીધી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વિસનગરમાં જ્વેલરીનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ પટેલ ૮ ઓગસ્ટના રોજ કોઈ પ્રસંગમાં ગયા હોવાથી દુકાને તેમના વૃદ્ધ પિતા એકલા હાજર હતા. આ સમયે ખરીદીના બહાને ત્રણ અજાણી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી. આ મહિલા ગેંગ પૈકી બે મહિલાઓએ વૃદ્ધને વાતોમાં પરોવીને ખરીદીના બહાને વ્યસ્ત રાખ્યા હતા, જ્યારે ત્રીજી…
Ahmedabad,તા.૧૨ શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદની કેતન સ્કૂલ વિવાદમાં સપડાય છે અહીં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને શાળાની કેન્ટીનમાં તપાસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદની અન્ય ખાનગી શાળાઓ કે, જે કેન્ટીન ચલાવે છે ત્યાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. શીલજની આનંદની કેતન સ્કુલની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે. આનંદની કેતન સ્કૂલ જેવી ઘટના શહેરની અન્ય શાળાઓમાં ન બને તે…
