- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
મારામારીના બનાવે પહોંચેલી જનરક્ષક ટીમ સાથે જીભાજોડી, મોબાઇલમાં વીડિયો ઉતારી ઝાપટ મારી ધમકી આપ્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૭ જામનગરના સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૧૨ જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અંધેરાની ફરિયાદના આધારે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સામે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો, ગાળાગાળી અને ધમકી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ અધેરા ગુરુવારે બપોરે ૧૧૨ જનરક્ષક મોબાઇલમાં ડ્રાઇવર અજયસિંહ અખુભા સોઢા સાથે ફરજ પર હતા. દરમિયાન બુરહાન મોઈસભાઈ મેટ્રનવાલાનો ફોન મળતા તેઓ કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પાસે પહોંચ્યા હતા. ત્યાં બુરહાને જણાવ્યું હતું કે સોભાન ફારૂકભાઈ મકવાએ વાહન અથડાવી બોલાચાલી…
નુકસાનનો ખર્ચ માગી મામાને બોલાવી મારપીટ, ૧૧૨ની પોલીસ સમક્ષ પણ હોબાળો; બે શખ્સો સામે ગુનો નોંધાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૭ જામનગરના કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં વાહનની સામાન્ય અથડામણ બાદ થયેલા ઝઘડામાં વેપારી પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસમાં બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી બુરહાન મોઈસભાઈ મેટ્રનવાલા (ઉ.વ. ૩૧), રહે. બુરહાની પાર્ક, કાલાવડ નાકા બહાર, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સુઝુકી લેટ્સ મોટરસાયકલ પર ગોલ્ડન સોસાયટીથી ઘરે પરત ફરી રહ્યા હતા. પોતાના ઘર પાસે પહોંચીને મોટરસાયકલ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૭ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટિયા પાસે આવેલા શિલ્પન સોલાર કંપનીના બોર્ડ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે કાલાવડના વેલનાથ ચોક, મીઠીવીરડીના પુલ પાસે કુંભનાથપરામાં રહેતા વિશાલભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ. ૧૯)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૨૬ જુલાઈના રોજ તેઓ પોતાના કાકાના પુત્ર હાર્દિકભાઈ રાજુભાઈ પરમાર સાથે કાકાની એક્ટિવા લઈને પડધરી તાલુકાના હીદડ ગામે કામસર ગયા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે બપોરે આશરે ત્રણ વાગ્યે મોટા વડાળા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૭ જામનગર તા ૭, જામનગર શહેરમાં ઘરમાં દારૂના નશામાં તોફાન મચાવવાના બે અલગ-અલગ બનાવોમાં પરિવારજનો દ્વારા ૧૧૨ ઇમર્જન્સી સેવામાં ફોન કરાતા પોલીસે કાર્યવાહી કરી હતી. બંને બનાવોમાં પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને દારૂ પીવા માટેનો કોઈ પરમિટ રજૂ કરી શક્યા ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પ્રથમ બનાવ એરફોર્સ રોડ સ્થિત ડિફેન્સ કોલોનીનો છે. અહીં પ્રિયાબેન લક્ષ્મણભાઈ રાય (ઉ.વ. ૨૨)એ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ મનીષભાઈ લક્ષ્મણભાઈ રાય (ઉ.વ. ૨૮) તા. ૫ ઓગસ્ટની રાત્રે દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવી રહ્યા હતા. જેથી તેમણે ૧૧૨ ઇમર્જન્સી સેવામાં…
(નયના દવે દ્વારા) Jamnagarતા.૭ જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે ૮૦ વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને વેપાર કરતા લાલજીભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ. ૫૪)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કુટુંબી ભાઈ કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ. ૮૦), જે ભંગાર વીણી ગુજરાન ચલાવે છે, તેઓ તા. ૩ ઓગસ્ટની મધરાત્રિએ ભંગાર વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે આશરે ૧૨ વાગ્યે ફરિયાદીને કોઈ…
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૭ માણાવદરમાં લાયન્સ સ્કૂલના વળાંક નજીક જલારામ વેબ્રિજ પાસે સંરક્ષણ દીવાલ (પાળી) વગરની ખુલ્લી ગટરમાં એક જ પરિવારના સભ્યો બાઇક સાથે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પિતા પોતાના ત્રણ બાળકોને બાઇક પર સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ખુલ્લી ગટરના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં પરિવારના બે સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ૨ થી ૩ બાળકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઘટના બનતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત સમયે નજીકમાં જ ટ્રક રિપેર કરાવી રહેલા ભરત ઓડેદરાએ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે બરવાળા, સોનગઢ અને દેરાળા સહિતના ગામના ૪૦૦ થી વધુ ભાઈઓ-બહેનો અને માતાઓએ હાજરી આપી હતી તેમજ ૧૧ ભાઈઓ અને ૧૨ બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા તે ઉપરાંત મોરબી જીલ્લાના અનેક ગામોમાં ભાજપ નેતાઓને મત માંગવા આવવું નહિ તેવા બેનરો અને વિરોધ વચ્ચે હવે જામનગર જીલ્લાના લીમ્બુડા ગામમાં પણ બેનરો લાગ્યા છે જેમાં વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો ભાજપ ઉમેદવારે ૨૦૨૭ ની ચુંટણીમાં મત માંગવા ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે નદીના પાણીના વેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ૩ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય અન્વયે રૂ.૪ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા ગેલાભાઈ નોંધાભાઇ હાડગરા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા સિરાજભાઈ ખમીશાભાઇ સંધી અને તેમના ૭ વર્ષીય પુત્ર કાસિબ સિરાજભાઈ સંધીના શોકગ્રસ્ત પરિવારજનોને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને સહાયના ચેક અર્પણ કરાયા હતા.
ગૌરક્ષકોની ટીમે તાલુકા પોલીસને મુદામાલ સોપ્યો, બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબીની અણીયારી ચોકડી પાસેથી ગૌરક્ષકોની ટીમે વાહનમાં ૧૦ ભેંસના નાના મોટા પાડાને ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના પરિવહન કરતા ઝડપી લીધા હતા બે ઈસમો સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે મોરબીના પીપળી ગામે રહેતા વૈભવ જીતેશભાઈ જાલરીયાએ આરોપીઓ અકબર આમદ સૈયદ અને ઈમ્તિયાઝ અજીજ મેમણ રહે બંને અમદાવાદ ગ્રામ્ય વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૭ ના રોજ વહેલી સવારે ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે ટાટા કંપનીનું માલવાહક વાહન પશુ ભરીને કચ્છથી અમદાવાદ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા ૧૯ મોબાઈલ, ભૂલથી બદલાઈ ગયેલ મોટરસાયકલ અને સાયબર ફ્રોડમાં ગયેલ રકમ સહીત ૬.૪૦ લાખનો મુદામાલ અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ, રોકડ રકમ અને સાયબર ફ્રોડમાં ગયેલ રકમ શોધી કાઢવા પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું ટેકનીકલ વર્ક આઉટને પગલે ૧૯ મોબાઈલ કીમત રૂ ૩,૫૧,૫૦૦, ભૂલથી બદલાઈ ગયેલ મોટરસાયકલ કીમત રૂ ૩૦,૦૦૦ અને સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ રૂ ૨,૫૯,૩૯૦ સહીત કુલ રૂ ૬.૪૦ લાખનો મુદામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી જે મુદામાલ ડીવાયએસપી…
