- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
Amreli તા.૭ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ જીલ્લા ખાતે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં આપેલ હતી. જે અનુસંઘાને અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પે.બી.જી.ઈશરાણીની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, સાવરકુંડલા રૂરલ પોલિસ સ્ટેશન બી.એન.એસ.એક્ટની કલમ-૧૨૫(એ,બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબનાં ગુન્હાનો નાસતો-ફરતો મુળ અમરેલીનો વતની અને હાલ બોટાદ ગામે આવેલ અમન ટાવર પાસે, મહમદનગર સોસાયટીમાં રહેતા આરોપી ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી નામના ઈસમને ચોક્કસ બાતમી આધારે બોટાદ ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ખાતે સોપી…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૭ અમરેલીનાં ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં વસતાં વેપારી પ્રતાપરાય હીરાચંદભાઈ મહેતા (ઉં.વ.૮૨) નું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમનાં ધર્મપત્ની સુશીલાબેન પ્રતાપભાઈ મહેતા તથા તેમનાં પૂત્રો પિયુષભાઈ, નિશાંતભાઈ તથા મિતુલભાઈએ પડોશી ડૉ. ચંદ્રેશ ખુંટને ચક્ષુદાન બાબતે વાત કરી હતી અને પૂર્વ નગરસેવક ડૉ. ચંદ્રેશ ખુંટે ચક્ષુદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચનાં સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ સાથે મહિલા રેડક્રોસનાં હેડ ઈલાબેન વાઢેરે સેવા આપી હતી. અત્રે રાજકોટનાં ઈમરજન્સી ડૉ. અંકુર મહેતા, જીજ્ઞેશભાઈ મોદી, પી..આઈ. જાડેજા, ડૉ. ક્રિષ્નાબેન ઉપસ્થિત…
ધર્મથી ઉપર દેશ… દેશથી ઉપર માનવતા; કોમી સૌહાર્દની રક્ષા કરતાં ૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ શહીદ થઈ રાષ્ટ્રીય એકતાનો અવિનાશી સંદેશ આપ્યો આલેખન ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર કેટલાક શહીદોના નામ ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત થયા છે, તો કેટલાક એવા પણ છે જેમણે કોઈ પ્રતિફળની અપેક્ષા વિના રાષ્ટ્રસેવાના માર્ગૅ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. પોતાના ધર્મ કરતાં દેશને અને પોતાની સુરક્ષા કરતાં માનવતાને વધુ મહત્ત્વ આપનાર આવા વિરલ વ્યક્તિત્વોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણીનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. ખાદીને જીવનમંત્ર બનાવનાર આ યુવાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય યોગદાન આપ્યું અને અંતે કોમી સૌહાર્દની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન…
રામ જન્મભૂમિ મંદિર તેના અભિષેકના બે વર્ષ પછી જ સંસ્થાકીય નિષ્ફળતાના અભૂતપૂર્વ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. અહીં પ્રસાદની ચોરીએ લાખો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ખાસ કરીને ચિંતાજનક છે કે આ ઘટના સેંકડો વર્ષોના તીવ્ર સંઘર્ષ, અસંખ્ય લોકોના બલિદાન અને લાખો લોકોના દાન પછી બનેલા મંદિરમાં બની છે. અયોધ્યા ઉપરાંત, ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ અને ગુજરાતના અંબાજી મંદિરમાં દાનપેટીઓમાંથી પણ ચોરીના બનાવો નોંધાયા છે. આવા પ્રખ્યાત અને સંસાધનોથી સમૃદ્ધ મંદિરોમાં સઘન દેખરેખ હોવા છતાં, મેનેજમેન્ટની નિષ્ફળતા અન્ય મંદિરોમાં પણ ચોરી અને નાણાકીય અનિયમિતતાઓનો ભય ઉભો કરે છે. અયોધ્યામાં બનેલી દુઃખદ ઘટનાઓ પછી, મંદિરોને કોર્પોરેટ જેવી વ્યાવસાયિક રીતે ચલાવવાની માંગ કરવામાં…
પનીર, ચીજ અને બટરમાં ભેળસેળ કરનારાઓ સામે કડક સંદેશ રાજ્યમાં ૭૪ સ્થળે તપાસ કરી ૧ હજાર કિલો જેટલી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો કર્યો નાશ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૭ અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની કડક કાર્યવાહી અંગે ધગધગતું નિવેદન આપ્યું હતું. પનીર, ચીજ અને બટર સહિતની ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભેળસેળીયા માફિયા સામે સરકારે કડક સંદેશ આપ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહીનો દોર શરૂ…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૭ બાબરા શહેરમાં ફરી એકવાર તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હોય તેવી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના રામનગર વિસ્તારની શેરી નંબર-રમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી ઘરમાં ઘુસી રોકડ રકમ તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન કર્યું હતું. ઘટનાની જાણ મધરાતે પડોશીઓને થતાં તાત્કાલિક ૧૧ર ઇમરજન્સી સેવામાં કોલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી બાબરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી. પ્રાથમિક માહિતી મુજબ રામનગરમાં રહેતા તેજાભાઈ બિઝલભાઈ ટોળીયા સુરતમાં વ્યવસાય કરેછે. તેઓ મહિને એકાદ-બે વખત બાબરા આવે છે, જયારે તેમની માતા…
સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર હુમલો; પુત્રના માથામાં ૧૨ ટાંકા, પિતાની પાસળીમાં ફ્રેક્ચર (નયના દવે દ્વારા) Jamnagarતા.૭ જામનગર જિલ્લાના લાલપુરમાં યુવતી સાથે સગાઈ થયેલા યુવકે તેના પર ખોટી શંકા રાખી અફવાઓ ફેલાવતાં અને માનસિક ત્રાસ આપતાં મામલો ઉગ્ર બન્યો હતો. સમજાવવા ગયેલા યુવતીના ભાઈ અને ત્યારબાદ પહોંચેલા પિતા પર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે લાલપુર પોલીસે ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ લાલપુરના દ્વારકેશ નાંદુરી રોડ વિસ્તારમાં રહેતા ખેડૂત ગોવિંદભાઈ ગગજીભાઈ ભાદરકાની પુત્રી ની આશરે આઠ મહિના પહેલાં કેવલ ગોગનભાઈ કરંગીયા સાથે સગાઈ થઈ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૭ જામનગરના શંકર ટેકરી વિસ્તાર ખાતે મસાલો ખવડાવવાની સામાન્ય બાબતને લઈને યુવક પર લાકડાના ધોકાથી હુમલો કરી મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવમાં બે ભાઈ સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી અશ્વિનભાઈ બીજલભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫), રહે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. ૨, બાપા સીતારામની મઢુલી પાસે, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૫ ઓગસ્ટની રાત્રે આશરે ૧૧૩૦ વાગ્યે તેઓ સુખાભાઈની દુકાને મસાલો લેવા ગયા હતા. તે દરમિયાન લતામાં રહેતો દિલીપ ઉર્ફે દિલો તેમની પાસે આવી મસાલો ખવડાવવા કહેતા ફરિયાદીએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે દિલીપ ઉર્ફે દિલોએ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૭ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૯ વિસ્તારમાં આવેલી આશાપુરા પાન મસાલાની દુકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે સિટી ’બી’ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ઇંગ્લિશ દારૂના ૧૮૦ એમએલના કુલ ૧૦ પ્લાસ્ટિક પાઉચ મળી આવતા પોલીસે રૂ. ૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ તા. ૬ ઓગસ્ટના રોજ પોલીસ કોન્સ્ટેબલ વિરપાલસિંહ ભુપતસિંહ જાડેજા પોલીસ સ્ટાફ સાથે હનુમાન ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાંજે આશરે ૭૩૦ વાગ્યે પટેલ કોલોની શેરી નં. ૯ પાસે ખાનગી બાતમી મળી…
એલસીબી અને સ્થાનિક પોલીસના દરોડામાં ૧૦ મહિલાઓ સહિત ૧૨ સામે કાર્યવાહી; રૂ. ૮૭,૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયો (નયના દવે દ્વારા) Jamnagarતા.૭ શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં જુગારીયા તત્ત્વો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. શ્રાવણ દરમિયાન જુગાર રમવાની પ્રવૃત્તિ વધતી હોવાની પરંપરાગત સ્થિતિ વચ્ચે આ વખતે પણ તેની શરૂઆત વહેલી થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે. તેના ભાગરૂપે એલસીબી અને સ્થાનિક પોલીસે શહેરમાં અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી કુલ ૧૨ જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. ખાસ નોંધનીય…
