- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
Mumbai, તા.6 બોલિવુડ સ્ટાર સલમાનખાન, તેની બહેન અલવીરા અને બીઈંગ હ્યુમન સંસ્થાના ડાયરેકટર્સને ચંદીગઢ જિલ્લા અદાલતે છેતરપીંડીના એક કેસમાં સમન ઈશ્યુ કર્યું છે. મામલા 2021નો છે, જયારે એક બિઝનેસમેને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ અંગેની વિગત એવી છે કે સલમાનખાન અને તેની બહેન અલવીરખાન અગ્નિહોત્રીને ચંદીગઢની એક જિલ્લા અદાલતે `બીઈંગ હ્યુમન’ જવેલરી શો રૂમ સાથે સંકળાયેલા છેતરપીંડીના એક કેસમાં સમન જાહેર કરવામાં આવ્યું છે. આ સમન `સ્ટાઈલ એન્ડ કન્ટેન્ટ જવેલરી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેકટરોને પણ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. અદાલતે તેમને 5 ઓકટોબરે રજૂ થવા અને ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો…
New Delhi, તા. 6 પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ચેક બાઉન્સ અને બેંક લોન ભરપાઈ ન કરવાનાં કેસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં આવેલી તેમની બે મોટી મિલકતોની હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે બેંક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હરાજી અંગેની નોટિસ ચોંટાડી દીધી છે. આ બંને મિલકતોની ઓનલાઈન હરાજી આગામી 9 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. બેંકના રેકોર્ડ મુજબ રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈનો કુલ રૂ. 16 કરોડ 61 લાખ 64 હજારનું દેવું બાકી નીકળે છે. આ બાકી લેણાંની વસૂલાત માટે બેંકે ગીરવે મુકેલી…
Gandhinagar,તા.06 ગુજરાતમાં ટ્રાફીકભંગ બદલ હવે માર્ગ પરના સીસીટીવી કેમેરાથી આ પ્રકારે સિગ્નલ જંપ કરનાર અને અન્ય ટ્રાફીક નિયમો તોડનાર આપોઆપ કેમેરામાં કેદ થઈ જાય છે અને જેઓને ટ્રાફીક દંડના ચલણ અપાયા છે તેઓ પાસેથી વસુલાત માટે હવે રાજય સરકારે હવે જેઓના ચલણ પેમેન્ટ પેન્ડીંગ હોય તેના આરટીઓ સંબંધીત બ્લોક કરવા આદેશ આપવામાં આવ્યા છે. મતલબ કે તમો તમારા ટ્રાફીક ભંગના પેન્ડીંગ ચલણનું ચુકવણુ નહી કરો તો ડ્રાઈવીંગ લાયન્સ કે આરટીઓમાં તમારા વાહન વેચાણ-ખરીદી નોંધણી વિ. પણ થઈ શકશે નહી. તમો તમારા ડ્રાઈવીંગ લાયસન્સને આધાર સાથે લીંકઅપ કરાવવા જેવી સેવા પણ નહી મળે. સરકારે આ માટે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે. તમારા…
New Delhi,તા.06 ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવાની તૈયારી છે અને દેશનું પ્રથમ માનવરહીત અવકાશયાનથી દેશની પ્રથમ સ્પેસ લેબ માટે આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે. આ અંગે સરકારે અપડેટ આપતા જણાવ્યું કે ભારતનું પ્રથમ માનવ રહિત અવકાશ સાહસ `ગગનયાન’ એ આ વર્ષના અંત પુર્વે જ લોન્ચ કરવાની યોજના છે. જયારે 2035 સુધીમાં ભારતની પોતાની સ્પેસ લેબ પણ તરતી થઈ જશે. સરકારે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે મહત્વાકાંક્ષી મીશન પર સમયબદ્ધ કામગીરી થઈ રહી છે અને આ માટે જરૂરી ટેકનોલોજી તથા સીસ્ટમ પર કામ થઈ રહ્યું છે. જેમાં ગગનયાન આ વર્ષના અંત સુધીમાં રવાના કરાશે. આ અંગેની ટેકનોલોજી તથા સીસ્ટમનું પરિક્ષણ…
New Delhi, તા.6 દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ મોબાઈલ અને બોડબેન્ડ સેવાઓની ગુણવતા સુધારવા માટે નવા નિયમોનો ડ્રાફટ જાહેર કર્યો છે. પ્રસ્તાવ અનુસાર જો કોઈ જિલ્લામાં મોબાઈલ કે બ્રોડબેન્ડ નેટવર્ક સતત ચાર કલાક તેથી વધુ વખત બંધ રહે છે તો તેને મોટો આઉટેજ માનવામાં આવશે. જો આ સમસ્યા 24 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ટ્રાઈએ કવોલિટી ઓફ સર્વિસ રેગ્યુલેશન, 2024માં નવા સંશોધનનો ડ્રાફટ જાહેર કર્યો છે. તેમાં જોગવાઈ કરાઈ છે કે જો મોટું નેટવર્ક આઉટેજ હોય છે તો આવી સ્થિતિમાં પોસ્ટપેઈડ અને પ્રી-પેઈડ ગ્રાહકોને નિશ્ચિત શરતોના હિસાબે વળતર આપવું પડશે.પોસ્ટ પેઈડ ગ્રાહકોના મામલામાં જેટલા…
Mumbai , તા.6 એર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં મુંબઈથી સિંગાપુર અને થાઈલેન્ડ જતી ફ્લાઇટોના શેડ્યૂલમાં કરવામાં આવેલા વારંવારના ફેરફારોને કારણે હજારો મુસાફરો અને ટ્રાવેલ ઉદ્યોગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ મહિનાઓ અગાઉથી વિશ્વાસપૂર્વક એર ઇન્ડિયામાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ અચાનક કરવામાં આવેલા શેડ્યૂલ ફેરફારોને કારણે તેમની સંપૂર્ણ પ્રવાસ યોજના ખોરવાઈ ગઈ છે. અનેક કિસ્સાઓમાં મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર 22 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે હોટેલ બુકિંગ, ક્રૂઝ, બિઝનેસ મીટિંગ, પરિવાર સાથેનો સમય અને આગળની મુસાફરી પર ગંભીર અસર થઈ રહી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ પરિસિ્થતિમાં મુસાફરોને પૂરતી…
Poland,તા.06 પોલેન્ડના ક્રાકો નજીક આવેલું ‘અલવર્નિયા પ્લેનેટ’ પોતાની અનોખી વાસ્તુશિલ્પ (સ્થાપત્યકળા)ના કારણે કોઈ એલિયન ગ્રહની ચોકી જેવું દેખાય છે. આ પરિસરમાં એકબીજા સાથે જોડાયેલા ધાતુનાં 13 ગુંબજ છે. જેને કાચની બનેલી ગેલેરીઓ દ્વારા જોડવામાં આવ્યાં છે. વર્ષ 2000 થી 2002 વચ્ચે નિર્માણ પામેલાં આ અત્યાધુનિક સ્ટુડિયોને ફિલ્મ નિર્માણ, સાઉન્ડ રેકોર્ડિંગ, મોશન કેપ્ચર અને પોસ્ટ-પ્રોડક્શન જેવી અદ્યતન સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. પોતાની ભવિષ્યવાદી (ફ્યુચરિસ્ટિક) ડિઝાઇનને કારણે આ સૌથી અનોખા ફિલ્મ સ્ટુડિયો પરિસરોમાં ગણવામાં આવે છે.
Washington, તા.6 ભારતમાં ‘ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ’ (FCRA) માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે આ પ્રસ્તાવિત બિલની તીખી ટીકા કરી છે. તેમણે આ સુધારાને ભારતમના ‘ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો’ ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો છે. અમેરિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતમાં ખ્રિસ્તી…
Washington, તા. 6 અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપન જોઈ રહેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યાં છે. ‘સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ’ (CIS)ના તાજેતરનાં અહેવાલ મુજબ, અમેરિકન પ્રશાસન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને અપાતાં F-1 સ્ટુડન્ટ વિઝામાં 62 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024ના મે થી ઓગસ્ટ વચ્ચે 58,694 ભારતીયોને F-1 વિઝા મળ્યા હતા, જે વર્ષ 2025ના સમાન સમયગાળામાં ઘટીને માત્ર 22,149 રહી ગયા છે. તેવી જ રીતે ચીની વિદ્યાર્થીઓના વિઝામાં પણ 34 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે, યુએસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં 11.77 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત (3.63 લાખ) અને ચીન (2.65 લાખ)નો હિસ્સો 53 ટકા જેટલો…
New York, તા. 6 અંતરિક્ષમાં છેલ્લાં 19 મહિનાથી અનિયંત્રિત થઈને ફરી રહેલાં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના `ફાલ્કન-9′ રોકેટનો એક ભાગ આખરે બુધવારે ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગયો. લગભગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપે થયેલી આ ટક્કરથી ચંદ્ર પર એક નવો ખાડો (ક્રેટર) બનવાની પૂરી શક્યતા છે. જોકે, નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી પૃથ્વીને કોઈ પણ પ્રકારનો ભય નથી. અહેવાલો અનુસાર, સ્કૂલ બસનાં આકારનો અને આશરે 4,000 ટન વજન ધરાવતો આ રોકેટનો ભાગ ચંદ્રનાં પશ્ચિમ કિનારે આવેલાં આઈન્સ્ટાઈન ક્રેટર પાસે અથડાયો હતો. આ વિસ્તાર પૃથ્વી પરથી સીધો જોઈ શકાતો નથી. જે સમયે આ દુર્ઘટના ઘટી, તે સમયે કોઈ…
