- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫ Jamnagar નજીક નાઘેડી ગામ પાસે આવેલા લહેર તળાવમાંથી સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાની વતની અને જામનગરની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વનીતાબેન દેશુરિયા (ઉંમર ૨૪) અહીં હોસ્ટેલમાં રહેતી હતી. ગઈકાલે સવારે તે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. બાદમાં બપોરના સમયે નાઘેડી નજીક આવેલા લહેર તળાવના પાણીમાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પંચ-બી ડિવિઝન પોલીસના એએસઆઈ યુવરાજસિંહ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫ જામનગર શહેરના રણજીતનગર વિસ્તારની વતની અને હાલ પિયરમાં રહેતી રીનાબેન હસમુખભાઈ અઘેડાએ પોતાના પતિ રવિ ચંપકભાઈ ભટ્ટી, સસરા ચંપકભાઈ ભટ્ટી, કાકાજી સસરા દિનેશભાઈ શાંતિલાલ ભટ્ટી, નણંદ ડોલીબેન તથા નણંદોયા ઉદયભાઈ નારણભાઈ વાણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જામનગર ખાતે કોર્ટ મેરેજ થયા બાદ તે રાજકોટ ખાતે પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ થોડા સમયથી જ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો આપતા, શંકા-કુશંકા રાખતા અને લગ્ન પહેલાં પોતાના પ્રથમ લગ્નથી એક પુત્ર હોવાનું તેમજ અન્ય મહત્વની વિગતો છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં…
દારૂ ની ૯,૦૨૪ બોટલો સાથે કુલ રૂ.૧.૩૦ કરોડનો મુદ્દામાલ ઝડપાયો વાડી માલિક સહિત છ આરોપી ફરાર (નયના દવે દ્વારા) Jamnagar તા.૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં ૯,૦૨૪ બોટલ વિદેશી દારૂ, ૧૮,૦૦૦ નંગ ઢાંકણાં (ચપલા) તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર સહિત કુલ રૂ. ૧,૩૦,૫૫,૫૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર પ્રકરણમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુના મુજબ, તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨૩૦ વાગ્યે આરબલુસ ગામની દક્ષિણ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, મૂળ છોટી ઈટારા (જિલ્લો ઝાબુઆ)ના રહેવાસી અને હાલ નાની નાગાજાર ગામે મજૂરી કામ કરતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ બાંભણીયા (ઉ.વ. ૨૩)એ જાણ કરી હતી કે તેમના મોટા ભાઈ કરણભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા (ઉ.વ. ૨૫)ની પત્ની પોતાના પિતા સાથે જતી રહેતાં મનમાં લાગી આવતાં ગત તા. ૧૩ જુલાઈના રોજ તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. તેમને…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાનું ચોથા માળની બાલ્કની પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ પર આવેલી કંચનદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૧માં રહેતા વત્સલભાઈ વિપુલભાઈ પટ્ટણી જાતે સોનીએ જાણ કરી હતી કે તેમની પત્ની નિકીતાબેન (ઉ.વ. ૨૫) ગત તા. ૪ ઓગસ્ટના રોજ બપોરે કોઈ સમયે ઘરની ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર ઇજા પામ્યા હતા. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ…
રણજીતસાગર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પશુપાલન વિભાગે હાથ ધરી તપાસ, નાગરિકોને સતર્ક રહેવા સૂચના (નયના દવે દ્વારા) Jamnagar તા.૫ જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં કેટલીક ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો હોવાનું કહેવાતાં પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. પશુ રોગ સંશોધન એકમની ટીમે સ્થળ પર પહોંચી વિવિધ સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળી આવ્યું ન હોવાનું પશુપાલન વિભાગે સ્પષ્ટ કર્યું છે. મળતી માહિતી મુજબ, રણજીતસાગર રોડ ઉપર આવેલી પટેલ પાર્ક, પટેલનગર, જડેશ્વર પાર્ક સહિતની સોસાયટીઓમાં કેટલીક ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી અને તંત્ર દ્વારા તપાસ કરવાની માંગ…
મંદિરવાળી શેરીના ખુલ્લા પ્લોટમાં સીલ તોડી કેરબામાં ઇંધણ ભરતા બે શખ્સ ઝડપાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૫ Jamnagar જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલ કાઢી વેચાણ માટે કેરબામાં ભરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૭ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ લતીપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી…
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરી છે Surat ,તા.૫ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં દિનદહાડે સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે આશરે ૪ વાગ્યાથી ૪ઃ૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન સતીશ મરાઠે પર ૪થી ૫ જેટલા…
Surat ,તા.૫ સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક કુખ્યાત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ઇકો સેલ પોલીસે મોટી કાર્યવાહી કરીને અંદાજે રૂપિયા ૪.૫૩ કરોડના ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડનો પદ્ધતિસરનો ભાંડો ફૂટ્યો છે કે આરોપીએ શરૂઆતના તબક્કામાં વેપારીઓ સાથે વ્યવહાર રાખી સમયસર પેમેન્ટ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ જ્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી વિશાળ પ્રમાણમાં કાપડનો જથ્થો ઉધાર મેળવ્યો, ત્યારે તે સમગ્ર માલ બારોબાર વેચીને રફૂચક્કર થઈ ગયો હતો અને લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો. ઇકો સેલ પોલીસ દ્વારા ઝડપાયેલા મુખ્ય…
૧૪૩ કનેક્શન તપાસાયા, ૧૦ લાખનું એસેસમેન્ટ ફટકારાયું જીજ્ઞેશ પટેલ Manavadar તા.૫ મણાવદર ૧ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ તંત્ર દ્વારા વ્યાપક સ્તરે કોર્પોરેટ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મણાવદર ૧ કચેરીના નાયબ ઈજનેર ડી. એન. રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, હાલમાં તેમને મણાવદર ૧ પેટા વિભાગીય કચેરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે અને તે અંતર્ગત આજ રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ ૮ ટીમ (ચેકિંગ સ્ક્વોડ) દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૧૪૩ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ…
