- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
Author: Vikram Raval
Washington,તા.06 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક પ્રકારના હુમલાના જોખમો સતત રહે છે તેથી તેઓને વિશ્વની સૌથી શ્રેષ્ઠ સુરક્ષા આપવામાં આવી છે પણ આ પ્રકારની સુરક્ષાઓ જરા પણ ચૂક થઈ જાય કે ગફલતથી પણ ભુલ થાય તો પ્રમુખ માટે મોટું જોખમ સર્જાય છે. આવી જ સ્થિતિ ગઈકાલે વોશિંગ્ટનના આકાશમાં બની હતી અને તેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જતા તેમના મીલીટ્રી હેલીકોપ્ટર જે મરીન-વન નામે ઓળખાય છે તે તથા એક મુસાફર વિમાન વચ્ચે ફકત એક જ કિમીનું અંતર રહી ગયુ હતું. મતલબ કે બન્ને ખતરનાક રીતે સામસામા આવી ગયા હતા. વાસ્તવમાં મરીન-વન જે પ્રમુખ…
New Delhi, તા. 6 આજકાલ દેશનાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઈથેનોલ નીતિ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર અને નીતિ ઘડનારા દાવા કરી રહ્યાં છે કે ઈથેનોલ નીતિને કારણે દેશનો ખેડૂત હવે માત્ર પેટ ભરનારો `અન્નદાતા’ નથી રહ્યો, પરંતુ વાહનોમાં બળતણ પૂરનારો `ઊર્જાદાતા’ બની ગયો છે. આ નીતિથી ખેડૂતોની આવક બમણી થશે તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ફાઈલો અને `એગમાર્કનેટ’ના સત્તાવાર આંકડા એક સાવ જુદું જ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. ઈથેનોલ નીતિનો સૌથી મોટો પ્રચાર મકાઈના પાકને લઈને કરવામાં આવ્યો હતો. ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં કે દેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે મકાઈની…
New Delhi, તા.6 ભારતમાં ચાલુ વર્ષના ચોમાસાએ સાબિત કરી દીધું છે કે માત્ર વૈશ્વિક પેટર્ન પર જ તે નિર્ભર નથી. અલ-નીનો જેવી નેગેટીવ પરિસ્થિતિઓ છતાં લોકલ સિસ્ટમના જોરે મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ થયો છે. હવામાન નિષ્ણાંતો હવે મોનસુનને પણ `મેઇડ ઇન ઇન્ડિયા’ ગણાવવા લાગ્યા છે અને આ ઘટનાક્રમને ઘણું મહત્વ આપવા લાગ્યા છે. જુલાઇમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ વરસવા છતાં હજુ સરેરાશ ખાધ જ છે. ચોમાસુ હવે નિર્ણાયક તબકકે આવી ગયું છે. બે મહિના પુરા થઇ ગયા છે. જુનની મોટી ખાધ જુલાઇના વરસાદમાં ઘણા અંશે પૂર્ણ થઇ છે છતાં હજુ 11.8 ટકાની ખાધ પ્રવર્તે છે. હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે ભારતમાં…
New Delhi, તા.6 ગુજરાતમાં મેઘરાજાએ બે્રક લીધો છે છતાં દેશના અનેક રાજ્યોમાં મેઘપ્રકોપની હાલત પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદથી માર્ગો બંધ થવા સાથે યાત્રાળુઓ-પ્રવાસી ફસાયા છે. આસામમાં હજુ ભયાનક પૂર પરિસ્થિતિ યથાવત રહેવા સાથે મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. ઉત્તરાખંડના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થવા સાથે યાત્રાળુઓ પણ ફસાયા હતા. કેદારનાથ હાઇવે પર જળબંબાકારની હાલત સર્જાઇ હતી. કાટમાળ રસ્તા પર આવી જતાં માર્ગ બંધ થઇ ગયો હતો. કેદારનાથના મુખ્ય પડાવ એવા સોનપ્રયાગમાં પાર્કિંગ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશ, હિમાચલ, પાટનગર દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદી દોર જારી હતો. પ્રર્વતીય-પ્રવાસન…
Jammu and Kashmir તા.6 પુંછના મેંઢર સેકટરમાં એલઓસી પાસે બુધવારે સાંજે એક બારુદી સુરંગને નિષ્ક્રીય કરવા દરમિયાન થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સેનાની બોમ્બ પ્રતિરોધક ટુકડી નિયમિત પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન આ ઘટના કંગા ગલી ક્ષેત્રમાં મળેલી બારુદી સુરંગને નિષ્ક્રીય કરવા દરમિયાન બની હતી. ઉલ્લેખનીય છે કે, ઘુસણખોરી રોકવા માટે અગ્રણી ક્ષેત્રોમાં બારુદી સુરંગ પાથરવામાં આવતી હોય છે. સતત વરસાદના કારણે આ સુરંગો પોતાના સ્થળથી ખસી જતી હોય છે, જેને સમયાંતરે નિષ્ક્રીય કરવામાં આવતી હોય છે. દરમિયાન પુંછ નાલવા-દેવગાર તરવાન ક્ષેત્રમાં મજુરોને એક કાટ લાગેલ શંકાસ્પદ…
New Delhi,તા.06 હાલની ઈરાન કટોકટીના કારણે ગલ્ફ સહિતના દેશોમાંથી થતી કુદરતી ગેસની આયાતને ભારે ફટકો પડયો હતો અને એક તરફ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ સહિતના રાંધણ ગેસના ભાવ વધારવા પડયા અને એક તબકકે પુરવઠામાં `કાપ’ પણ મુકવો પડયો હતો. તેથી સરકાર હવે આ પ્રકારના ભવિષ્યની કટોકટી પુર્વે દેશમાં ઈંધણ સલામતી ને ધ્યાનમાં લઈ ક્રુડતેલની માફક કુદરતી ગેસના સ્ટોરેજ પણ ઉભા કરવા માટે તૈયારી થઈ રહી છે. જો કે ગેસના સ્ટોરેજ વ્યવસ્થા ખૂબજ ટેકનોલોજી તથા મોટું મુડીરોકાણ માંગી લે છે તેમાં સરકાર પહોંચી વળવા હવે એલપીજી પર સેવી એક ખાસ ચાર્જ વસુલવા તૈયારી કરી રહી છે જે પ્રતિ કિલો રૂા.1.29 હશે.…
Mehsana, તા.૫ વિસનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહેસાણાના મેઘા અલિયાસણાના આરોપીને વિસનગરની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૩૪ હજારનો દંડ ફટકાર્યો છે. મહેસાણાના મેઘા અલિયાસણા ગામના કિરણભાઈ ઉર્ફે કરીમ રમેશભાઈ ચૌધરીએ વિસનગર તાલુકાની એક સગીરાનો અવારનવાર પીછો કરતો હતો. કરીમ તેણીને લલચાવી ગત તા.૯-૧૧-૨૦૨૪ના રોજ અન્ય એક શખ્સની મદદથી ગાડીમાં અપહરણ કરીને તેણીને મેઘા અલિયાસણા ગામે ભેંસો બાંધવાના વાડામાં ઓરડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે આરોપી કિરણભાઈ ઉર્ફે કરીમ ચૌધરી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો…
રાસાયણિક પૃથ્થકરણ કરતાં પાવડરમાં મોર્ફિન તેમજ હેરોઇનની હાજરી મળતાં પોલીસે ગુનો નોંધ્યો Palanpur, તા.૫ પાલનપુર ર્જીંય્ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાલનપુરથી ડીસા હાઇવે તરફ લડબી નાળા પાસેથી કારમાં મોર્ફિન ડ્રગ્સ લઇ જતા અમદાવાદના ૪ જણાને ઝડપી તેમની પાસેથી રૂ.૧૯.૮૦ની કિંમતનો ૧૯૮ ગ્રામ મોર્ફિન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજીએ ડ્રગ્સ અને કાર સહિત રૂ. ૨૫,૩૫,૨૦૩નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જણાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર ર્જીંય્ના પી.એસ.આઇ. કે.એ. કોડિયાતર, સ્ટાફના માણસો સાથે લડબી નાળા પાસે પૂલના છેડે ડીસા તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન ડીસા તરફથી અર્ટીગા કાર આવતાં તેને રોકાવી ચેક કરતાં તેમાં બેઠેલા ચાર જણામાંથી એકની…
મોડી રાત્રે અને વહેલી સવારે સર્ચ ઓપરેશનને મળી સફળતા; સમગ્ર કોડીનાર પંથકમાં શોકની લાગણી (દિનેશ જોશી દ્વારા) Kodinar તા.૫ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મંગળવારે દરિયામાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં લાપતા બનેલા બંને કિશોરોના મૃતદેહ આખરે સઘન શોધખોળ બાદ મળી આવ્યા છે. મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા કિશોરનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવતા સમગ્ર છારા ગામ સહિત કોડીનાર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે છારા ગામના પાંચ મિત્રો દરિયામાં નાહવા ગયા હતા. દરમિયાન અચાનક દરિયાના જોરદાર કરંટમાં પાંચેય કિશોરો સપડાઈ જતા ડૂબવા લાગ્યા હતા. નજીકમાં હાજર સ્થાનિક માછીમાર મહિલાએ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ ટંકારા તાલુકાના સરાયા ગામમાં મકાનમાંથી દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરીના બનાવમાં પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૯૩૦૦ અને મોબાઈલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ગત તા. ૦૧ ઓગસ્ટના રાત્રીના સાડા દસથી તા. ૦૨ ઓગસ્ટના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના સરાયા ગામમાં રહેતા ફરિયાદીના મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમેં લોખંડ કબાટની તિજોરીમાં રાખેલ સોનાની બે તોલાની માળા કીમત રૂ ૧,૫૭,૦૦૦ અને રોકડ રૂ ૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૧.૭૨ લાખની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં મોરબી રકોત…
