Author: Vikram Raval

પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે Rajkot,તા.૫ ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજકોટ શહેરમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા આ કારોબારે પોલીસ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની જાણીતી બી. ટી. સવાણી હોસ્પિટલની બિલકુલ બાજુમાં જ ખુલ્લેઆમ વિદેશી કે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર રહેતી હોય તેવા સંવેદનશીલ સ્થળની નજીક જ ચાલતા આ ગેરકાયદે…

Read More

પોલીસ કર્મચારી સંજયસિંહના ઘરમાંથી શેરબજારના ભાવ પર આધારિત જુગારધામ ચાલી રહ્યું છે Surendranagar,તા.૫ સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોરાવરનગર પાછળના વિસ્તારમાં આવેલા એક પોલીસ કર્મચારીના જ રહેણાંક મકાન પર દરોડો પાડીને શેરબજારમાં રોજેરોજ પ્રકાશિત થતા શેરોના ભાવના આધારે ચાલતા હાઈટેક જુગારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.પોલીસ કર્મચારી જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંમેલિત હોવાનું ખુલતાં પોલીસ તંત્રની છબી સામે મોટા સવાલો ઊભા થયા છે. રાજકોટ રેન્જની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોરાવરનગર વિસ્તારમાં આવેલા પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના ઘરમાંથી શેરબજારના ભાવ પર આધારિત જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ Morbi શહેર તેમજ હળવદ તાલુકામાં સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે ચાર સ્થળોએ રેડ કરી ઓફીસ અને મકાન સહિતના સ્થળોએ જુગાર રમતા ૧૩ ઇસમોને ઝડપી લઈને રૂ ૧.૨૬ લાખની રોકડ રકમ જપ્ત કરી છે પ્રથમ રેડ મોરબી એલસીબી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામ બસ સ્ટેન્ડ પાસે આરોપી વિજય છગનભાઈ પટેલ પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ટ્રાવેલ્સ ઓફિસમાં જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા, રફીક હારૂન મોવર અને દિલીપ અરવિંદ સોનગ્રા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે બીજી રેડ હળવદ પોલીસ ટીમ…

Read More

Rajkot,તા.૫ રાજકોટ શહેરમાં નાગરિકોને પીવાના પાણીમાં થઈ રહેલી મુશ્કેલીઓ અને દૂષિત પાણીના વિતરણને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં અવારનવાર પીવાના પાણીમાં ગંદકી કે દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે હવે ખુદ રાજકોટના મેયરે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં ખરેખર દૂષિત પાણીનું વિતરણ થાય છે. મેયરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪થી દર મહિને વોર્ડ પ્રમાણે પાણીની ગુણવત્તાનો ડેટા લેવામાં આવે છે અને પારદર્શિતા જાળવવા માટે આ તમામ ડેટા રાજકોટ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ આંદરણા ગામના મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ ૭.૩૬ લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની તપાસ કરતા મોરબી એલસીબી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી ૪.૫૩ લકનો મુદામાલ રીકવર કર્યો છે મોરબીના આંદરણા ગામે ગત તા. ૧૭ ના રાત્રીથી તા. ૧૮ ના રાત્રી દરમિયાન ફીર્યાદી કમલેશભાઈ બોરાણાના મકાનમાંથી અજાણ્યા ઈસમો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ ૭,૩૬,૯૦૦ નો મુદામાલ ચોરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી એલસીબી ટીમે અલગ…

Read More

Bhavnagar,તા.૫ ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના તણસા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, બાઇકચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવક તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે રહેતો હતો અને પોતાના બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન તણસા ગામ પાસેથી પસાર થતી વેળાએ પાછળથી કે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરના ચાલકે તેને પોતાની અડફેટે લીધો હતો. ટ્રેલરની ટક્કરથી બાઇકચાલક યુવક રોડ પર પટકાયો હતો અને…

Read More

રાજ્ય સરકારે ગુજરાતની સમગ્ર જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો Gandhinagar, તા.૫ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે. આપણા લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો પહોંચે છે. જ્યારે કોઈ ગ્રાહક પનીર અથવા અન્ય દુધની બનાવટો ખરીદે છે ત્યારે તેને એ વિશ્વાસ હોય છે કે તે શુદ્ધ દૂધમાંથી બનેલું અસલી પનીર જ ખરીદી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનો જોવા મળ્યા…

Read More

કેસોના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪થી વધારીને ૩૮ કરવામાં આવી New Delhi, તા.૫ ભારતને ટૂંક સમયમાં પોતાના ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) મળવા જઈ રહ્યા છે. રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગે મહત્વની માહિતી આપી હતી. લોકસભામાં પહેલાથી જ પસાર થઈ ચૂકેલા આ વિધેયક પર ચર્ચા બાદ રાજ્યસભામાં તેને પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા મહિલા ન્યાયાધીશોના પ્રતિનિધિત્વ પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા કાનૂન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત ટૂંક સમયમાં જ ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ પર એક…

Read More

Vadodara,તા,05 વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે. સવારે વડોદરા પાસેના જાંબુવા બ્રિજ ઉપર મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાહન ચાલકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ મગર પોતાની મસ્તીમાં બ્રિજ પર ચાલતો હોવાથી લોકોનો ડર થોડો ઓછો થયો હતો અને મગરથી ૧૦ ફૂટ દૂર વાહન વ્યવહાર જોવા મળ્યો હતો. બનાવની જાણ ફોરેસ્ટ તેમજ જીવદયા કાર્યકરોને કરાતા ટીમ આવી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ મગરે કુતરા…

Read More

Ahmedabad, તા. ૫ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા વૈકુંઠધામ મંદિર નજીક એક બેફામ ટુ વ્હીલર અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(છસ્ઝ્ર)ના વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના દાણીલીમડા વૈકુંઠધામ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહેલી એક મોપેડના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા છસ્ઝ્રના વાહનની પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડચાલક રોડ પર પટાકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતાજ આસપાસના સ્થાનિકો અને રસ્તા…

Read More