Author: Vikram Raval

Karachi,તા.૫ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ તેના ભૂતપૂર્વ ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. જરૂરી મંજૂરી વિના ઝામ્બિયામાં યોજાયેલી એશિયન લિજેન્ડ્‌સ લીગમાં ભાગ લેનારા ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોને બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આઇસીસી  અને પીસીબીની પરવાનગી વિના કોઈપણ વિદેશી ક્રિકેટ ઇવેન્ટમાં ભાગ લેવો એ નિયમોનું ઉલ્લંઘન છે અને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. ખરેખર, ઝામ્બિયામાં રમાઈ રહેલી એશિયન લિજેન્ડ્‌સ લીગ ૨૦૨૬ ને ઝામ્બિયા ક્રિકેટ યુનિયન, ત્યાંની સત્તાવાર ક્રિકેટ સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી નથી. ઝેડસીયુએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ તેના દ્વારા માન્ય કે સમર્થિત નથી.…

Read More

Colombo,તા.૫ ટીમ ઈન્ડિયાનું નવું મિશન શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ શરૂ થવાનું છે. ટીમ ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ધરતી પર ઉતરી ચૂકી છે. બધા ખેલાડીઓ બપોરે ભારત છોડીને થોડા સમય પછી શ્રીલંકા પહોંચ્યા. તેમના આગમનના કેટલાક ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ પ્રભાવશાળી લાગે છે. ટીમનો ટેસ્ટ ૭ ઓગસ્ટથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી ૧૫ ઓગસ્ટથી શરૂ થશે. મ્ઝ્રઝ્રૈં એ આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી. જોકે, ટીમના રવાના થાય તે પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ હાલમાં અનફિટ છે,…

Read More

New Delhi,તા.૫ હેડિંગલીએ એક તોફાન જોયું જે લાંબા સમય સુધી યાદ રહેશે. સનરાઇઝર્સ લીડ્‌સના બેટ્‌સમેનોએ લંડન સ્પિરિટના બોલરોને હરાવ્યા, રેકોર્ડબ્રેક ૨૪૧ રન બનાવ્યા. આમ, ધ હંડ્રેડ ૨૦૨૬ ની ૨૦મી મેચમાં રેકોર્ડનો ધમાકો તૂટી ગયો. પ્રથમ બેટિંગ કરતા, સનરાઇઝર્સ લીડ્‌સે ૧૦૦ બોલમાં ૨૪૧ રન બનાવ્યા, જે ધ હંડ્રેડ પુરુષોની સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી વધુ ટીમનો કુલ સ્કોર છે. આ વિસ્ફોટક બેટિંગથી સનરાઇઝર્સ લીડ્‌સે લંડન સ્પિરિટને ૩૭ રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું. ટોસ પછી બેટિંગ કરતા સનરાઇઝર્સ લીડ્‌સે ખૂબ જ આક્રમક શરૂઆત કરી. મિશેલ માર્શ અને રાયન રિકેલ્ટને પ્રથમ વિકેટ માટે માત્ર ૫૪ બોલમાં ૧૪૮ રન ઉમેર્યા, જે ધ…

Read More

વિનોદભાઇ માછી નિરંકારી હવે ભગવાન તત્વજ્ઞાનનો મહિમા બતાવતા રહીને કર્મયોગની વિશેષ મહત્તા (૪/૩૮)માં પ્રગટ કરે છે. ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ (ઇહ-આ મનુષ્ય લોકમાં, જ્ઞાનેન-જ્ઞાન, સદૃશમ્-જેવું, પવિત્રમ્-પવિત્ર કરનારૂં, હિ-નિઃસંદેહ બીજું કોઇ સાધન, ન વિદ્યતે-નથી, યોગસંસિદ્ધઃ-જેનો યોગ સારી રીતે સિદ્ધ થઇ ગયો છે તે કર્મયોગી, તત્-એ તત્વજ્ઞાનને, કાલેન-અવશ્ય જ, સ્વયંમ્-આપમેળે, આત્મનિ-પોતાનામાં, વિન્દતિ-પ્રાપ્ત કરી લે છે.) આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારૂં નિઃસંદેહ બીજું કોઇ સાધન નથી, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઇ ગયો છે તે કર્મયોગી એ તત્વજ્ઞાનને અવશ્ય જ આપમેળે પોતાનામાં પ્રાપ્ત કરી લે છે.(૪/૩૮) ‘ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે’ અહી ‘ઇહ’ પદ…

Read More

સોલર પીવી ટેકનિશિયનની તાલીમ મેળવી પુરુષપ્રધાન ટેકનિકલ ક્ષેત્રે સફળતાનો નવો માર્ગ કંડારતી ગ્રામ્ય યુવતી ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દીકરીઓ જ્યારે પોતાના સપનાઓને અડગ સંકલ્પમાં પરિવર્તિત કરે છે, ત્યારે સમાજ અને દેશના ઇતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય લખાય છે. સામાન્ય પરિવારમાં જન્મેલી એક ગ્રામ્ય યુવતી જ્યારે પોતાના અથાક પરિશ્રમ, કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સમારોહ સુધી પહોંચે છે, ત્યારે તેની આ સફળતા વ્યક્તિગત સિદ્ધિ પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર સમાજ માટે પ્રેરણાનો દીપસ્તંભ બની જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાનકડા ભરાડા ગામની દીકરી પાયલ મુંજપરાએ પણ આવી જ એક ગૌરવવંતી અને પ્રેરણાદાયી ગાથા આલેખી છે. સૂર્યઊર્જાના ક્ષેત્રમાં…

Read More

Veraval અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડારતી વેરાવળની દીકરીઅભ્યાસ સાથે ટેભે-ટેભે જીવનનું ઘડતર કરવાની પ્રેરણાદાયી કહાની,વેરાવળની રક્ષા પરમાર મુસીબતના સમયમાં ઘરની રક્ષા બનીસામાન્ય રીતે આપણે સામાન્ય મુસીબત કે વિપદા આવે તો પણ નાસીપાસ થઈ જઈએ છીએ. પરંતુ જો ઘરનો ટેકો અથવા મુખ્ય ચાલકબળ જ દૂર થઈ જાય તો તેનાથી તેના પરિવારજનો પર પડતી મુશ્કેલીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.આવી જ એક કહાનીમાં ઘરના મોભી અને આર્થિક ચાલકબળ એવા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં ઘર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો પરંતુ આ ઘરની દીકરીએ આ મુસીબતમાં પોતાની ધીરજ અને અડગ મનોબળથી ઘરનો મજબૂત ટેકો બનીને ઘરને મજબૂત સ્થિરતા આપી…

Read More

શ્વેતા પટેલ (સેતુ)-અમદાવાદ ‘‘તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.‘‘ યજુર્વેદનો આ દિવ્ય મંત્ર ભારતીય સંસ્કૃતિના ચિંતનનું અમૂલ્ય રત્ન છે. તેનો સરળ અર્થ છે  મારું મન હંમેશાં કલ્યાણકારી, શુભ અને પવિત્ર સંકલ્પોથી પરિપૂર્ણ રહે. અહીં ’શિવ’નો અર્થ માત્ર દેવાધિદેવ મહાદેવ નથી, પરંતુ કલ્યાણ, મંગલ, સત્ય અને ચૈતન્ય પણ છે. જ્યારે મનુષ્યનું મન શુભ સંકલ્પોથી ઉજ્જવળ બને છે, ત્યારે તેનું જીવન માત્ર વ્યક્તિગત સફળતા સુધી સીમિત રહેતું નથી; તે સમગ્ર સમાજના કલ્યાણનું કારણ બને છે. માનવજીવનનો આધાર મન છે. મનમાં જન્મેલો એક વિચાર જ આગળ જઈને સંકલ્પ બને છે, સંકલ્પ કર્મમાં પરિણમે છે અને કર્મ જીવનનું ભાગ્ય ઘડે છે. તેથી જ આપણા ઋષિઓએ મનની પવિત્રતા…

Read More

લોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે બિલ જે રીતે રજૂ અને પસાર થઈ રહ્યા છે તે ફક્ત સંસદીય ચર્ચાના ઘટતા સ્તરને દર્શાવે છે. સંસદમાં હોબાળો કરીને, વિપક્ષ ફક્ત પોતાને જ નહીં પરંતુ દેશને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે, કારણ કે જનતા કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહેલા બિલોના ગુણદોષ અને તેનાથી તેમને શું મેળવવાનું છે તે સમજી શકતી નથી. પેપર લીક વિરોધી કાયદામાં સુધારો કરતા બિલ પર સંસદમાં ચર્ચા થઈ તે અસામાન્ય નથી, પરંતુ વિપક્ષે અન્ય ઘણા બિલોના કિસ્સામાં તેની ચર્ચા થવાથી અટકાવ્યું. વિપક્ષ હંગામો મચાવી રહ્યો છે, જ્યારે સરકાર લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાવવામાં વ્યસ્ત છે. સંસદમાં ચર્ચામાં ભાગ…

Read More

Ravi Bhatt  રોકાણકાર મિત્રો, આનંદ ને…!! બુધવારના રોજ ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં ટેક્નોલોજી શેરોમાં આવેલી તેજી, એશિયન બજારોમાં મજબૂતી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, રૂપિયામાં સુધારો અને આજે જાહેર થનારી આરબીઆઈની નાણાકીય નીતિ પહેલાં વ્યાજદર યથાવત્ રહેવાની અપેક્ષાએ રોકાણકારોની ભાવનામાં સુધારો નોંધાયો હતો. ઉપરાંત પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના કારણે મુખ્ય સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી હતી. તેમ છતાં દિવસ દરમિયાન આરબીઆઈની નીતિ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને ઉપરના સ્તરે નફાવસૂલીને કારણે વોલેટિલિટી યથાવત્ રહી શકે છે. સેન્સેક્સમાં શરૂઆતથી જ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કેપિટલ ગુડ્સ શેરોમાં મજબૂત…

Read More

Mumbai,તા.05 શોબિઝ અને ક્રિકેટની દુનિયા વચ્ચે ઘેરો સંબંધ રહ્યો છે. અવારનવાર અનેક હસીનાઓના નામ ક્રિકેટરો સાથે જોડાઈ ચૂક્યા છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની પણ એક સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી સાથે લિંક-અપની ખબરોએ જોર પકડ્યું હતું. હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ સાથેના અફેરના અહેવાલો પર મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.વાસ્તવમાં બ્રેટ લીએ પોતાના IPL કરિયરની શરૂઆત પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સથી કરી હતી. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો હતો. બ્રેટ લી જ્યારે પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો, ત્યારે તે ઘણીવાર પ્રીતિ ઝિન્ટા સાથે જોવા મળતો હતો, જેના પછી બંને વચ્ચેના અફેરની અફવાઓ…

Read More