- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Mumbai,તા.05 10 વખતનો WWE વર્લ્ડ ચેમ્પિયન અને કોમ્બેટ સ્પોર્ટ્સનો સૌથી મોટા સ્ટારમાં સામેલ બ્રોક લેસનરે પ્રોફેશનલ રેસલિંગથી સત્તાવાર રીતે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. 49 વર્ષીય લેસનરે ‘The Pat McAfee Show’માં પોતાના રિટાયરમેન્ટનું એલાન કરતા કહ્યું કે, ‘મારી સફર હવે માત્ર WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ)માં જ નહીં, પરંતુ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ફાઈટિંગથી ખતમ થઈ ગઈ છે.’લેસનરે જણાવ્યું કે, ગત શનિવારે સમરસ્લેમમાં રમાયેલી મારી મેચ મારા કરિયરની છેલ્લી મેચ હતી. તેણે સ્વીકાર્યું કે રેસલમેનિયા દરમિયાન જ મને સમજાઈ ગયું હતું કે, મારો સમય પૂરો થઈ ચૂક્યો છે. તે મેચમાં ઓબા ફેમી સામે હાર્યા બાદ તેણે રિંગમાં પોતાના બૂટ અને ગ્લોવ્સ ઉતારી…
Mumbai,તા.05 ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ટોચના ઝડપી બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે ઉગરી ન શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાંથી બહાર થઈ શકે છે. બુમરાહ ગેરહાજર હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં પુનઃ સ્થાન મળશે, પરંતુ પસંદગીકારોએ શમીના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.આકિબ નબી ભારતીય સીનિયર ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ખેલાડી બનશે. આ પહેલાં પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને ભારતીય સીમિત ઓવરોની ટીમમાં તક મળી ચૂકી છે. આકિબની…
Mumbai,તા.05 ફૂટબોલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને તેમની પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગેઝ (Georgina Rodriguez) ના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. પોર્ટુગલના મીડિયા રિપોર્ટ મુજબ, આ ચર્ચિત કપલ 8 ઓગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, રોનાલ્ડો કે જ્યોર્જિના દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.રિપોર્ટ અનુસાર, બંનેના લગ્ન પોર્ટુગલના મદીરા દ્વીપ પર આવેલા ‘ફનચલ કેથેડ્રલ’માં થવાની સંભાવના છે. આ જગ્યા રોનાલ્ડો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેમનું બાળપણ આ જ દ્વીપ પર વિત્યું હતું અને તેમણે પોતાની પ્રોફેશનલ ફૂટબોલ સફરની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. લગ્ન પછીના ભવ્ય સમારોહ માટે…
Mumbai,તા.05 ભોપાલ ગેસ કાંડ વખતે રેલવે કર્મચારીઓએ ભજવેલી ભૂમિકાને લગતી ‘રેલવેમેન’ સીરિઝ બહુ વખણાયા બાદ હવે તે જ તર્જ પર ટનલમેન સીરિઝ પ્લાન થઈ રહી છે. જો કે, આ નવી સિરિઝનું નિર્દેશન નવોદિત અંબિકા પંડિત અને મનન રાવતને સોંપવામાં આવ્યું છે જ્યારે શિવ રવૈલ શોના શો રનર તરીકે કામ કરશે.૨૦૨૩માં ઉત્તરાખંડમાં સિલ્કયારા ટનલ ધસી પડતાં તેમાં કામ કરતાં ૪૧ કામદારો તેમાં પખવાડિયા સુધી ફસાઇ ગયા હતા.
Mumbai,તા.05 પોતાની ઓળખ, નામ અને સમાનતાનો દુરુપયોગ ટાળવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે હિરોઇન તબુએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ આ અરજીમાં બચાવપક્ષની વિગતોનો યોગ્ય ઉલ્લેખ થયો ન હોઇ જસ્ટિસ જ્યોતિસિંહે આ કેસની સુનાવણી છ ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.પોતાના નામ, તસવીર, અવાજ અને ઓળખના અન્ય પાસાંઓનો દુરુપયોગ ડિજિટલ સ્પેસમાં કરવામાં ન આવે તે માટે ઘણી હસ્તીઓએ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કોર્ટ દ્વારા તેમને સંરક્ષણ આપવામાં આવ્યું છે.અગાઉ અનિલ કપૂર તથા ઐશ્વર્યા રાય સહિતના અનેક સિને સ્ટાર્સ આવું રક્ષણ મેળવી ચૂક્યા છે. સલમાન ખાને પણ તેના પર્સનાલિટી રાઇટ્સ માટે આવો દાવો નોંધાવેલો છે.એઆઇ દ્વારા કોઇપણ વ્યક્તિના…
Mumbai,તા.05 ઇમરાનખાને એક દાયકા બાદ પોતાના પુનરાગમનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’નું શૂટિંગ પુરૂ થઇ ગયું છે અને હાલ ચાલી રહેલું તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પુરૂ થતાં જ તેને વર્ષના અંત પહેલાં રજૂ કરી દેવામાં આવશે.૨૦૦૮માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘જાને તુ યા જાન’ે માં હિરોઇન જેનેલિયા ડિસોઝા સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કદમ મુકનારાં ઇમરાનખાનની છેલ્લી ફિલ્મ ‘કટ્ટીબટ્ટી’ ૨૦૧૫માં આવી હતી. જેને નિખિલ અડવાણીએ નિર્દેશિત કરી હતી અને આ ફિલ્મમાં તેની સાથે કંગના રનૌત પણ હતી.ઇમરાનખાને તેના પુનરાગમનની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતાં જણાવ્યું હતું કે આ એક પરિપક્વ રોમાન્ટિક કોમેડી છે. જેમાં મેં…
Mumbai,તા.05 સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું આખરી શેડયુલ મુંબઇમાં ચાલી રહ્યું છે.આ ફિલ્મ મૂળ ડિસેમ્બર ૨૦૨૫માં થિયેટર્સમાં રજૂ થવાની હતી પણ હવે તે એક વર્ષ કરતાં વધારે મોડી પડી જાન્યુઆરી ૨૦૨૭માં રજૂ થશે.હાલ મુંબઇમાં ગોરેગાંવ ખાતે આ ફિલ્મના આખરી શેડયુલમાં યુદ્ધના બે સીન અને બે ડાન્સ નંબર્સનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. સંજય લીલા ભણશાળી ૩૧ ઓગસ્ટ સુધીમાં ફિલ્મનું શૂટિંગ સમેટી લેવા માંગે છે. કેમ કે ફિલ્મમાં કામ કરતાં ટોચના ત્રણે કળાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અતિવ્યસ્ત છે. રણબીર ‘લવ એન્ડ વોર’નું કામ પુરું થતાં જ રામાયણનું પ્રમોશન શરૂ કરશે. સપ્ટેમ્બરની મધ્યમાં રણબીર કપૂર…
Mumbai,તા.05 બોલીવુડમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર જાણીતા એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોક છવાયો છે. પ્રદીપ રાવતના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને અનેક બોલીવુડ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ કેટલાક મહિનાઓ પહેલા કેન્સરે ફરીથી ઉથલો માર્યો હતો. છેલ્લા 2 મહિનાથી તેઓ…
Mumbai,તા.05 બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ આ વર્ષની તેની ત્રીજી ફિલ્મ સાથે થિયેટર્સમાં ધમાકો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 14 Augustના રોજ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બંટવારા 1947’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ સાથે થશે. બંને ફિલ્મો વચ્ચે મોટો ક્લેશ જોવા મળશે અને બંને પક્ષે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં અને આમીર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘બંટવારા 1947’માં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અત્યંત દમદાર રહ્યું છે.…
Mumbai,તા.05 રિયાલિટી શો ‘એલાયન્સ’ના નવા એપિસોડે દર્શકો અને ફેન્સની ઉત્સુકતામાં ભારે વધારો કરી દીધો છે. આ વખતે શોમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના નાના ભાઈ સોહેલ ખાનને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. પ્રોમોમાં સલમાન ખાન પોતાના ભાઈ સોહેલ અને તેમની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહના છૂટાછેડાનો ઉલ્લેખ કરતી વખતે અત્યંત ભાવુક દેખાયા હતા. સલમાન ખાને જણાવ્યું હતું કે સોહેલે પોતાનો સંબંધ બચાવવા માટે દરેક શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં તેણે સમગ્ર બાબતનો દોષ પોતાના માથે લઈ લીધો હતો. બીજી તરફ, આ શો દરમિયાન સોહેલ અને સીમાએ પણ પોતાના ભૂતપૂર્વ સંબંધ, અલગ થવાના કારણો અને ફરીથી વાતચીત શરૂ થવા અંગે…
