- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
New Delhiતા.5 સોના-ચાંદીમાં કેટલાંક વખતથી વારાફરતી તેજી-મંદી થવા સાથે અનિશ્ચિત માહોલ રહ્યો છે ત્યારે આજે ભાવમાં જબરી તેજી થઈ હતી. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થવા લાગતા જ ભાવ સુધરતા ગ્રાહકોથી માંડીને ઈન્વેસ્ટરો આવતા દિવસોના ટ્રેન્ડ પર નજર તાકવા લાગ્યા છે. રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો હાજર ભાવ ફરી 1.50 લાખના સ્તરે આવી ગયો હતો તેમાં 2500 રૂપિયાનો ઉછાળો હતો. કોમોડીટી વાયદામાં 1900નો ઉછાળો હતો અને ભાવ 146200 થયો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનુ 4163 ડોલર હતું. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઉછાળો હતો. હાજર ચાંદી 6300ના ઉછાળાથી 232400 હતી. વાયદામાં 4750ના ઉછાળાથી 226375 હતી. જયારે વિશ્વબજારમાં ભાવ 61.56 ડોલરે પહોંચ્યો હતો.…
New Delhi, તા.5 શેરબજારના નિયામક સેબીએ સ્પષ્ટ કર્યું છે કે, `ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) ની નવી પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો, તેની સમીક્ષા કરવાનો કે તેને બંધ કરવાનો કોઈ જ વિચાર નથી. સેબીના સૂત્રો મુજબ, નવી CAS સિસ્ટમની ડિઝાઇન, હેતુ અને તેની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય છે અને તેમાં કોઈ સમસ્યા નથી. આ સાથે જ સેબીએ તમામ સ્ટોક બ્રોકર્સને આગ્રહ કર્યો છે કે તેઓ સામાન્ય (રિટેલ) રોકાણકારોને આ સિસ્ટમ વિશે માહિતગાર કરે જેથી CAS માળખામાં તેમની ભાગીદારી વધારી શકાય. આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે વાયદા બજાર (FO) ના શેરો માટે લાગું કરાયેલી આ નવી ઓક્શન પદ્ધતિ બાદ નિફ્ટી અને સેન્સેક્સના…
New Delhi, તા.5 મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ભારતમાં યુઝર્સની ઉંમરની ચકાસણી કરવા માટે એક નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ભારત સરકારનાં આગામી ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન’ (DPDP) એક્ટના નિયમોનું પાલન કરવા માટે આ તૈયારીઓ થઈ રહી છે. જોકે, આ ટેસ્ટિંગ દરમિયાન કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સોમવારે સાંજે ભારત સહિત ઘણાં યુઝર્સના એકાઉન્ટ્સ અચાનક 24 કલાક માટે ‘રિવ્યૂ’ હેઠળ મુકાઈ ગયાં હતાં, જેનાં કારણે લોકોને વોટ્સએપ વાપરવામાં ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકારનો DPDP એક્ટ 13 મે, 2027થી અમલમાં આવવાનો છે, જે 18 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં ડેટાનો ઉપયોગ કરવા અંગે કડક નિયમો ધરાવે છે. આ કાયદા હેઠળ…
Dubai,તા.5 ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ યુદ્ધ થંભી ગયુ છે પરંતુ અચાનક જ દુબઈમાં જેબેલ અલી પાસે શ્રેણીબદ્ધ વિસ્ફોટ નોંધાતા ભારે દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે. ઈરાન અને અમેરિકાએ હાલ એકબીજા પર હુમલા કરતા નથી પરંતુ અચાનક જ લાંબો સમય સુધી દુબઈમાં 20 મીનીટમાં આ પ્રકારના સાત વિસ્ફોટ સંભળાયા હતા. અહીના જેબેલ અલી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 20 મીનીટમાં જ સાત વિસ્ફોટ નોંધાયા હતા અને તેનો વિડીયો બનાવી રહેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી આ વિસ્તાર યુદ્ધમાં હુમલાથી મુક્ત રહ્યો છે પણ અચાનક જ એક બાદ એક વિસ્ફોટ સર્જાતા જબરી અફડાતફડી સર્જાઈ હતી. જેબેલ અલી યુએઈમાં એક મહત્વના શોપીંગ…
Washington, તા.5 અબજોપતિ એલોન મસ્કની બે્રઇન-ચિપ કંપની ન્યુરાલિંક મગજમાં ચિપ મૂકીને અંધાપો સંપૂર્ણપણે દૂર કરવાનાં મિશન પર કામ કરી રહી છે. મસ્કની આ જાહેરાતે માનવ ક્ષમતાઓની સીમાઓ અંગે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. અગાઉ માત્ર લકવાગ્રસ્ત (પેરાલાઇઝ્ડ) દર્દીઓને વિચાર માત્રથી ડિજિટલ સાધનો કંટ્રોલ કરવામાં મદદ કરવા સુધી સીમિત રહેલી ન્યુરાલિંક હવે દ્રષ્ટિ પાછી લાવવાની દિશામાં આગળ વધી રહી છે. મસ્કના જણાવ્યાં મુજબ, આ પ્રોજેક્ટ સફળ થવાથી જન્મથી અંધ હોય તેવા લોકોને પણ જોવાની ક્ષમતા મળશે. `સૂપરહ્યુમન’ વિઝન અને સુપરહીરો જેવી દ્રષ્ટિ આ ટેક્નોલોજી માત્ર સામાન્ય માનવ દ્રષ્ટિ આપવા સુધી સીમિત નથી રહેવાની. મસ્કના જણાવ્યા મુજબ, લાંબા ગાળે ન્યુરાલિંક…
California,તા.05 આજે ચંદ્રની ધરતી પર એક અજીબ ઘટના બનવા જઈ રહી છે. અમેરિકી કંપની સ્પેસ એકસના રોકેટના ચાર ટન વજનનો ટુકડો જે ગત વર્ષની અંતરિક્ષમાં તરી રહ્યો છે તે આજે તેજ રફતારથી ચંદ્રની સપાટી પર ટકરાશે. જો કે તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી પણ આ રોકેટ બુલેટ ટ્રેનથી 27 ગણી ગતિથી ચંદ્રની ધરતી પર ટકરાશે તો તે સમયે એક મોટો ખાડો પડવાની ધારણા છે જે આગામી સમયમાં ચંદ્રની ધરતી અંગેના સંશોધનમાં અત્યંત ઉપયોગી બનશે. એક બસ આકારનો આ રોકેટનો ટુકડો 2025માં ફાયરફલાય એર સ્પેસ મારફત લુનાર- લેન્ડર તરીકે ચંદ્ર ભણી મોકલાયો હતો જે આજે બપોર બાદ ચંદ્ર સાથે ટકરાશે. જે…
Washington,તા.05 અમેરિકાની વિસા-ગ્રીનકાર્ડ પદ્ધતિને વધુમાં વધુ મુશ્કેલ બનાવી રહેલા ટ્રમ્પ શાસને ગત મહિને અમેરિકી અદાલતે હાઈ સ્કીલ વર્કર- ઉચ્ચ કુશળ કામદારોમાં નવા એચ-વન-બી વિસા માટે 1 લાખ ડોલરની ફી લાદતા કાનૂન રદ કર્યા અને ફેડરલ કોર્ટે પણ તે ચુકાદા સામે સ્ટે આપવા ઈન્કાર કર્યા પછી હવે ટ્રમ્પ શાસને એચ-વન-બી તથા એલ-વન ના હાલના વિસા ધારકોને પણ જો તેમના વિસાની મુદત લંબાવવી હોય તો તેના માટે ઉંચી એકસટેન્ડેન્ટ મુદત વધારા ફી વસુલવા નિર્ણય લીધો છે. આગામી સમયમાં હવે જેઓની વિસા મુદત પુરી થઈ રહી છે તેઓને માટે આ નવો નિયમ લાગુ થઈ જશે. આ માટે 9-11 રિસ્પોન્સ ફી તથા બાયોમેટ્રીક એન્ટ્રી-…
New Delhi,તા.05 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વધુ એક વખત વ્યાજદરમાં ફેરફાર નહી કરવા નિર્ણય લીધો છે. સોમવારથી પ્રારંભ થયેલી આરબીઆઈની મોનેટરી પોલીસીની દ્વીમાસીક બેઠકમાં રેપોરેટ 5.25% એ યથાવત રાખવા નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કનો આ નિર્ણય અપેક્ષા મુજબ જ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હાલની નેરૂત્યના ચોમાસાની સ્થિતિ, ફુગાવા તથા પશ્ચિમ એશિયામાં જે હજું પ્રવાહી સ્થિતિ છે તેથી વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં હોવાનું પસંદ કરે છે તથા ખાસ કરીને સપ્લાય સાઈડ પ્રેસર- કાચા માલ- ક્રુડતેલ વિ.ના પુરવઠાની અનિશ્ચિતતા હજુ યથાવત છે. ખાસ કરીને વૈશ્વિક આર્થિક વાતાવરણ પણ અનિશ્ચિત રહ્યું છે તથા ભારત હાલ તેના અર્થતંત્ર માટે `નેચરલ’- સ્થિતિ જુએ છે.…
New Delhi, તા. 5 ઘર ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રિયલ એસ્ટેટ કંપની નાદાર થાય, તો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) હેઠળ મળતી રાહત માત્ર કંપનીને જ લાગું પડશે. તેના માલિકો, પ્રમોટરો, ડિરેક્ટરો, વ્યક્તિગત ગેરંટર અથવા અન્ય સંબંધિત વ્યક્તિઓને આનું સંરક્ષણ મળશે નહીં. આનો અર્થ એ છે કે, ઘર ખરીદનારાઓ હવે નાદાર કંપનીનાં પ્રમોટર અને ડિરેક્ટરો સામે કાનૂની કાર્યવાહી ચાલું રાખી શકશે. બેંગલુના ‘માન્યતા એનર્જી’ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ વર્ષ 2023માં નેશનલ ક્નઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) પાસે અરજી કરી હતી. કંપનીએ 31 ડિસેમ્બર 2018 સુધીમાં પઝેશન આપવાનો વાયદો કર્યો…
New Delhi તા.5 દેશમાં વધતા જતા ડિજીટલ પેમેન્ટમાં યુપીઆઇની ભૂમિકા વધી રહી છે અને લોકો હવે મોબાઇલ મારફત નાની રકમનું પણ પેમેન્ટ ડિજીટલ રીતે કરતા હોવાથી સિસ્ટમ ઉપર સતત બોજો વધી રહ્યો છે અને યુપીઆઇ સેવા આપતી કંપનીઓ તથા કલીયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પરનો સંચાલન બોજો વધી રહ્યો છે. તે વચ્ચે સરકાર હવે યુપીઆઇમાં રૂા. 2000થી વધુના પેમેન્ટમાં 0.25થી 0.4 સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કે ચાર્જ વસુલવા છુટ આપે તેવા સંકેત છે. જોકે તેના કારણે એક વ્યકિતથી બીજા વ્યકિત એટલે કે જે પર્સનલ નાણા બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે તેના પર કોઇ બોજો આવશે નહીં પરંતુ મર્ચન્ટ પેમેન્ટમાં આ પ્રકારનો…
