- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Kolkata, તા.5 દેશમાં હાલમાં જ વંદેમાતરમના ગાયન અંગેના નિયમો જાહેર કરાયા છે અને રાષ્ટ્રગીતનો પણ દરજજો અપાયો છે તે વચ્ચે પશ્ચિમ બંગાળમાં મદ્રેસાઓમાં વંદેમાતરમની તમામ છ પંક્તિઓ ગાવા સામે થયેલી રિટમાં હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે મદ્રેસામાં વંદેમાતરમ જો ગાવામાં આવે તો કોઈ આભ તૂટી પડશે નહી. કોલકતા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તાપબ્રત ચક્રવર્તીએ આ અંગેની રિટ સામેની સુનાવણી સમયે જણાવ્યું કે હજારો ઈસાઈ એટલે કે ક્રિશ્ચીયન સ્કુલો પણ છે જયાં તમામ વિદ્યાર્થીઓને ઈશ્વરની પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે તો શું અન્ય ધર્મના વિદ્યાર્થીઓ તેમાં કોઈ પ્રશ્ન ઉઠાવે છે તે જ રીતે મદ્રેસાઓમાં જો વંદેમાતરમ ગાવામાં આવે તો કોઈ…
Tamil Nadu, તા.5 તામિલનાડુમાં ટીવીકે સરકારે ચુંટણી સમયે મહિલાઓને રેશમની સાડી અને એક સોનાનો સિકકો આપવાનું જે વચન આપ્યુ હતું તે પુરુ કરવા માટે રાજય સરકારે તેના બજેટમાં રૂા.812 કરોડની જોગવાઈ કરી છે. આજે વિધાનસભામાં રાજયના નાણામંત્રી એન.એમ.વિલ્સન એ બજેટ રજુ કર્યુ હતું અને તેમાં આ મહત્વની જોગવાઈ કરી હતી તથા તામિલનાડુ એક સમૃદ્ધ રાજય બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય અને ચુંટણી સમયે જે રેશમની સાડી અને સોનાનો સિકકો આપવાની જાહેરાત કરી હતી તે માટે પ્રથમ વખત આ પ્રમાણે જોગવાઈ કરી છે અને તેનો અમલ ટુંક સમયમાં શરુ થઈ જશે. એટલુ જ નહી રાજયના વિકાસ માટે હવે અનેક મહત્વપૂર્ણ…
Mumbai,તા.05 મુંબઈ પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સરકારી સેલેરી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે. જે કર્મચારીઓનું વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું, તેમના નામે કરોડો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવાનો મોટો પર્દાફાશ થયો છે. કાગળ પર નોંધાયેલા 10 કથિત બોગસ કર્મચારીઓને વર્ષ 2019-20 દરમિયાન અંદાજે રૂ. 6.41 કરોડ પગાર તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા. આ આખા કૌભાંડનો ખુલાસો આશરે છ વર્ષ પછી થયો, જ્યારે કર્મચારીઓનો ડેટા જૂના પે પોર્ટલ `સેવાર્થ’ પરથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના સ્ટાફ દર્શાવાયા તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે લોકોને દર મહિને સરકારી તિજોરીમાંથી…
New Delhi, તા. 5 લાલ સમુદ્ર (Red Sea) માં યમન કિનારા નજીક એક ભારતીય ધ્વજ ધરાવતાં માલવાહક જહાજ પર અજ્ઞાત દિશામાંથી મિસાઇલ અથવા પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાં કારણે જહાજ સમુદ્રમાં પલટી મારીને ડૂબી ગયું હતું. `MSV ફેઝ નૂરે ઓલિયા’ નામનાં આ જહાજ પર કુલ 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ઘટનાની જાણ થતાં જ યમન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી યમનના મોખા બંદર પર પહોંચાડ્યા હતાં. ડૂબેલાં જહાજ પર સવાર ક્રૂ સભ્યોમાં 13 ભારતીય નાગરિકો અને 1 વિદેશી નાગરિકનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય બંદર અને જહાજ પરિવહન મંત્રી સરબાનંદ સોનોવાલે…
New Delhi, તા.5 એઆઇ (આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ)નો ઉપયોગને બદલે દુરૂપયોગ વધુ થઇ રહ્યો છે. ફેક અને ડીપફેક વિડીયો બનાવીને લોકો સાથે ઠગાઇ આચરવામાં આવી રહી છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન એક એવી રોકાણ યોજનાનું સમર્થન કરતા દેખાય છે. જે માત્ર રર હજાર રૂપિયાના રોકાણ પર મહિને 30 લાખ રૂપિયા કમાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઇને ઘણા લોકો તેને સરકારી યોજના સમજી રહ્યા છે. પરંતુ આ વિડીયોને સરકારની અધિકૃત ફેકટચેક એજન્સી પીઆઇબી ફેકટચેકે આ વિડીયોની સચ્ચાઇને બહાર લાવીને તેને બોગસ જાહેર કરી છે. વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ…
New Delhi, તા. 5 સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની અવધિ (મુદ્દત) ચાર વર્ષ અને નવાં દ્વિચક્રી (બે પૈડાંવાળાં) વાહનો માટે છ વર્ષ કરવાની સૂચના આપી છે. પહેલાં આ અવધિ કાર માટે ત્રણ વર્ષ અને મોટરસાઇકલ માટે પાંચ વર્ષ હતી. પીઠે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA/ઇરડા) અને જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના વાંધાઓને બાજુ પર મૂકીને આ આદેશ આપ્યો છે. જસ્ટિસ કરોલે આદેશમાં કહ્યું કે આઠ વર્ષ પહેલાં આપવામાં આવેલાં નિર્દેશો છતાં, મોટી સંખ્યામાં વાહનો વીમા વગરનાં છે. સુપ્રીમ કોર્ટે ઇરડાને આ આદેશનો અમલ કરાવવા માટે તાત્કાલિક જરૂરી નિર્દેશો બહાર પાડવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે…
New Delhi, તા.5 શું તમારી ગાડીનો ઈુસ્યોરન્સ નથી? તો નજીકના ભવિષ્યમાં તમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ન મળી શકે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે માર્ગો પર ઈુસ્યોરન્સ વિના દોડતી ગાડીઓ દોડતી હોવાની સમસ્યાનો સામનો કરવા માટે આ સૂચન કર્યું છે કે જે ગાડીઓનો વીમો નથી તેમનું ચલણ ફાડો અને આવી ગાડીઓને પેટ્રોલ પણ ન આપો. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે હાઈવે અને માર્ગો પર લાગેલા કેમેરાનો ઉપયોગ કરી આવી ગાડીઓની ઓળખ કરો અને તેના માલિકોને ચલણ મોકલવામાં આવે. ભારતીય માર્ગો પર દોડતા લગભગ 56 ટકા વાહનો (જેમાંથી મોટાભાગના ટુ વ્હીલર છે) નો વીમો ન હોવા પર આશ્ચર્ય બતાવી જસ્ટીસ સંજય…
New Delhi, તા.5 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયો ફેસબુક પરથી સાડા પાંચ કલાક સુધી હટાવી લેવાના મુદ્દે સંસદીય સમિતિ એ આકરૂ વલણ અપનાવ્યું છે અને આ અંગે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના વડા માર્ક ઝુકરબર્ગ જો ત્રણ દિવસમાં માફી ન માંગે તો ફેસબુકને જે સેફ હાર્બર કલોઝ હેઠળ રક્ષણ મળે છે તે દુર કરવા સંસદીય સમિતિએ ચેતવણી આપી છે. ભાજપના સાંસદ નિશીકાંત દુબેના અધ્યક્ષ કમીટીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 140 કરોડ ભારતીયોના પ્રતિનિધિ છે અને તેમનો વિડીયો ડિલીટ કરવો કે દુર કરવો તે ભારતીય લોકતંત્ર પર સીધો હુમલો છે. જો ફેસબુક આ અંગે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે અને…
Gir Somnath,તા.૪ દરિયાના ઉછળતા મોજા અને ઊંડા પાણીમાં બે મિત્રો ડૂબવા લાગતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ દોડ્યા હતા.પરંતુ જોતજોતામાં પાંચેય કિશોરો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે દરિયાકિનારે એક મોટી દુર્ઘટના સામે આવી છે.દરિયામાં નહાવા પડેલા પાંચ કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.દરિયાના ઉછળતા મોજા અને ઊંડા પાણીમાં બે મિત્રો ડૂબવા લાગતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ દોડ્યા હતા.પરંતુ જોતજોતામાં પાંચેય કિશોરો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દરિયા કિનારે દોડી આવ્યા હતા. ઘટના સમયે…
પેકેટ પરના દાવા અને FSSAI લોગો તપાસવા સલાહ નવી દિલ્હી,તા.૪ પેકેજ્ડ ફૂડ અને અન્ય ઉત્પાદનો પર ‘૧૦૦% શુદ્ધ’, ‘૧૦૦% કુદરતી’ જેવા દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમનકારી સંસ્થાએ આવા ભ્રામક દાવાઓને લઈને અનેક કંપનીઓને ચેતવણી આપી છે અને નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે. FSSAIનું કહેવું છે કે કોઈપણ મલ્ટી-ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એકથી વધુ ઘટકો ધરાવતા ખાદ્ય પદાર્થને ‘૧૦૦% શુદ્ધ’ તરીકે રજૂ કરવો ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. પેકેજ્ડ ફૂડ અંગે કરવામાં આવતા આવા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સામે હવે કડક નજર રાખવામાં આવી રહી છે. FSSAIએ ડાબર…
