- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Prayagrajતા.૪ પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના ઘરમાંથી ત્રણ લોકોની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી. મૃતકોમાં એક પતિ-પત્ની, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય બહેરા અને મૂંગા હતા અને એક જ ઘરમાં રહેતા હતા. આ ત્રિપલ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પુરુષના શરીર પર ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્યું છે. જોકે, બે મહિલાઓના શરીર પર કોઈ બાહ્ય ઈજાઓ મળી નથી. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો પણ મળી આવી છે. પ્રાથમિક રીતે, એવી શંકા છે કે આ ઘટના કોઈ ઝઘડા કે લડાઈને કારણે બની હતી. ઘટનાની માહિતી મળતાં, શાહગંજ અને…
Surat,તા.૪ Surat ફેમિલી કોર્ટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેનેડામાં રહેતી પત્ની અને પશ્ચિમ આફ્રિકાના સીએરા લિઓનમાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની નોંધાવી ભારત આવ્યા વિના જ પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીય દંપતીઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે જોવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતા યુવક અને ઉતરાણની યુવતીના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા. લગ્નજીવનના કેટલાક વર્ષો બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો વધતા ગયા અને માર્ચ ૨૦૨૩થી બંને અલગ રહેવા લાગ્યા. બાદમાં પતિ રોજગાર માટે સીએરા લિઓન અને પત્ની કેનેડા સ્થાયી થઈ ગયા. બંનેએ કાયમી…
New Delhi,તા.૪ બિહારમાં બાંકીપુર અને મધ્યપ્રદેશમાં દતિયાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની હાર બાદ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે શાસક પક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો ભાજપથી કંટાળી ગયા છે. જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બાંકીપુર વિધાનસભા બેઠકમાં ભાજપ પ્રમુખ નીતિન નવીન દ્વારા ખાલી પડેલી બેઠક પર કબજો કર્યો. મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા બેઠક પર પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે પત્રકારોએ સંસદ સંકુલમાં પેટાચૂંટણીના પરિણામો પર પ્રિયંકા ગાંધીને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે કહ્યું, “તે સ્પષ્ટ છે કે જનતા ભાજપથી કંટાળી ગઈ છે અને કંટાળી ગઈ છે. હવે લોકો સમજી…
Surat,તા.૪ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ૧૮૮ કિલોમીટર વિસ્તારમાં ડીજીપીએસ અને ડ્રોન સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ વરાછા ખાડીનું પાણી તાપી નદીમાં ડાયવર્ટ કરવા માટેના આયોજન પર પણ કામ ચાલી રહ્યું છે. જોકે, આ સમગ્ર આયોજન પર ભાજપના વરાછા ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કિશોર કાનાણીએ જણાવ્યું કે ચીકુવાડી વિસ્તારમાંથી ખાડીનું પાણી વર્ષોથી તાપી નદીમાં જ છોડવામાં આવે છે. તેથી તેને નવું આયોજન તરીકે રજૂ કરવું યોગ્ય નથી. તેમના કહેવા મુજબ માત્ર એક સ્થળે પાણી ડાયવર્ટ કરવાથી શહેરમાં પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ આવી શકશે નહીં. તેમણે સમગ્ર ડ્રેનેજ…
Gandhinagar,તા.૪ ગુજરાત ભાજપના ગઢ ગણાતા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ભાજપમાં જ આંતરિક અસંતોષ સપાટી પર પહોંચ્યો છે. માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ સામે તેમના જ મતવિસ્તારના ભાજપના કાર્યકરો અને સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. જે.એસ. પટેલ સામે સ્વપક્ષના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો છે અને કમલમ ખાતે કેસરી ખેસ પહેરીને જ ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે વેડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. માણસાના વેડા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ગામના બિસ્માર રોડ બાબતે ધારાસભ્ય જે.એસ. પટેલને વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ…
વિનોદભાઇ માછી નિરંકારી તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરીને હવે ભગવાન આગળના ત્રણ શ્ર્લોકો (૪/૩૫-૩૭)માં તત્વજ્ઞાનનું વાસ્તવિક માહાત્મય બતાવે છે. હવે ગીતા શ્ર્લોક(૪/૩૭)માં ઉદાહરણ આપીને સમજાવે છે કે.. યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરૂતેઽર્જુન જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે તથા (અર્જુન-હે અર્જુન ! યથા-જે રીતે, સમિદ્ધઃ-ભડભડતો, અગ્નિઃ-અગ્નિ, એધાંસિ-ઇંધણોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે, તથા-તેવી જ રીતે, જ્ઞાનાગ્નિઃ-જ્ઞાનરૂપી અગ્નિ, સર્વકર્માણિ-સમગ્ર કર્મોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે.) હે અર્જુન ! જે રીતે ભડભડતો અગ્નિ ઇંધણોને સર્વથા ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે.(ગીતાઃ૪/૩૭) કર્મના સિદ્ધાંતનો અહી અપવાદ બતાવે છે. બધાં કર્મો ભોગવવાં જ પડે,છુટકો જ નહી-આ કર્મનો સિદ્ધાંત છે પરંતુ તેમાં આટલો અપવાદ છે કે જો કર્તા જીવાત્માને જ્ઞાન થઇ…
વિનોદભાઇ માછી નિરંકારી માર્કંડેય પુરાણમાં એક બોધકથા છે કે રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા. એક જગ્યા એ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે અને વિચારે છે કે કૈકેયીએ રામને વનવાસ આપેલો છે મને નહિ..! મારે રામની સેવા કરવાની શી જરૂર છે? મનમાં રામ-સીતાજી પ્રત્યે કુભાવ આવ્યો છે. રામજીને ખબર પડી એટલે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ ! આ જગ્યાની માટી લઇ લે સરસ લાગે છે, તેથી લક્ષ્મણજીએ માટીનું પોટલું બાંધ્યું છે, પછી લક્ષ્મણ જયારે આ માટી દૂર મૂકે ત્યારે તેમને રામ-સીતામાં ઈશ્વરના દર્શન થાય છે પણ જેવી પોટલી ઉંચકે એટલે કુભાવ આવે છે, લક્ષ્મણને આશ્ચર્ય થયું કે આમ કેમ થાય છે? તેમણે રામજીને આનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન…
નેશનલ હાઈવે-૫૧ બાયપાસની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે Porbandar, તા.૪ પોરબંદર વિધાનસભા વિસ્તારના પાયાના પ્રશ્નો અને માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા.દિલ્હી ખાતે તેમણેકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સાથે એક ખાસ અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે નેટવર્ક,ટ્રાફિક સમસ્યાઓ અને ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી સમક્ષ વિસ્તારના…
કોર્પોરેટ ઇવેન્ટ્સથી લઈને ખાનગી ઉજવણીઓ સુધીની સુવિધા, સ્થાનિક રોજગારીને પણ મળશે પ્રોત્સાહન Vadodara, તા.૪ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં ૬૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ આ ક્રૂઝ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી સુવિધાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રવાસનને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ પ્રોત્સાહન મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી ૨૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સેવા સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો…
વિનોદભાઇ માછી નિરંકારી મહીસાગર જીલ્લાના ખડોદી-બોરવાઇ કંપા ગામ ખાતે સંત નિરંકારી મિશન બેંગ્લોર-કર્ણાટકના મહાન સંત પ.પૂ.શ્રી સુનીલ રાત્રાજી પધાર્યા હતા, તેમની અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કર્ણપ્રિય સુંદર આધ્યાત્મિક ભજનથી થઇ હતી. દાહોદ ઝોનના ઇન્ચાર્જ મહા.ભૂપેન્દ્રજીએ રામાયણની ચોપાઇ દ્વારા સત્સંગની મહત્તા સમજાવતાં કહ્યું કે બડે ભાગ્ય પાઇએ સત્સંગા,બિનુ હરિ કૃપા મિલહિં નહીં સંગા..ખૂબ જ ઊંચા ભાગ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને સત્સંગ મળે છે, ભગવાનની વિશેષ કૃપા વગર સત્સંગ પ્રાપ્ત થતો નથી. સત્સંગથી કુવિચારો દૂર થાય છે અને માણસ સન્માર્ગે વળે છે. સંતોના સાનિધ્યમાં રહેવાથી મન પવિત્ર બને છે અને ચિંતાઓનો નાશ થાય છે, તે વ્યક્તિને ઈશ્વર ભક્તિ તરફ આગળ વધારે છે.…
