Author: Vikram Raval

પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે (નયના દવે દ્વારા) Jamnagar તા.૪ Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરા પર ધાક-ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આરોપીના સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને સગીરાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર આરોપી મેશુર મિયાજણ કેશુર (ઉ.વ.૨૪)એ નજર બગાડી હતી. તેણે સગીરાને બળજબરીથી પોતાનો મોબાઈલ નંબર…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૪ Jamnagar જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડ તાલુકાના સતિયા ગામના એક ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમનું મોત નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સતિયા ગામના ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૫) એ પોતાની ખેતીનો પાક નિષ્ફળ જતાં ચિંતામાં આવી તા. ૧૦ જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.…

Read More

Torontoતા.૪ કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય મૂળની ૨૬ વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલો પૂર્વયોજિત હતો. હત્યા માટે ભારતીય મૂળના ૩૭ વર્ષીય પુરુષની ધરપકડ કરવામાં આવી છે. ટોરોન્ટો પોલીસ સેવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબાર શુક્રવારે સવારે હમ્બરવુડ બુલવર્ડ અને રેક્સડેલ બુલવર્ડના આંતરછેદ પર થયો હતો. મૃતક મહિલાની ઓળખ નવનીત કૌર તરીકે થઈ છે, જ્યારે ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ બ્રેમ્પટનના શરણજીત સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓએ સવારે ૭ઃ૨૩ વાગ્યે ગોળીબારની જાણ કરી હતી અને કૌરને ગોળીના ઘા મળી આવ્યા હતા. જીવ બચાવવાના પ્રયાસો છતાં, તેણીને…

Read More

સંજય ચેતરીયાની ધરપકડ, પાંચ દિવસના રિમાન્ડ મંજૂર,સઘન પૂછપરછ (નયના દવે દ્વારા) Jamnagar તા.૪ જામનગરના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ગુનો નોંધાતા તેમની સામે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા પાંચ પર પહોંચી છે. પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના ગોડાઉન પર આવી વીડિયો બનાવી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાની તથા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ. ૩ લાખ બળજબરીપૂર્વક પડાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ વધુ રૂ. ૨ લાખની માંગણી કરી સતત ધમકીઓ આપવામાં આવતી હતી. પોલીસ ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા…

Read More

Washington,તા.૪ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવું અને કડક અલ્ટીમેટમ આપ્યું. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાની નેતાઓ ખાનગી અને ગુપ્ત રીતે વાટાઘાટો કરવા તૈયાર દેખાય છે, પરંતુ ખુલ્લેઆમ વાતચીત કરવા તૈયાર નથી. ટ્રમ્પે ઈરાન પર ખૂબ જ બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. દરમિયાન, ઈરાન અમેરિકા સાથે સીધી વાતચીતનો સખત ઇનકાર કરી રહ્યું છે અને કહ્યું છે કે તે ટ્રમ્પ સાથે કોઈપણ વાટાઘાટોમાં જોડાશે નહીં. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકામાં ઈરાન સાથે યુદ્ધ ઉશ્કેરવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. તો, શું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ યુ-ટર્ન લઈ શકે છે? ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ઓમાન સાથે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૪ Jamnagarમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર આશરે આઠ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ તેને જેલ હવાલે કરી દેવાયો છે. સ્નેપ ચેટ ના આધારે યુવતી ના સંપર્કમાં આવ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરની એક યુવતીનો પરિચય સ્નેપ ચેટ ના માધ્યમથી શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા સાથે થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન…

Read More

Jamnagarમાં સવા બે વર્ષ પહેલા ગુમ થયેલ યુવાન ને સાયનાઈડ મિશ્રિત દારૂ પીવડાવી હત્યા કરી મૃતદેહ ફેક્ટરીમાં દાટી પુરાવાનો નાશ કર્યાનો આરોપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૪ જામનગર માં સવા બે વર્ષ પહેલાં ગુમ થયેલા યુવાનની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ત્રણેય આરોપીઓ ને ન્યાયિક કસ્ટડી માં મોકલી આપતાં તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.આ કેસ માં મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન , તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા તેમજ અન્ય એક સાગરીત બાલવીર દેવીરામ વર્મા સામે યુવાન ની પૂર્વયોજિત રીતે હત્યા કરવાનો આરોપ છે. પોલીસ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૪ Jamnagarમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરિણામે પશુપાલકો માં ફફડાટ વ્યાપ્યો છે. આજે સવારે જામનગરના રણજીત સાગર માર્ગ, જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર ઉપર ગાંઠો જોવા મળી હતી, જે લમ્પી રોગ ના લક્ષણો છે. ખાસ કરી ને મચ્છર, માખી, ઈતરડી, બગાઈ જેવા જીવજંતુઓ કરડવા થી અથવા દૂષિત ખોરાક, પાણી મારફત ગાયમાં આ રોગ ફેલાય છે. આ રોગ માં ગાય ને ખૂબ જ તાવ આવે છે, દૂધ ઉત્દાક્તા ઘટી જાય છે, શરીર ઉપર ગાંઠો, પગમાં સોજા, આંખ-નાક માંથી સતત પ્રવાહી ટપકવું વગેરે લક્ષણો જોવા મળે…

Read More

Sachin, ધોની પણ ટેસ્ટમાં ૧૦૦ છગ્ગા ફટકારવામાં નિષ્ફળ રહ્યા છે New Delhi,તા.૪ જ્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગની ચર્ચા થાય છે, ત્યારે ઋષભ પંતનું નામ હંમેશા સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મોટા શોટ રમવાની તેની ક્ષમતા તેને અન્ય બેટ્‌સમેનોથી અલગ પાડે છે. હવે, શ્રીલંકા સામે ૧૫ ઓગસ્ટથી ગાલેમાં શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં, પંત પાસે એવો રેકોર્ડ બનાવવાની તક છે જે કોઈ ભારતીય બેટ્‌સમેન ક્યારેય હાંસલ કરી શક્યો નથી. ભારતીય વિકેટકીપર-બેટ્‌સમેન ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાથી માત્ર ત્રણ છગ્ગા દૂર છે. હાલમાં તેની પાસે ૪૯ ટેસ્ટ મેચમાં ૯૭ છગ્ગા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Wankaner તા.૪ રાતીદેવરી ગામમાં યુવાન દુકાને કરિયાણું લેવા ગયો હતો અને યુવાનના પરિવાર સાથે આરોપીને વ્યવહાર ના હોવાનો ખાર રાખી દુકાને કરિયાણું લેવા નહિ આવવું કહીને ગાળો આપી પાંચ ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વીપલભાઈ વોરા (ઉ.વ.૨૪) નામના યુવાને ગામમાં રહેતા આરોપીઓ રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દિલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રાત્રીના સાડા સાતેક વાગ્યે ફરિયાદી આરોપી રવજીભાઈ વોરાની દુકાને કરિયાણું લેવા ગયો હતો આરોપી…

Read More