- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૪ માણાવદર ખાતે આવેલી બાલકૃષ્ણ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિધિવત શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આયોજકો અને શાળા પરિવાર દ્વારા પધારેલા તમામ અતિથિ વિશેષોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા માણાવદરના મામલતદાર મહેશભાઈ શુક્લએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત જીવન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને યુવાનો વ્યસનથી દૂર રહી પોતાના પરિવાર…
પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન Somnath તા.૪ વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના યશસ્વી માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ ખાતે પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુઓ સુવિધાસભર દર્શન, આવાસ અને ભોજન પ્રસાદ સાથે વિશ્વસ્તરીય આતિથ્યનો અનુભવ મેળવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રારંભ કરાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી આવનાર ભક્તોના પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી શ્રાવણ માસ પૂર્વે વંદે સોમનાથ કલા મહોત્સવ અંતર્ગત સોમનાથ ખાતે દેશ ભરમાંથી કલાકારો પધારીને નૃત્ય આરાધના દ્વારા મહાદેવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પિત કરી રહ્યા છે. ’વંદે સોમનાથ’ ઉપક્રમ હેઠળ છેલ્લા ૨…
Rajkot તા.૪ મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનના હેતુથી હાપા રેલવે સ્ટેશન પર ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૬૦૦ કલાકે થી ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૦૮૦૦ કલાક સુધી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે નીચે મુજબની કેટલીક ટ્રેનો ને આંશિક રીતે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યુ હતું કે આ કામગીરીના કારણે નીચે મુજબની રેલગાડીઓના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે ૧) ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલીજામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, તે ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટજામનગર સેક્શન વચ્ચે આંશિક રદ…
Rajkot તા.૪ Rajkot . પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (છઙઋ) એ જુલાઈ ૨૦૨૬ દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે મિલકતનું રક્ષણ અને સુરક્ષિત રેલ કામગીરીના ક્ષેત્રમાં નોંધપાત્ર ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન છઙઋ એ ૪,૦૩,૧૦૦ ની કિંમતનો ખોવાયેલો સામાન મુસાફરોને પરત કર્યો, રેલવે મિલકતની ચોરીના કેસોમાં ૭ આરોપીઓની ધરપકડ કરી, ચેઇન પુલિંગના ૩૮ કેસોમાં કાર્યવાહી કરી તેમજ બાળકો અને વિખૂટા પડેલા લોકોને તેમના પરિવારજનો સાથે મિલાવીને સેવા, સુરક્ષા અને સતર્કતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નસ્ત્રસેવા હી સંકલ્પનસ્ત્ર અભિયાન અંતર્ગત ૦૧ જુલાઈથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંડિયા વૈશ્વિક સ્તરે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે, અને ભારતીય સંસદ તેની લોકશાહી ભાવના માટે સર્વોચ્ચ સંસ્થાકીય મંચ છે. સંસદ ફક્ત કાયદો બનાવતી સંસ્થા નથી, પરંતુ એક બંધારણીય પદ્ધતિ છે જે લોકોની આશાઓ, સમસ્યાઓ, મતભેદો અને અપેક્ષાઓને રાષ્ટ્રીય નીતિમાં પરિવર્તિત કરે છે. સરકાર તેના બહુમતી પર આધારિત સંસદમાં શાસન કરે છે. જોકે, લોકશાહીની સાચી શક્તિ ફક્ત બહુમતી જ નહીં, પણ ચર્ચા અને વિપક્ષની ભાગીદારી, બિલોની સંપૂર્ણ ચકાસણી, મતદાનમાં પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારીમાં પણ રહેલી છે. તેથી, હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની,ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે સંસદનું મૂલ્ય ફક્ત પસાર થયેલા બિલોની સંખ્યા દ્વારા નહીં, પરંતુ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૪ કાલાવડ તાલુકાના છત્તર ગામ બાદ મહાદેવના પુલિયા પાસે કાળા રંગની ક્રેટા કારની ટક્કરે મોટરસાયકલ પર જઈ રહેલા બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રીંગોલ ગામના અને હાલ મોટા ભાડુકિયા ગામે અરવિંદભાઈ સભાયાની વાડીએ રહી ખેતીમજૂરી કરતા વિપુલભાઈ ચનાભાઈ ભાભોર (ઉ.વ. ૨૧)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના બનેવીના ભાઈ કાળુભાઈ કેવનભાઈ બામલિયા સાથે શેઠની સ્પ્લેન્ડર મોટરસાયકલ (જીજે-૦૩-ડીએમ-૨૪૩૦) પર કાલાવડ તરફ જઈ રહ્યા હતા. છત્તર ગામ બાદ મહાદેવના પુલિયા પાસે પહોંચતા સામે તરફથી જીજે-૧૦-ઈએચ-૦૨૭૮ નંબરની કાળા રંગની ક્રેટા કાર પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી તેમની મોટરસાયકલને ટક્કર મારી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૪ Jamnagar શહેરના કનસુમરા પાટિયા નજીક હાઈવે પર સોમવારે રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રકની હડફેટે આવતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, અને ખોપરી ફાટી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ જીવણભાઈ પરબતભાઈ હરઘાણી (ગઢવી) (ઉંમર ૪૪, રહે. સોનલનગર, નીલકમલ સોસાયટી પાસે, જામનગર) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતની જાણ થતાં જ…
સંતોનું અપમાન કરવું એ શ્રદ્ધાનું અપમાન છે અને વિપક્ષ આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે. Lucknow,તા.૪ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન રામ મંદિરમાં પ્રસાદની ચોરીના મુદ્દા પર વિપક્ષના હોબાળા વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું, “રામ મંદિરમાં જે કંઈ બન્યું તેનો સંતો સાથે કોઈ સંબંધ નથી. સંતો પર કેસ ચલાવવો અત્યંત ચિંતાજનક છે અને આસ્થા પર હુમલો છે.” રામ ભક્તો સંપૂર્ણ સત્ય જાણે છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ મુદ્દાનું રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ…
પાંચ મહિલા સહિત ૧૭ સામે કાર્યવાહી; સીટી એ, સીટી સી અને ધ્રોલ પોલીસે કુલ રૂ. ૭૮,૩૬૦ની રોકડ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો (નયના દવે દ્વારા) Jamnagar તા.૪ જામનગર શહેર અને જિલ્લામાં જુગારના અડ્ડાઓ સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. શહેરના સાધના કોલોની, ગોકુલનગર અને ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ દરોડામાં કુલ ૧૭ જુગારીઓ ઝડપાયા હતા. જેમાં પાંચ મહિલા અને ૧૨ પુરુષ આરોપીઓનો સમાવેશ થાય છે. ત્રણેય દરોડામાં પોલીસે કુલ રૂ. ૭૮,૩૬૦ની રોકડ તેમજ જુગારમાં વપરાતો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સાધના કોલોની ગેટ નં. ૧ નજીક સીટી એ…
Indonesian,તા.૪ ઇન્ડોનેશિયન ફેરીમાં મોટી આગ લાગી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૪૧ લોકો ગુમ છે. શોધ અને બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેરીમાં ૨૭૧ લોકો સવાર હતા. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, બસરનાસના જણાવ્યા અનુસાર, જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર જઈ રહ્યું હતું ત્યારે કેપ્ટને આગની જાણ કરી હતી. ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી નીકળતી એક ફેરીમાં આગ લાગી. આગને કારણે ગભરાટ અને ચીસો ફેલાઈ ગઈ. બચાવ ટીમો હાલમાં બચી ગયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. જોકે, ફેરીમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી. બસારનાસ દ્વારા જાહેર…
