- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Mumbai,તા.03 નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી રહેલી દક્ષિણ ભારતની અભિનેત્રી સાઇ પલ્લવી અભિનયની સાથે તેની સાદગી અને નેચરલ લુક માટે પણ જાણીતી છે. આજકાલ સેલેબ્સ કરોડો રૂપિયાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાઇન કરવા માટે આતુર હોય છે, ત્યારે સાઇ પલ્લવીએ વર્ષ 2019 માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવીને સમાજ સામે દાખલો બેસાડ્યો હતો.હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સાઇ પલ્લવીએ એક જૂનો કિસ્સો વાગોળ્યો હતો. સાઇ પલ્લવીને એક ફેરનેસ ક્રીમની એડ ઓફર થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું એવી કોઈ બ્યુટી પ્રોડક્ટનો પ્રચાર કરવા નથી માંગતી જે લોકોને પોતાની ત્વચાના રંગ પ્રત્યે અસુરક્ષિત કે ઓછો આત્મવિશ્વાસ અનુભવ…
Mumbai,તા.03 માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ના સૌથી લોકપ્રિય સુપરહીરો સ્પાઈડરમેનનો ક્રેઝ અત્યારે ભારતીય બોક્સ ઓફિસ પર માથું ફાડીને બોલી રહ્યો છે. હોલીવૂડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા અભિનીત નવી ફિલ્મ ‘સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ભારતીય સિનેમાઘરોમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી રહી છે. આ ફિલ્મને લઈને ભારતીય દર્શકોમાં એટલો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે કે જેની કલ્પના કદાચ ફિલ્મના નિર્માતાઓએ પણ નહીં કરી હોય. બોક્સ ઓફિસ પર ફિલ્મ જે ઝડપે આગળ વધી રહી છે તે જોતાં ટૂંક સમયમાં જ ટોમ હોલેન્ડનો સ્પાઈડરમેન ભારતમાં સૌથી વધુ કમાણી કરનારો સુપરહીરો બની જશે. ‘સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ ભારતમાં પ્રદર્શિત થતાની સાથે…
Mumbai,તા.03 ટાઈગર શ્રોફની મુખ્ય ભૂમિકા ધરાવતી આગામી ફિલ્મમાં નુસરત ભરુચા અને પશ્મિના રોશનની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મનાં કાસ્ટિંગમાં પહેેલેથી જ અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ સામેલ છે. રેમો ડિસોઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.નુસરત અને પશ્મિના પહેલી જ વાર સ્ક્રીન પર સાથે દેખાશે અને બંને પહેલીવાર ટાઈગર શ્રોફ સામે કાસ્ટ કરાયા છે. ફિલ્મનું શૂટિંગ તા. પહેલી ઓગસ્ટથી શરુ થઈ ગયું છે.ફિલ્મની વાર્તા વિશે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી. ફિલ્મનું ટાઈટલ પણ હજુ નક્કી કરાયું નથી. ટાઈગર શ્રોફ પાછલાં કેટલાયં વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહ્યો છે. બીજી તરફ હૃતિક રોશનની કઝીન પશ્મિના પણ ફિલ્મી…
Mumbai,તા.03 હૃતિક રોશન અને કંગના રણૌત ફરી એક દાયકા બાદ ઓનલાઈન ઝઘડી પડયાં છે. આ વખતે કંગનાએ હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદનું નામ લઈને તેને બળતામાં ઘી ન હોમવા કહ્યું છે.વાસ્તવમાં તાજેતરમાં સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે એવી ટિપ્પણી કરી હતી કે કંગના મને એટલા માટે નિશાન બનાવે છે કે હું કદાચ થોડોઘણો હૃતિક રોશન જેવો દેખાઉં છું. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર હૃતિકની માફી માગો..એવો ટ્રેન્ડ શરુ થયો હતો. આ ટ્રેન્ડ વિશે ઓથર ફ્રેડી બર્ડીની પોસ્ટ પર હૃતિકે એવી કોમેન્ટ કરીને જવાબ આપ્યો હતો કે તમને બી પસંદ ન હોય એટલે એનો સાથ આપવો એ આપણા સમાજને લાંબા સમયથી કનડી…
Mumbai,તા.03 જેક્લિન ફર્નાન્ડિઝનાં ‘જુગ્ની’ ગીતમાં તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં હોવાની ક્લિપ ફરતી થઈ છે. ગાયક સોનુ ઠુકરાલે આ ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનો દાવો કરી આ મુદ્દે પોલીસને ફરિયાદ આપી છે.સોનુએ જણાવ્યું કે આ છેડછાડ કરાયેલા વીડિયોને ઓનલાઈન વાયરલ કરાયો છે.સોનુ ઠુકરાલે સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનથી એક તસવીર શેર કરી જેમાં તેઓ ફરિયાદની કોપી પકડી રહેલા દેખાય છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બદલવામાં આવ્યો હતો. ૧૫ જુલાઈએ રજૂ થયેલું ગીત ‘જુગ્ની’ સોનુ ઠુકરાલ અને બી પ્રાક બંનેએ કોલબરેટ કરીને બનાવ્યું છે. વ્યાવસાયિક મોરચે જેકલીન છેલ્લે અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘વેલકમ ટૂ…
રામલીલા મહાસંઘે આપી ચેતવણી Mumbai,તા.03 રણબીર કપૂરના અભિનયવાળી રામાયણ હવે સોશિયલ મીડિયાની સાથે-સાથે દેશભરમાં ચર્ચાનો એક મોટો વિષય બની ચૂકી છે. નવી દિલ્હીની શ્રી રામલીલા મહાસંઘે તેના રિલીઝ થતા પહેલા જ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. મહાસંઘે દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મને લઈને કેટલીક માંગણીઓ મૂકી છે, જેની સાથે-સાથે તેમણે મેકર્સને ચેતવણી પણ આપી છે. રામાયણ ફિલ્મને લઈને શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખની માંગ છે કે ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરતા પહેલા તેને તેમના પ્રતિનિધિ મંડળને બતાવવામાં આવે. તેમણે આ માટે ફિલ્મના મેકર્સ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાને એક લેટર પણ લખ્યો છે, જેમાં તેમની માંગનો ઉલ્લેખ કર્યો છે. તેઓ…
Mumbai,તા.03 નીટ પરીક્ષાના પેપરલીકના મામલે શિક્ષણ પ્રધાન ધર્મન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધાં બાદ ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાના નીટ પરીક્ષાના અનુભવો સોહા અલી ખાન સમક્ષ તેના પોડકાસ્ટ દરમ્યાન વ્યક્ત કર્યા હતા.માનુષીએ જણાવ્યું હતું કે સૌન્દર્ય સ્પર્ધામાં પ્રવેશી તે અગાઉ હું મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતી હતી. મને જ્યારે આ પરીક્ષા ફરી આપવા જણાવવામાં આવ્યું ત્યારે તેના બે પાસાં હતા. એક મારો અંગત અનુભવ અને બીજું પાસું એ સમજવું કે દેશમાં મોટાભાગના સ્ટુડન્ટ્સની વાસ્તવિકતા સમજવી. મારા માતાપિતા વર્ષો અગાઉ આ જ અવસ્થામાંથી પસાર થઇ ચૂક્યા હોઇ હું આ પ્રક્રિયા માટે માનસિક રીતે તૈયાર હતી. પણ તેને માટે મારે મને ગમતી…
Mumbai,તા.03 સામાન્ય રીતે ૧૨૦ કરોડ રૂપિયાની ફી વસૂલતા સલમાનખાને વામ્સી પાઇડીપલ્લિની ફિલ્મ એસવીસી૬૩ માટે માત્ર ૭૦ કરોડ રૂપિયા જ ચાર્જ કરવાનું નક્કી કર્યું હોઇ ફિલ્મ ઉદ્યોગમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મ ઇદ ૨૦૨૭ના અરસામાં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મના એક નિર્માતા રફી કાઝી સલમાનખાનના દોસ્ત હોઇ સલમાને આ ફી ઘટાડી હોવાનું મનાય છે. આ પ્રોજેક્ટ માટે રફી કાઝી મધ્યસ્થી હતા. રફી કાઝી સાથેની દોસ્તીને કારણે સલમાને તેની સામાન્ય ફીમાં મોટો કાપ મુક્યો હોવાનું મનાય છે. સલમાન ખાને અગાઉ અજય દેવગણની સન ઓફ સરદારમાં અને રિતેશ દેશમુખની રાજા શિવાજી ફિલ્મોમાં એક પણ પૈસો લીધાં વિના મહેમાન ભૂમિકાઓ ભજવેલી…
Ahmedabad, તા. 3 ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી બનવા જઈ રહી છે. રાજ્ય સરકારે `ગુજરાત જમીન મહેસૂલ કાયદા’ની કલમ 135-ડી (Section 135D) હેઠળ જમીનની મ્યુટેશન (હક્ક પત્રક) એન્ટ્રીઓ મંજૂર કરવા માટે એક નવી વ્યવસ્થા રજૂ કરી છે. મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોઈ પણ વિવાદ વગરનાં યોગ્ય કિસ્સાઓમાં ફરજિયાત 30 દિવસનાં પ્રતીક્ષા સમયગાળાને દૂર કરીને તે જ દિવસે (Same-day) મંજૂરી આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. આ નવી સુધારેલી સિસ્ટમ હેઠળ, ખરીદદારોએ સ્વ-ઘોષણાપત્ર (સેલ્ફ-ડિકલેરેશન) રજૂ કરવું પડશે, જેમાં તેઓ કાયદેસર રીતે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે પાત્ર છે તે બાબતની પુષ્ટિ કરવાની રહેશે. આ…
New Delhi, તા. 3 સરકાર દેશમાં વેચાતાં તમામ નવા વાહનો માટે કડક સાયબર સુરક્ષા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી છ મહિનામાં એવું માળખું તૈયાર કરવામાં આવશે, જેથી નવા વાહનોને હેકિંગ અને સાયબર હુમલાઓથી સુરક્ષિત બનાવી શકાય. આ પગલું તાજેતરમાં સામે આવેલા એવા કિસ્સાઓ બાદ ઉઠાવવામાં આવી રહ્યું છે, જેમાં મોબાઇલ એપ દ્વારા ઈ-રિક્ષાની બેટરી સાથે મંજૂરી વગર છેડછાડ કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તાજેતરમાં બે નવા ધોરણો AIS-189 અને AIS-190 નો મુસદ્દો બહાર પાડ્યો છે. જેમાં કનેક્ટેડ વાહનો માટે સાયબર સુરક્ષા અને સોફ્ટવેર અપડેટ મેનેજમેન્ટ સિસ્ટમના નિયમો પ્રસ્તાવિત…
