Author: Vikram Raval

New Delhi,તા.03 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની દ્વીમાસીક ધિરાણ દર નિશ્ચિત કરતી બેઠકના પ્રારંભથી જ હવે વ્યાજદરમાં કોઈ ફેરફાર કે દર ઘટશે કે કેમ તે પ્રશ્ન પુછાવા લાગ્યા છે. જેનો જવાબ આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રા રવિવારે આપશે પણ આરબીઆઈએ હાલ સ્ટેટસ કવો નિતિ અપનાવી છે. બેન્કીંગથી નાણાકીય ક્ષેત્રના નિષ્ણાંતો અને સ્ટોક માર્કેટને પણ તેવું લાગે છે કે હજું આગામી બે માસ રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર કરશે નહી પણ પુરી નૈઋત્યના ચોમાસાની મૌસમ પુરી થાય તેની રાહ જોશે. છેલ્લી બે બેઠક પર તો ઈરાન- અમેરિકા યુદ્ધનો હાઉ તથા અલનીનોની અસરની આગાહી હતી તેના કારણે ફુગાવો ઉંચો રહેવાની ધારણાએ રિઝર્વ બેન્ક વ્યાજદર…

Read More

New Delhi,તા.03 સેબીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ અનલિસ્ટેડ કંપનીનાં વર્તમાન શેરહોસલ્ડર દ્વારા પરસ્પર સંમતિથી શેર વેચવાને પબ્લિક ઈશ્યૂ ગણવામાં આવશે નહીં. જોકે એક નાણાકીય વર્ષમાં આવા શેર ખરીદનારાઓની સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ. સેબીએ IDBI  બેંક તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે આવા સોદામાં કંપની પોતે રોકાણકારોને નવા શેર ખરીદવાનું નિમંત્રણ આપતી નથી. તેથી આના પર પબ્લિક ઈશ્યૂ સાથે જોડાયેલા કડક નિયમો લાગું થશે નહીં. રોકાણકારોની ફરિયાદોનું ઝડપથી થશે સમાધાન  સેબીએ રોકાણકારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઓનલાઈન વિવાદ સમાધાન (ODR) સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવ હેઠળ વિવાદ ઉકેલવાની જવાબદારી પ્રાઈવેટ સંસ્થાઓનાં બદલે સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી…

Read More

Mumbai, તા. 3 ભારતીય શેરબજારમાં આજથી ટ્રેડિંગ બંધ થવાનાં સમય અને સ્ટોકના આખરી બંધ ભાવ (ક્લોઝિંગ પ્રાઈસ) નક્કી કરવાની પદ્ધતિમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર લાગું થઈ ગયો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા પરિપત્ર મુજબ હવે બજાર દિવસનાં અંતે ત્રણ અલગ-અલગ સમયરેખામાં વહેંચાઈ જશે. જે હેઠળ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)માં સામેલ શેરો માટે સતત ટ્રેડિંગ બપોરે 3ઃ15 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે અન્ય શેરો 3ઃ30 વાગ્યા સુધી અને ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ સાંજે 3ઃ40 વાગ્યા સુધી ટ્રેડ થઈ શકશે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ બજારમાં પ્રાઈસ ડિસ્કવરી સુધારવાનો અને છેલ્લી ઘડીએ થતી ભાવની હેરાફેરી અટકાવવાનો છે. બજાર બંધ થવાની ત્રણ નવી સમયરેખા અને…

Read More

Rajkot,તા.3 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ છુટોછવાયો 0.5 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે. દરમ્યાન આજે સવારથી રાજકોટ સહિત ઠેર-ઠેર ઉઘાડ નિકળ્યો હતો. દરમ્યાન આશ્ચર્યની બાબત એ છે કે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેરમાં સેન્ટ્રલઝોનમાં 32 મી.મી ઈસ્ટમાં -20 મી.મી. તો વેસ્ટઝોનમાં સૌથી વધુ 151 મી.મી.વરસાદ રાજકોટ ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધાયો હતો. એટલે કે રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં સવા,ઈસ્ટમાં-1 અને વેસ્ટમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર ,જોડીયા અને ધ્રોલ તાલુકાઓમાં…

Read More

Rajkot, તા.3 રાજકોટના સર્વાંગી વિકાસની સરાહના કરવા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડરોને નફાની સાથે સામાજીક જવાબદારી સમજીને સામાન્ય લોકો માટે એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણ પર ભાર મુક્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ રાજ્યના વિકાસ તથા વિકસીત ભારત-2047ના સંકલ્પમાં ગુજરાતના યોગદાન વિશેની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે ‘વિકસિત ભારત  2047’ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપેલા ‘વિકાસની રાજનીતિ’ના મંત્રને અનુસરીને ગુજરાત આજે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત  2047’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત’નો સર્વગ્રાહી…

Read More

New Delhi, તા. 3 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં રમતોના કાપના કારણે મહિલા ખેલાડીઓની સંખ્યા ભલે ઘટી ગઈ, પરંતુ મેડલ જીતવામાં દીકરીઓએ કોઈ કસર છોડી નહીં. દીકરીઓએ તિરંગો ઊંચો રાખ્યો. તેમના શાનદાર પ્રદર્શનના જોરે ભારત 24 વર્ષથી સતત મેડલ ટેલીમાં ટોચનાં પાંચમાં રહેવામાં સફળ રહ્યું છે. દીકરીઓએ કુલ ગોલ્ડ મેડલના 61 ટકા જીતીને પોતાની તાકાત બતાવી. ત્યાં જ કુલ મેડલમાં દીકરીઓનું યોગદાન 41 ટકા રહ્યું. ભારતે રમતોનું સમાપન 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે કર્યું. બોક્સિંગમાં તો દીકરીઓએ રેકોર્ડ પાંચ ગોલ્ડ મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રિંગમાં ઉતરેલી સાત બોક્સરોમાંથી છ મેડલ સાથે પાછી ફરી. બોક્સરોએ સાત ગોલ્ડ અને ત્રણ…

Read More

New Delhi, તા. 3 ભારતનાં ટોચનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઇજામાંથી પૂરી રીતે સાજા ન થઈ શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ આકિબ નબીને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી શકે છે. બુમરાહના ઘૂંટણનો સૂજો શરૂઆતમાં જેટલો સામાન્ય લાગતો હતો તેના કરતાં વધુ ગંભીર જણાઈ રહ્યો છે. ઝડપી બોલર નબી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરના ત્રીજા ખેલાડી બનશે. આ પહેલા પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને સીમિત ઓવરોની ટીમમાં સ્થાન મળી ચૂક્યું છે. બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે, `બુમરાહ ફિટ નથી અને તેમની જગ્યાએ નબીના નામને મંજૂરી આપી દેવામાં આવી છે.’ આકિબે…

Read More

New Chandigarh, તા. 3 `શેર-એ-પંજાબ ટી-20 લીગ’ની રવિવારે ન્યૂ ચંદીગઢના પીસીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સત્તાવાર રીતે શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી પંજાબ ક્રિકેટમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રમાશે. આમાં કેટલાક મોટા નામો જોવા મળશે, જેમાં ભારતીય કપ્તાન શુભમન ગિલ, અર્શદીપ સિંહ, અભિષેક શર્મા, ગુરનૂર બરાડ, પ્રભસિમરન સિંહ અને રમનદીપ સિંહ સામેલ છે. આ લીગમાં ખિતાબ માટે છ ટીમો 27 રોમાંચક મેચોમાં મુકાબલો કરશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. ખેલાડીઓની હરાજી 9 ઓગસ્ટે થશે. અમૃતસર, ફાઝિલ્કા, જાલંધર, લુધિયાણા, મોહાલી અને બઠિંડાનું પ્રતિનિધિત્વ કરતી છ ટીમો પ્રથમ સીઝન પહેલાં પોતાની ટીમ તૈયાર…

Read More

Nagpur, તા. 3 વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA)ની ટીમમાં પસંદગી ન થવાથી કથિત રીતે નિરાશ 17 વર્ષીય ક્રિકેટર અદિતિ મોરેશર ચોકંડેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પોલીસને ઘટનાસ્થળેથી એક કથિત સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે તેનાં ભાઈનાં નામે સંદેશ લખ્યો છે, `મારી પસંદગી થઈ શકી નથી, પરંતુ તારી થઈ ગઈ છે. તું સારૂં રમજે, હું આજીવન તારી સાથે રહીશ.’ જોકે, પોલીસનું કહેવું છે કે આત્મહત્યાનાં ચોક્કસ કારણોની પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. પોલીસનાં જણાવ્યાં અનુસાર, આ ઘટના બુધવારે સવારે લક્ષ્મી નગર વિસ્તારમાં જૈન મંદિર પાસે આવેલાં એક એપાર્ટમેન્ટમાં બની હતી. માતા સવારે ઉઠી, તો તેણે અદિતિને રસોડામાં લટકતી હાલતમાં…

Read More

માહિકા શર્મા સાથે લીધાં વેંકટેશ્વરના આશીર્વાદ New Delhi, તા.3 ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનાં અચાનક બદલાયેલાં લુકથી ચાહકોને ચોંકાવી દીધાં છે. રવિવારે હાર્દિક તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિરે પૂજા-અર્ચના કરવા પહોંચ્યો હતો. અહીં ભગવાનનાં આશીર્વાદ લેવા પહોંચેલાં હાર્દિકનું માથું સંપૂર્ણ મુંડાયેલું જોવા મળ્યું હતું. મંદિર પરિસરમાં બંને પરંપરાગત સફેદ વસ્ત્રોમાં નજરે પડ્યાં હતાં અને સોશિયલ મીડિયા પર તેમનાં આ નવા અંદાજના વિડીયો તથા તસવીરો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. હાર્દિકનો આ તિરુપતિ પ્રવાસ તેનાં ક્રિકેટ કરિયરના અત્યંત મહત્વનાં પડાવ પર થયો છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કર્યા બાદથી જ તે ઈજાના કારણે ક્રિકેટનાં મેદાનથી…

Read More