- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Glasgow, તા.3 ગ્લાસગોમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર્સે રિંગની અંદર શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો હતો. ભારતે બોક્સિંગમાં અત્યારસુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી. જોકે, આ દરમિયાન રિંગની બહાર એવી ઘટના ઘટી કે ભારતીય એથ્લિટ્સ ભડક્યા હતા. આ ઘટના એક રેસ્ટોરામાં ઘટી હતી, જ્યારે રહેલા નેપકિન પર ભારતનો ખોટો નક્શો છપાયો હતો. આ વિવાદ ગ્લાસગોની લોકપ્રિય ભારતીય રેસ્ટોરાં મિસ્ટર સિંગ્સ ઈન્ડિયાનો છે. રમતમાં સફળતા બાદ ભારતીય ભારતીય ખેલાડીઓ અહીં ડિનર માટે પહોંચ્યા હતા. પરંતુ અહીં ટેબલ પર રાખેલા નેપકિન પર નજર પડી તો તમામ ખેલાડીઓ ભડક્યા હતા. આસામથી આવનાર સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનને…
Tehranતા.3 ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થાય છે. ઈરાનની સરકારી મીડિયાએ ટ્રમ્પના એક પણ દાવાની પુષ્ટિ કરી નથી. અર્ધ-સરકારી સમાચાર એજન્સી…
Moscow, તા. 3 શું આપણો સમાજ કે વિજ્ઞાન ક્યારેય એવી સ્થિતિમાં પહોંચી શકશે જ્યાં માણસ અમર બની જાય? જો દુનિયામાંથી તમામ અસાધ્ય અને ઘાતક બીમારીઓને નાબૂદ કરી દેવામાં આવે, તો પણ શું માનવ શરીર અનંતકાળ સુધી જીવંત રહી શકે? તાજેતરમાં થયેલાં એક વૈજ્ઞાનિક અભ્યાસ અને રશિયાની નવી રિસર્ચે આ સવાલનો અત્યંત રસપ્રદ જવાબ આપ્યો છે. વિજ્ઞાનીઓના મતે માનવ શરીર સંપૂર્ણપણે અમર તો નથી થઈ શકતું, પરંતુ જો દરેક રોગ અને વૃદ્ધાવસ્થાના ઉત્સર્જક પરિબળો દૂર કરવામાં આવે તો માણસનું મહત્તમ આયુષ્ય 146 થી 194 વર્ષ સુધી લંબાવી શકાય છે. ગણિતીય મોડેલ અને ઉગઅ નું ગણિત રશિયાનાં મોસ્કો સ્થિત સ્કોલ્કોવો ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
New Delhi તા.3 દુનિયાના સૌથી મોટા અમીર કારોબારી એલન મસ્કની સંપતિમાં હવે રેકોર્ડબ્રેક સ્તરે ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 16 જૂને તેની કુલ સંપતિ 1.33 ટ્રીલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે હવે ઘટીને લગભગ 684 અબજ ડોલર રહી ગઈ છે એટલે કે તેમની દોલત ઘટીને લગભગ અડધી થઈ ગઈ છે. બ્લુમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેકસના અનુસાર આ દરમિયાન મસ્કે 600 અબજ ડોલરથી વધુ સંપતિ ગુમાવી છે, જે દુનિયાના મોટાભાગના અબજોપતિઓની કુલ સંપતિથી પણ વધુ છે. એલન મસ્કની દોલતમાં આટલા મોટા ઘટાડાનું કારણ તેમની કંપનીના સ્પેસ એકસના શેરોમાં ઝડપી ઘટાડો છે. આ ઉપરાંત, ટેસ્લાના નબળા ત્રિમાસિક પરિણામોની પણ અસર પડી…
Egypt તા.3 ઈજિપ્તના (મિસ્ર) અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ આવ્યા બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રેડ ક્રેસન્ટે નાગરિકોને અપીલ કરી છે કે…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, વૈશ્વિક સ્તરે, લોકશાહીની ગુણવત્તા માત્ર ચૂંટણીઓ દ્વારા જ નહીં, પરંતુ રાજ્ય અસંમતિ, વિરોધ અને જાહેર ચળવળો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તેના દ્વારા પણ માપવામાં આવે છે. વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો સામે બળના ઉપયોગનો પ્રશ્ન હવે પોલીસ કાર્યવાહી અથવા કાયદો અને વ્યવસ્થા સુધી મર્યાદિત નથી. લોકશાહી વિરોધના અધિકાર, રાજ્યની સુરક્ષા જવાબદારી, બળના ઉપયોગની કાયદેસરતા, આદેશની જવાબદારી અને ન્યાયિક દેખરેખ વચ્ચે સંતુલનનો ગંભીર બંધારણીય પ્રશ્ન બની ગયો છે. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે 30 જુલાઈ, 2026 ના રોજ દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં વિદ્યાર્થીઓના વિરોધ અને વિરોધ દરમિયાન રેપિડ એક્શન ફોર્સ દ્વારા પેલેટ ગનનો…
તા.02-08-2026 રવિવાર તિથિ ચતુર્થી (ચોથ) – ૨૩ઃ૧૭ઃ૪૯ સુધી નક્ષત્ર પૂર્વભાદ્રપદ – ૨૧ઃ૩૮ઃ૦૪ સુધી કરણ ભાવ – ૧૧ઃ૧૭ઃ૨૧ સુધી, બાલવ – ૨૩ઃ૧૭ઃ૪૯ સુધી પક્ષ કૃષ્ણ યોગ અતિગંડ – ૨૨ઃ૨૯ઃ૩૩ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૦ઃ૨૨ સૂર્યાસ્ત ૧૯ઃ૨૦ઃ૫૩ ચંદ્ર રાશિ કુંભ – ૧૫ઃ૨૭ઃ૪૪ સુધી ચંદ્રોદય ૨૧ઃ૪૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૦૯ઃ૧૬ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૭ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૦ઃ૩૧ અશુભ સમય દુર મુહુર્ત ૧૭ઃ૩૫ઃ૨૯ થી ૧૮ઃ૨૮ઃ૧૧ ના કુલિક ૧૭ઃ૩૫ઃ૨૯ થી ૧૮ઃ૨૮ઃ૧૧ ના દુરી / મરણ ૧૦ઃ૩૩ઃ૫૨ થી ૧૧ઃ૨૬ઃ૩૪ ના રાહુ કાળ ૧૭ઃ૪૨ઃ૦૪…
તા.02-08-2026 રવિવાર મેષ આજે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે. વૃષભ આજે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે…
ભારે વરસાદને કારણે ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ તેમજ જીણજથી પાદરા જતા મુખ્ય માર્ગ પર પાણીનું ઓવરટોપિંગ થયું Anand,તા.૧ આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધતી આવકને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ જળસ્ત્રોતોમાં પાણીની સપાટી વધતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે અને સલામતીના ભાગરૂપે તંત્રે બે મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે. ભારે વરસાદને કારણે ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ તેમજ જીણજથી પાદરા જતો મુખ્ય માર્ગ પર પાણીનું ઓવરટોપિંગ થયું છે. રસ્તાઓ પર પાણીના જોરદાર પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આ…
Devbhoomi Dwarka ,તા.૧ હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ અને ઊંચા મોજાં સર્જાતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ વધ્યું છે. યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ઓખા બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. શનિવાર સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વાદળછાયું વાતાવરણ અને તેજ પવન વચ્ચે દરિયાની સ્થિતિ વધુ જોખમી બની છે. દરિયામાં ઊંચા મોજાં અને જોરદાર કરંટને કારણે ગોમતી ઘાટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સુરક્ષા…
