Author: Vikram Raval

Junagadh,તા.૩૧ એક અઠવાડિયામાં બીજી વખત જૂનાગઢ પોલીસે ઓડિશાથી પોસ્ટ મારફતે મોકલવામાં આવેલો વનસ્પતિ જન્ય ગાંજો પકડી પાડ્યો છે. ૨૨ જુલાઈએ ભવનાથ પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ૪ કિલો ૨૩૯ ગ્રામ ગાંજો આવ્યો હતો, જેને લેવા આવેલા જૂનાગઢના રઈસ પઠાણ અને સોહિલ શેખને પોલીસે પકડી પાડ્યા હતા. ત્યારે આજે દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ફરી ૫ કિલો ૩૬૦ ગ્રામ ગાંજાનું પાર્સલ આવતાં પોલીસે તેને પણ કબજે કર્યું છે. પાછલા એક અઠવાડિયામાં જૂનાગઢ પોલીસે ઓડિશા રાજ્યમાંથી વનસ્પતિ જન્ય ગાંજાના પાર્સલને પોસ્ટ મારફતે જૂનાગઢ સુધી પહોંચાડવાના હેરાફેરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. ૨૨ જુલાઈએ ભવનાથ પોલીસ મથકના ક્ષેત્રમાં આવેલી ભવનાથ પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ૪ કિલો ૨૩૯ ગ્રામ…

Read More

Glasgow,તા.૩૧ ભારતની ૨૭ વર્ષીય મહિલા ડિસ્કસ થ્રો એથ્લીટ, સીમા કાલીરામનાએ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ૫૮.૬૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સીમા કાલીરામણાની વાત કરીએ તો, તે ત્રણ વર્ષના બાળકની માતા છે અને શારીરિક શિક્ષણમાં પીએચડી પણ કરી રહી છે. બાળકના જન્મ પછી લાંબા વિરામ પછી ગયા વર્ષે રાષ્ટ્રીય રમતોમાં પરત ફરેલી સીમાએ તેના પુનરાગમન પછી કોઈ મોટી ઇવેન્ટમાં પોતાનો પહેલો મેડલ નોંધાવ્યો. આ મેડલ સાથે,સીડબ્લ્યુજી ૨૦૨૬ માં ભારતનો કુલ મેડલ ટેલી ૧૭ પર પહોંચી ગયો છે, જેનાથી તે મેડલ ટેલીમાં ૧૦મા ક્રમે આવી ગઈ છે. ભારતીય મહિલા ખેલાડી સીમા કાલીરામણાએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ખરાબ…

Read More

Navsari,તા.૩૧ Navsari જિલ્લાના ગણદેવા ગામમાં શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લાકડા કાપવાના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતો ટેમ્પો રસ્તામાં નીચેથી પસાર થતા જીવંત વીજતારના સંપર્કમાં આવતા ગંભીર દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પો જીવંત વીજતારને અડતા એકસાથે ૯ શ્રમિકોને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કરંટ ની અસર એટલી ગંભીર હતી કે ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાકીના ત્રણ શ્રમિકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક શ્રમિકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ…

Read More

Mumbai,તા.૩૧ સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા અજિંક્ય રહાણેની પ્રશંસા કરી, તેને પોતાનો પ્રિય ટેસ્ટ બેટિંગ પાર્ટનર ગણાવ્યો. દરમિયાન, દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકરે રહાણેની કારકિર્દીની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ક્યારેય નિર્ણાયક ક્ષણોનો પીછો કર્યો નથી. ભારત માટે પોતાની છેલ્લી મેચ રમ્યાના ત્રણ વર્ષ પછી, ૩૮ વર્ષીય રહાણેએ તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે ૨૦૧૧ થી ૨૦૨૩ દરમિયાન ભારત માટે ૮૫ ટેસ્ટ, ૯૦ વનડે અને ૨૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી. કોહલી અને રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બેટિંગ કરતી વખતે ૧૦ સદી અને ૧૯ અડધી સદીની ભાગીદારી કરી હતી. તેમની શ્રેષ્ઠ ભાગીદારી ઇન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે…

Read More

Mumbaiતા.૩૧ વીર દાસે તેમના ’ટુ ઈન્ડિયાઝ’ એકપાત્રી નાટકને લગતા વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે સમજાવ્યું કે આ વિવાદે માત્ર તેમની કારકિર્દી જ સ્થગિત કરી નથી, પરંતુ તેમને અને તેમની પત્ની શિવાની માથુરને લગભગ બે વર્ષ સુધી નિશ્ચિત આવક વિના છોડી દીધા છે. એમી એવોર્ડ વિજેતા હાસ્ય કલાકારે એમ પણ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે તેમના પર હજુ પણ રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. સૈફ અલી ખાન, અયાન અલી બંગશ, પ્રતીક સાધુ અને સુયશ કેશરી સાથે “ધ રોટોરિસ રૂમ” માં દેખાયા વીર, તેમના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી એકને યાદ કરે છે.…

Read More

Surat,તા.૩૧ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં શુક્રવારે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે.વીઆઇપી રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ સેવા બંધ, તમામ કાપડ માર્કેટ અને કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત રવાના કરવામાં આવી છે.્‌ સતત વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. શહેરન વીઆઇપી…

Read More

Varanasi,તા.૩૧ પ્રિયંકા ચોપરા હાલમાં હૈદરાબાદમાં એસએસ રાજામૌલીની ફિલ્મ ’વારાણસી’નું શૂટિંગ કરી રહી છે. તેની સાથે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી પણ છે. વ્યસ્ત શૂટિંગ શેડ્યૂલ વચ્ચે, પ્રિયંકા તેના પતિ નિક અને સહ-કલાકાર મહેશ બાબુ સાથે મૂવી નાઇટ માટે બહાર નીકળી. નિક જોનાસ અને મહેશ બાબુ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, પ્રિયંકા ચોપરા તેના સહ-કલાકાર મહેશ બાબુ અને પતિ નિક જોનાસ સાથે સિનેમાની બહાર પોઝ આપતી જોવા મળે છે. પ્રિયંકાએ હાથીદાંતનો સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. તેણે મોટા સનગ્લાસ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. નિકે સફેદ વેસ્ટ ઉપર ટેક્ષ્ચર્ડ શર્ટ…

Read More

લગ્ન નોંધણી માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે Ahmedabad, તા.૩૧ Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ભવન, હેલ્થ જન્મ-મરણ-લગ્ન વિભાગ દ્વારા નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત, પારદર્શક અને ડિજિટલ સેવાઓ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા બ્લોકચેન ટેકનોલોજી ના ઉપયોગથી એક નવી ‘લગ્ન એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે, જે આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર કાર્યરત થઈ જશે. જેથી હવે મેરેજ રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે, ટોકનની તારીખે રજિસ્ટ્રાર પાસે જવું પડશે.કોર્પોરેશનના અધિક આરોગ્ય અધિકારી અને અને રજિસ્ટ્રાર (જન્મ-મરણ-લગ્ન) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ એક ઓફિસ સરક્યુલર જારી કરીને તમામ ૪૮ ઇલેક્શન વોર્ડના સબ…

Read More

લોન લઈ મોર્ગેજ મુકેલી દુકાનો બારોબાર વેચી દેતાં મહેસાણામાં ગુનો નોંધાયો : પોલીસે વધુ તપાસ હાથધરી Ahmedabad, તા.૩૧ ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિ.માંથી અમદાવાદના સોલા ખાતે રહેતા એક વેપારી દંપતીએ કુલ રૂ.૯.૮૦ કરોડની ટર્મ લોન મેળવ્યા બાદ, મોર્ગેજ મૂકેલી મિલકતોમાંથી ચાર દુકાનો બેંકની જાણ બહાર બારોબાર વેચી દઈ વ્યાજ સહિત કુલ રૂ.૧૦.૮૮ કરોડથી વધુ રકમ ન ભરી છેતરપિંડી કરતાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં ગુજરાત હાઇકોર્ટ પાછળ આવેલા યુનિવર્સ આર્કેડમાં રહેતા રાજેશકુમાર નટવરલાલ પટેલ (માલિક- શ્રીજી કોર્પોરેશન) અને તેમનાં પત્ની હેતલબેન પટેલ (માલિક-ક્યોર હેલ્થ કેર)એ ઓક્ટોબર ૨૦૨૨માં મહેસાણા અર્બન બેંકની જીસ્ઈ કોર્પોરેટ શાખામાંથી…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૩૧ રાજકોટમાં રહેતા અને બાબરાના અમરાપરાના વતની એવા એક સ્કુલ સંચાલકે બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી પિતા પુત્ર સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય અને અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. અને પાંચ વર્ષ પહેલા આરોપીઓને મીત્રતાના નાતે સ્કુલ સંચાલકે પોતાની બાબરા માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાન ભાડેથી આપેલ હતી. અને તેમાં આરોપીઓ તેમાં પેઢી ચલાવતા હતા. અને આરોપીઓને જ્યારે જરૂર પડ્યે ત્યારે આ સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા. જેથી આ સ્કુલ સંચાલકને આ બંને આરોપી ઉપર પુરો વિશ્વાસ અને ભરોસો હોય, અને ત્યારે આરોપીઓ ઉપર દેણું થઇ ગયેલ…

Read More