- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ભાણવડ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાની દેખરેખમાં સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા અને એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ (ઉં. ૩૩), રહે. સાધના કોલોની, જામનગરને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ Jamnagar જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર પરણિત આરોપી ને ૨૦ વર્ષ ની જેલ સજા નો અદાલતે આદેશ કર્યો છે. ફરિયાદી ભોગ બનના ઉંમર વર્ષ ૧૭ અને ૧૧ માસ વાળી ને આ કામના આરોપી મહેન્દ્ર વિઠ્ઠલભાઈ સોનગરા ( ઉં. વ. ૩૦ ,રહેવાસી નાની રાફુદડ તાલુકો લાલપુર ) વાળા એ પોતે લગ્ન કરેલ હોવા છતાં ભોગ બનનાર ને મોબાઇલ નંબર આપી તેમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનારને મળવા બોલાવી ભોગ બનનારની…
નવી મોખાણા ગામે વહેલી સવારે મારણની લાલચે પાંજરામાં ફસાયો; ગ્રામજનો અને વન વિભાગે લીધો રાહતનો શ્વાસ (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે ગુરુવારે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો. ખાસ પ્રકારનું મારણ મૂકવામાં આવતા દીપડો શિકારની લાલચે પાંજરામાં પ્રવેશતા જ ફસાઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી માટે વનખાતામાં ખસેડ્યો હતો. છેલ્લા દોઢ મહિનાથી નવી મોખાણા ગામ, તેની સીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી. અનેક સ્થળોએ તેના પગલાં મળી આવ્યા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ Jamnagar જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક બુટલેગર સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા દીપકભાઈ જમનાદાસ જેઠવાણી (રહે. પંચવટી સોસાયટી, ખેતલા બાપા હોટલ પાછળ, રણજીતસાગર રોડ, જામનગર) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા (આઈએએસ) સમક્ષ મોકલવામાં આવી હતી.…
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૩૧ માણાવદર તાલુકાના બાંટવા રેલવે સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક કલેશથી કંટાળીને ૨૬ વર્ષીય યુવકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ બાંટવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. ઘટનાની મળતી વિગતો મુજબ, બાંટવા રેલવે સ્ટેશન પાછળ રહેતા સાગરભાઈ ભીમાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૨૬) અને તેમની પત્ની જોશનાબેન વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી અવારનવાર ઘરકંકાસ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો. આ ઝગડા બાદ ગુરુવારે સવારે પત્ની જોશનાબેન રીસાઈને પોતાના પિયર જતી રહી હતી. પત્નીના જવાથી મનથી ભાંગી પડેલા સાગરભાઈને લાગી…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૩૧ Morbi એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં તા. ૦૬-૦૪-૨૬ ના રોજ પ્રોહીબીશન ગુનામાં આરોપી દિવ્યેશ ઉર્ફે ડાયો મોહન બાંભવા રહે શનાળા બાયપાસ તુલસીપાર્ક મોરબી વાળો ચાર માસથી નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા અને જોડિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુના નોંધાઈ ચૂકયા છે
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, વૈશ્વિક સ્તરે,2026 માં,ભારત એકઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કૃત્રિમ બુદ્ધિ, ઓટોમેશન, રોબોટિક્સ, ડિજિટલ અર્થતંત્ર, સાયબર સુરક્ષા, ગ્રીન ટેકનોલોજી અને ડેટા-સંચાલિત શાસન શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ અને વહીવટના પરંપરાગત માળખાને ઝડપથી બદલી રહ્યા છે. આજે, દેશ અને દુનિયા મોટી સંખ્યામાં ઇજનેરો, વકીલો, ડોકટરો, મેનેજમેન્ટ નિષ્ણાતો, ટેકનિકલ વ્યાવસાયિકો અને વિવિધ શાખાઓમાં સ્નાતકો ઉત્પન્ન કરી રહ્યા છે. જોકે, હું, ગોંદિયા, મહારાષ્ટ્રના એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની માનું છું કે ડિગ્રી મેળવવા અને ખરેખર રોજગાર લાયક બનવા વચ્ચે ગંભીર અંતર છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં, ઘણા યુવાનો વ્યવહારિક કુશળતા, તકનીકી કુશળતા, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, સંદેશાવ્યવહાર કુશળતા, ટીમવર્ક, ડિજિટલ…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૩૧ જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબીના જેતપર ગામના રહેવાસી રવજીભાઈ ઉર્ફે રવિભાઈ કેશવજીભાઇ ધમણ (ઉ.વ.૫૨) વાળા પૂજાપાઠની ચીજવસ્તુઓની ફેરી કરતા હોય અને થોડા સમયથી કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગુમસુમ રહેતા હતા અને ગત તા. ૨૯ ના રોજ રાત્રીના સમયે જેતપર ગામે તળાવ પાસે શીતળા માતાજી મંદિર નજીક ઝાડની ડાળીએ દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૩૧ Morbiના વાવડી રોડ પર મીરાં પાર્ક સોસાયટી પાસેથી જુગાર રમતા ચારને પોલીસે ઝડપી લીધા હતા સાપર ગામની સીમમાં નોટ નંબરી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા હતા તો માળિયા પોલીસે નવા દેવગઢ ગામમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ મીરાં પાર્ક સોસાયટી સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા લાલજીભાઈ નારણભાઈ ડાંગર, રમેશભાઈ ગગુભાઈ ડાંગર, અરવિંદભાઈ ઉગાભાઇ ડાંગર અને લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૯૪૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને…
ઘરમાં સાચવેલું ચોખ્ખું પાણી જ ન બને ડેન્ગ્યુનું કારણ ’ડ્રાય ડે’ ઉજવી મચ્છરોની ઉત્પત્તિ અટકાવો ’હાડકાં ભાંગતો તાવ’ એટલે જ ડેન્ગ્યુ લક્ષણો જણાય તો સ્વ-દવા ટાળો અને ત્વરિત સરકારી સારવાર મેળવો વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ચોમાસાની વર્તમાન મોસમમાં રાજ્યભરમાં મચ્છરજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રજાજનોના સ્વાસ્થ્ય રક્ષણ માટે વ્યાપક સ્તરે આગોતરા જાગૃતિ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસને સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો. રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ‘‘સાવચેતી, સ્વચ્છતા…
