- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો પીછો કરી પાંચને ઝડપી પાડ્યા (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૩૧ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન કરતા ખનિજ માફિયાઓ સામે લીલીયા મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે ગઈ મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પુતળિયા ગામ નજીક દરોડા દરમિયાન પાંચ જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવતા ખનિજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે ખનિજ ચોરી અટકાવવા મામલતદાર અને પોલીસની ટીમે મોડી રાત્રે પુતળિયા ગામ નજીક સંયુક્ત દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો પીછો કરીને પાંચ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી…
Mumbai,તા.૩૧ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને આસામને નાણાકીય સહાય પૂરી પાડી છે. અભિનેતાએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરમાં તેમના આ પગલાની પ્રશંસા કરી છે. આસામના મુખ્યમંત્રી કાર્યાલયે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા. તેમણે કાર્તિકને સમયસર સહાય કરવા બદલ આભાર માન્યો. મુખ્યમંત્રી કાર્યાલયે લખ્યું, “મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૧ કરોડ રૂપિયાના ઉદાર યોગદાન બદલ અભિનેતા કાર્તિક આર્યનનો આભાર. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેમના પ્રશંસનીય હાવભાવ અને રાજ્યના રાહત પ્રયાસોને સમયસર સમર્થન આપવા બદલ તેમની પ્રશંસા કરી.” મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ સંદેશ ફરીથી પોસ્ટ કર્યો અને અભિનેતાનો વ્યક્તિગત રીતે…
અધિકારીઓની તાકીદની બેઠક યોજી આવશ્યક પગલાંઓ અંગેની તૈયારીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા Rajkot તા.૩૧ હવામાન વિભાગ દ્વારા આગામી તા.૦૪-૦૮-૨૦૨૬ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા તેમજ નાગરિકોને આવશ્યક સેવાઓ સમયસર અને સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવા અગમચેતીના પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની આગામી તા.૦૪-૦૮-૨૦૨૬ (મંગળવાર) સુધીની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો મ્યુનિ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ નિર્ણય કર્યો છે. દરમ્યાન ભારે વરસાદની આગાહીને પગલે મ્યુનિ. કમિશનરશ્રીએ આજે તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ અધિકારીશ્રીઓની તાકીદની એક બેઠક યોજી વરસાદ પૂર્વે, વરસાદ દરમ્યાન અને વરસાદ પછીની પરિસ્થિતિમાં હાથ ધરવાના થતાં પગલાંઓ અંગે…
Mumbai,તા.૩૧ રિયાલિટી શો ’લોકઅપ ૨’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આકાંક્ષા ચમોલા અને શ્રેયા કાલરા શો જીતવાની રેસમાં છે. તાજેતરમાં, આકાંક્ષાને ખબર પડી કે શ્રેયાએ તેના અને ગૌરવ ખન્નાના સંબંધો વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી, તેને ડાકણ કહી હતી. આનાથી તેણીને દુઃખ થયું. આકાંક્ષાએ શ્રેયા કાલરા પર પ્રહાર કર્યો. ’લોકઅપ ૨’ શોના વાયરલ વીડિયોમાં, આકાંક્ષાએ શ્રેયા કાલરાને પૂછ્યું, “તમે ગૌરવ ખન્ના (આકાંક્ષાના પતિ) ને કેટલું જાણો છો? શું તમે તેને બહાર જાણો છો? મેં તમને કહ્યું હતું કે આકાંક્ષા ગૌરવથી છૂટાછેડા લઈ રહી છે તે સારું છે.” ’તું મને ચૂડેલ કહી!’ આ વાત સાંભળીને આકાંક્ષા ચમોલા…
Rajkot તા.૩૧ઃ Rajkot મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ, શાલિગ્રામ હાઈટ્સ, જુનો મોરબી રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦૦ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ Jamnagarમાં વર્ષ ૨૦૨૩માં પ્રેમિકાની પાંચ વર્ષની માસૂમ દીકરીની નિર્દયતાપૂર્વક મારકૂટ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી વિરેન જાનકીદાસ રામાવતને આજીવન કેદની સજા તથા રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. કેસની સુનાવણી દરમિયાન તબીબો, પડોશીઓ, મૃતક બાળાની નાની સહિત કુલ ૨૪ સાક્ષીઓના નિવેદનો તેમજ કોલ ડિટેલ સહિત ૩૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કેસની વિગતો મુજબ સરવરીબેન રવિભાઈ પાનસુરીયાને વિરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ હતો. છૂટાછેડા બાદ સરવરીબેન પોતાની પ્રથમ લગ્નજીવનમાં જન્મેલી પાંચ વર્ષની પુત્રી સાથે રહેતી હતી. આરોપી વિરેન બાળકીના કારણે બંનેના સંબંધમાં અવરોધ…
Mumbai,તા.૩૧ લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી અને રાજા ચૌધરીના છૂટાછેડાને ઘણા વર્ષો થઈ ગયા છે. તેઓ હવે વાતચીત કરતા નથી. જોકે, આડકતરી રીતે, તેમની વચ્ચે મૌખિક યુદ્ધ ચાલુ રહે છે. તાજેતરમાં, શ્વેતાના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ એક ઇન્ટરવ્યુમાં તેમના પર ઘરેલુ હિંસાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે શ્વેતા પર બેવફાઈનો આરોપ પણ લગાવ્યો હતો અને તેમના સંબંધોમાં ભંગાણ માટે અભિનેત્રીની માતાને પણ દોષી ઠેરવી હતી. રાજા ચૌધરીએ તાજેતરમાં સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઇન્ટરવ્યુમાં ઘણી વિગતો શેર કરી હતી. તેમણે તેમના અંગત જીવનની પણ ચર્ચા કરી હતી. તેમણે શ્વેતા તિવારીએ તેમના લગ્ન દરમિયાન તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ Jamnagar સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુજરાત જુગાર ધારા કલમ ૧૨(અ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડો ધુવાવાના નાકા નજીક ભોયના ઢાળિયા પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં છાપીયા શેરી, નાગરચકલાના મનસુખભાઈ જેરામભાઈ નકુમ (ઉં. ૫૯)ને વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી આંકડાની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ. ૧૫૦ મળી આવ્યા હતા. બીજો દરોડો કિશાનચોક ખાતે કબીર આશ્રમ પાસે પાડવામાં આવ્યો હતો, જ્યાં હીરાસરવાસના અરવિંદભાઈ ધનજીભાઈ પરીયા (ઉં. ૪૦)ને વરલી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ Jamnagar શહેરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો અને તોફાન મચાવનારા બે પતિઓ સામે તેમની જ પત્નીઓએ ૧૧૨ જનરક્ષકને જાણ કરતાં પોલીસે બંનેને ઝડપી લઈને પ્રોહિબિશન કાયદા હેઠળ ગુના નોંધ્યા છે. પ્રથમ બનાવમાં શીતલ પાર્ક શેરી નં. ૨, મહાપ્રભુજીની બેઠક નજીક રહેતી અલ્પાબા અનિરૂદ્ધસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ અનિરૂદ્ધસિંહ કેસુભા સોલંકી દારૂના નશામાં ઘરે આવી ઝઘડો અને રાડારાડ કરવા લાગ્યા હતા. સમજાવ્યા છતાં શાંત ન પડતાં પત્નીએ ૧૧૨ જનરક્ષકને ફોન કરી પોલીસને જાણ કરી હતી. જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી આરોપીને શહેર ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તપાસ દરમિયાન આરોપી નશાની હાલતમાં…
ફાલ્ગુની વસાવડા માનસ કબંધની સાતમા દિવસની કથામાં પ્રવેશતાં કહ્યું કે, માનસનાં આધારે, કે પછી અન્ય ગ્રંથોનાં આધારે, સંતો પાસેથી સાંભળેલી વાતનાં આધારે, અને મૂળમાં તો ગુરુકૃપાને આધારે, આપણે કબંધનાં માધ્યમથી આપણાં જીવનનું દર્શન કરી રહ્યાં છીએ. પ્રસંગની પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે ગિરિરાજ જટાયુને પ્રભુએ ગોદમાં લીધાં, પિતા તુલ્ય આદર આપીને ભગવાન રામ ગીધરાજ જટાયુને બાપ કહી એનું લોહી લુછે છે, અંતમાં બંને ભાઈઓ ગીધરાજનાં અગ્નિસંસ્કાર કર્યા, અને એને નિર્વાણ આપ્યું. પરંતુ માનવ ભક્ષી અને અદમ જાતિના ગીતને પ્રભુએ યોગ્ય જેમ મુક્તિ માંગે છે એ ગતિ પ્રદાન કરી, ભગવાન રામ કોમલ ચિત્ત છે દિન દયાળ છે કારણ વિના કૃપા કરે છે, કૃપાનાં…
