- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ Ahmedabad,તા.31 ભારતની સૌથી મોટી શહેરી ગેસ વિતરણ કંપનીઓમાંની એક અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) વર્તમાન અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વ્યાપક માળખાકીય વિકાસ, વોલ્યુમમાં વૃદ્ધિ અને નવા યુગના ઉર્જા વ્યવસાય મારફત ભારતના ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશનને પ્રદર્શિત કરતા કંપની એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય અને નાણાકીય બાબતોની આજે જાહેરાત કરી છે. અદાણી ટોટાલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પંડિતાએ જણાવ્યું હતું કે કંપનીએ અહેવાલના ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૩% વૃદ્ધિ અને આવકમાં ૨૭% નો નોંધાવેલો વધારો કામકાજની મજબૂત…
અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA પ્રાપ્ત કર્યોઃ અદાણી સોલર મોડ્યુલ લાઇન ક્ષમતા ૫.૭ ગીગાવોટ સુધી વિસ્તારીઃ ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો નવો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો Ahmedabad,તા.31 અદાણી ઔદ્યોગિક જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે. આ પરિણામો કંપનીના સ્થાપિત અને ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોના વિવિધ પોર્ટફોલિયોની મજબૂતાઈ અને સ્થિરતા તેમજ વૃદ્ધિ દર્શાવે છે. તેના કારણે, અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. શિસ્તબદ્ધ રોકાણ મારફત ઇન્ફ્રા-પ્લેટફોર્મનો મજબૂત પાયો બાંધ્યા બાદ…
Ahmedabad,તા.31 ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમય દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૧૯% વધી રુ.૧૦,૮૨૧ કરોડ થઇ છે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૯,૧૨૬ કરોડ હતી. જ્યારે સમીક્ષાના ગાળામાં એબિડટા ૧૯% વધી રુ.૬૫૪૧ કરોડ પ્રાપ્ત થયો છે ગત વર્ષેરુ.૫,૪૯૫ કરોડ હતો. કર બાદનો નફો ૧૦% વધી રુ.૩,૬૫૦ કરોડ થયો હતો જે પાછલા વર્ષમાં રુ.૩,૩૧૧ કરોડ હતો. આ ગાળામાં ઓસ્ટ્રેલિયા અને કોલંબોમાં મજબૂત પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય બંદરોએ મજબૂત વૃદ્ધિ સાથે વાર્ષિક ધોરણે આવક ૮૦% વધીને રુ.૧,૭૪૭ કરોડ થઈ અને…
ત્રિમાસિક ધોરણે એબિડટા મેટ્રિક ટન દીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત થયો Ahmedabad,તા.31 વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનો હિસ્સો અને વિશ્વની નવમી સૌથી મોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પર કેન્દ્રિતકરેલા ધ્યાનના બળે નાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ કર્યો છે. ટ્રેડ સેલ્સમાં વધારો અને પ્રીમિયમ ઉત્પાદનોના હિસ્સામાં વૃદ્ધિએ કંપનીના માર્કેટ મિક્સને મજબૂત બનાવવાના પરિણામે નફાકારકતા અને કમાણીની ગુણવત્તા સુધારો થયો છે. તેમણે જણાવ્યુ હતું…
Ahmedabad,તા.31 પોતાના જ નામે જમા થયેલી ફિક્સ્ડ ડિપોઝિટના નાણાં મેળવવા માટે એક યુવકને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી. બેંક અને ઓમ્બુડ્સમેન કચેરી દ્વારા નાણાં ઉપાડવાની મંજૂરી ન અપાતાં અંતે મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે તમામ પાસાં ધ્યાને લઈ યુવકની તરફેણમાં ચુકાદો આપતાં બેંકને ડિપોઝિટની રકમ વ્યાજ સહિત ચુકવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. સમગ્ર કેસની વિગત અનુસાર, અરજદાર સગીર વયનો હતી ત્યારે તેના પિતા ના વાલીપણા હેઠળ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવામાં આવી હતી. આ દરમિયાન તેના માતા-પિતા વચ્ચે ફેમિલી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હોવાથી ફેમિલી કોર્ટે વર્ષ 2021માં આ ડિપોઝિટ પર યથાસ્થિતિ (સ્ટેટસ કો) જાળવી…
Rajkot, તા.31 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજયનાં 1પ જિલ્લા પૈકી ભાવનગરમાં પણ આજે રેડ એલર્ટ છે. ત્યારે ભાવનગરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. જયારે રાજકોટ- જુનાગઢ સહિત અનેક જગ્યાએ સવારથી કાળા દિબાંગ વાદળો છવાયા છે અને બફારા વચ્ચે ગમે ત્યારે મેઘરાજાની એન્ટ્રી સંભવ છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા વધુ અહેવાલો મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેર અને જિલ્લાભરમાં ભારે વરસાદી માહોલ ઊભો થયો છે. કાળા ડીબાંગ વાદરો વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે…
Surat,તા.31 સોશિયલ મીડિયાની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની આખરે પોલીસે ધરપકડ કરી છે. વહેલી સવારે હાથ ધરાયેલી ગુપ્ત કાર્યવાહીમાં સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી કીર્તિ પટેલને ઝડપી લેવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. તેની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલની પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ‘કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ નં. 203 વર્ષ 2016માં ખરીદ્યો હતો. 2019માં કીર્તિ રણછોડભાઈ પટેલને માસિક રૂ. 9,500ના ભાડે આપ્યો હતો. કીર્તિ પટેલે ભાડાકરાર માટે જરૂરી ઓળખકાર્ડ આપ્યા નહોતા અને ભાડું ચૂકવવાનું બંધ કરી દઈ ફ્લેટ પચાવી પાડ્યો હતો. મકાનમાલિકે રજૂઆત કરતા…
Rajkot,તા.31 ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ MISHTI) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (CAMPA) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધન સિંહે 30 જુલાઈ, 2026ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. પાછલા 5 વર્ષ દરમિયાન, ગુજરાતમાં વન વિસ્તારની કુલ 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન (GIM), નેશનલ કોમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ…
Washington,તા.31 ઈરાન યુદ્ધ અને યુક્રેન સંઘર્ષને કારણે અમેરિકાના સ્ટોકમાં ઘટાડો થયો છે, તે વચ્ચે પેન્ટાગોનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ સંરક્ષણ સોદો માનવામાં આવે છે. આ કરાર પેટ્રિઅટ એડવાન્સ્ડ કેપેબિલિટી-3 મિસાઇલ સેગમેન્ટ (PAC-3 MSE) એન્હાન્સ્ડ ઇન્ટરસેપ્ટર મિસાઇલોના ઉત્પાદન માટે સાત વર્ષના (નાણાકીય વર્ષ 2026-2032) માળખા સાથે અગાઉ આપવામાં આવેલા 4.7 બિલિયનના એક વર્ષના કરારને બદલે છે. યુએસ સૈન્ય પાસે હાલમાં 1,000 થી ઓછા પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર છે અને 250 થી ઓછા THAAD ઇન્ટરસેપ્ટર બાકી છે. તાજેતરના ઈરાન સંઘર્ષ અને યુક્રેનને સહાયમાં આનો વ્યાપક ઉપયોગ થયો છે. અમેરિકાના હવાઈ સંરક્ષણને તોડી નાખનારા ઈરાની મિસાઈલ હુમલાઓએ ભંડારની અછત અંગે ચિંતા વ્યક્ત કરી…
(મિલાપ રૂપારેલ) Amreli, તા.31 આગામી 15 ઓગષ્ટના રોજ યોજાનારી રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ (સ્વતંત્રતા દિવસ પૂર્વેની પ્રવૃત્તિઓ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત જાફરાબાદ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા આગામી તા. 8 ઓગષ્ટના રોજ સાંજે 4 કલાકે જાફરાબાદ બંદરની ટી-જેટી (T-Jetty) ખાતે એક ભવ્ય ’દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા જાફરાબાદના તમામ સ્થાનિક બોટ એસો. સાથે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રભક્તિના અને પરંપરાગત કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે જાફરાબાદના તમામ…
