Author: Vikram Raval

Amreliતા.31 રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી મહોત્સવના ભાગરૂપે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને જાગૃતિ લાવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાપ્તાહિક મહોત્સવ અંતર્ગત જિલ્લામાં પ્રત્યેક દિવસ માટે મહિલા ઉત્કર્ષને વેગ આપતા વિશેષ વિષયો (Themes) નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, 01 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, 03 ઓગસ્ટે બેટી બચાવો બેટી-બેટી પઢાવો દિવસ, 04 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અને 05 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસની વિશેષ ઉજવણી થશે.…

Read More

Amreli , તા.31 નગત તા. 18 થી 21 જુલાઈના રોજ હેન્ડબોલ એસોસિયેશન ગુજરાત દ્વારા આયોજીત જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજનનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુકાબલા વચ્ચે ગજેરા કેમ્પસ વિદ્યાસભાના ભાઈઓ હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને રજત પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સોલંકી વિજય, બારૈયા રાહુલ, બાભરોલીયા નૈતિક, વેગડ અરૂણ, બલદાણીયા રાહુલ, લકુમ હાર્દિક , શિયાળ વિજય, બલદાણીયા આદિત્ય, મેણીયા હાર્દિક, ધાપા સાવન, રાઠોડ ઈશાન,બારૈયા વિશાલ, ગોહિલ પાર્થ,…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.31 સમય બદલાય છે, સંજોગો બદલાય છે, સરનામા બદલાય છે… પરંતુ બાળપણમાં બંધાયેલા સ્નેહના સંબંધો ક્યારેય બદલાતા નથી. વર્ષો પહેલાં એકજ ગામમાં સાથે ઉછરેલી, સાથે રમેલી, સાથે ભણેલી અને લગ્ન બાદ જીવનની નવી સફરમાં અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં સ્થાયી થયેલી પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓ અનેક દાયકાઓ પછી, ફરી એકવાર એક જ મંચ ઉપર ભેગી થઈ હતી, ત્યારે લાગણીઓનો એવો પ્રવાહ સર્જાયો કે અનેક બહેનોની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા. “યાદોના આંગણે સખી સંગમ મહોત્સવ” – પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ મોટા વરાછા, સુરત ખાતે અત્યંત ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે યોજાયો હતો. સૌથી વિશેષ…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli , તા.31 અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ તથા જામનગર જિલ્લાની અલગ અલગ હોટલોમાં રોકાવવાના બહાને હોટલ અને તેની આજુબાજુમાંથી ચોરી કરતા અને છેતરપીંડી કરી  પૈસા પડાવતા ઇસમને પકડી પાડી, અમરેલી સીટી પોલિસ સ્ટેશન સહીતના સૌરાષ્ટ્રના જિલ્લાના ગુના ભેદ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલી આગળની વધુ તપાસ માટે અમરેલી સીટી પોલીસને સોંપી આપેલ છે. જે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.ની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અમરેલી બસ સ્ટેશન નજીકની હોટલમાંથી ચોરી કરનાર અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ હતી. આ ગુનાના આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો શરૂ કરવામાં આવેલ હતા. તે દરમિયાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli, તા.31 લીલીયા શહેર નજીક આવેલા અતિ પૌરાણિક અને સમગ્ર શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર ગણાતા દાદાવાડી હનુમાનજી મંદિરને ચોર ટોળકીયે ગતરાત્રિના સમયે નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. અજાણ્યા ચોરોએ મંદિરની દિવાલ ટપી મંદિરના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરી હનુમાનજીની પ્રતિમા  ઉપરનો ચાંદીનો મુગટ 750 ગ્રામ રૂપિયા 45 હજાર, 750 ગ્રામ ચાંદીનું છતર રૂપિયા 45 હજાર, 200 ગ્રામ ચાંદીના નાના સતર કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂા.1,20,000 નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા તેની જાણ થતા મંદિરનો સંચાલન કરતા જયંતીભાઈ બુહા રહે લીલીયા એ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઈ એમ ડી સાળુકે, સંજયભાઈ…

Read More

Amreli તા.28 ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને પાલીતાણા રૂરલ પોલીસે રૂ. 6,35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 26 જેટલા મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહીર બારિયાની સખ્ત સૂચના અનુસંધાને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એમ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના અના. એએસઆઈ આર.બી. કોતર, હેડ કોન્સ. વિજયભાઈ મેહુરભાઈ તથા પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ગોહિલને…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli તા.31 ઓસ્ટ્રેલિયાનાં સિડની સ્થિત ભારતીય નાગરિક સૌરભ જોલીએ અમરેલી જિલ્લા પોલીસ વડાને જુન (2026)માં ઇ-મેઇલ કરી તેમની સાથે થયેલી રૂ.11 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર, મૂળ નવી દિલ્હીના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સૌરભ જોલી નામના બિન-નિવાસી ભારતીયએ સોનું ખરીદવા માટે એપ્રિલ (2026) અમરેલીના એક વ્યક્તિને રૂપિયા 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પેમેન્ટ થઇ ગયુ હોવા છતાં તેમને સોનું મળ્યુ ના હતુ. જ્યારે તેમણે અમરેલી ફરિયાદ નોંધાવી ત્યારે જોલી ઓસ્ટ્રેલિયામાં હતા. નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીમાં રહેતા હતા. આ કેસમાં નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો. અમરેલી પોલીસે…

Read More

Washington, તા. 31 અમેરિકામાં ગેરકાયદેસર કે યોગ્ય દસ્તાવેજ વગર રહેતાં વિદેશી નાગરિકો સામે કડક કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તાજેતરમાં સામે આવેલાં આંકડા અનુસાર, યુએસ ઈમિગ્રેશન જજોએ જૂન 2026ના એક જ મહિનામાં 801 ભારતીય નાગરિકોને દેશ છોડવા એટલે કે `રિમૂવલ ઓર્ડર’ જારી કર્યા છે. આ માહિતી `ટ્રાન્ઝેક્શનલ રેકોર્ડ્સ એક્સેસ ક્લિયરિંગહાઉસ’ (TRAC) દ્વારા અમેરિકાનાં ન્યાય મંત્રાલયનાં અદાલતી રેકોર્ડ્સ પરથી એકત્રિત કરીને જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મે મહિનામાં 840 ભારતીયો સામે આ પ્રકારનાં આદેશો કરવામાં આવ્યા હતાં, જેની સરખામણીએ જૂનમાં આ આંકડો સહેજ ઓછો થયો છે. જોકે, સમગ્ર અમેરિકામાં ડિપોર્ટેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે. મે મહિનામાં તમામ…

Read More

Morocco,તા.31 છ વર્ષ પુર્વે યુરોપ અને આફ્રિકા સરહદ પર જે રીતે ઈસ્લામીક સ્ટેટના આતંકીઓના ભયથી હજારો લોકો ઈટલીથી જર્મની સહિતની સરહદોમાં ઘુસીને જબરી ઘુસણખોરીની સમસ્યા સર્જી હતી તે હવે યુરોપના શહેર સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં જોવા મળી છે. પાડોશી મોરકકોની સરહદથી હજારો લોકો સમુદ્ર તરીને તથા જમીન માર્ગે સ્પેનના સરહદી ગામ સ્પુટામાં ઘુસતા જ અજબના દ્રશ્યો સર્જાયા છે. નાના બાળકો, મહિલાઓ સાથે ઈસ્લામીક દેશના લોકો સ્પેન જીંદાબાદના નારા સાથે સરહદી વ્યવસ્થાને તોડીને આ ગામમાં ઘુસ્યા છે અને હજુ હજારો આવી રહ્યા છે. બહેતર યુરોપીયન જીંદગી માટે આ ઘુસણખોરી થઈ છે જેના કારણે સ્પેનમાં મીલીટ્રી એલર્ટ જાહેર કરાયુ છે. આ ઘુસણખોરોને…

Read More

New Delhi, તા. 31 સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) નોકરી કે સર્વિસ સંબંધિત બાબતોમાં કોઈ બંધનકર્તા કે ન્યાયિક આદેશ જાહેર કરી શકે નહીં. બંધારણનાં અનુચ્છેદ 338 હેઠળ આયોગની ભૂમિકા માત્ર ફરિયાદોની તપાસ કરવા, સલાહ આપવા અને ભલામણો કરવા પૂરતી જ સીમિત છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આયોગ પાસે અદાલતની જેમ કોઈ વિવાદનો આખરી નિકાલ કરવાનો કે આદેશો અમલમાં મુકાવવાનો અધિકાર નથી. તપાસ દરમિયાન આયોગને સિવિલ કોર્ટ જેવી કેટલીક સત્તાઓ મળેલી છે, જેમ કે સાક્ષીઓને સમન્સ પાઠવવા, પુરાવા એકઠાં કરવા કે દસ્તાવેજો મંગાવવા. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ શક્તિઓ…

Read More