Author: Vikram Raval

Virpur,તા.29 દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા; ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાના હસ્તે ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન… ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સમગ્ર યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. જલારામબાપાની જગ્યાએ વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા ભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ‘‘જલારામ ધૂન‘‘ ગાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

Read More

ફેકો ટેકનોલોજીથી મોતિયાની આધુનિક સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી Rajkot તા.૨૯ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલે નેત્ર ચિકિત્સા સેવાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા મોતિયાના ઓપરેશન માટે ફેકોઈમલ્સિફિકેશન  ટેકનોલોજીની શરૂઆત કરી છે. અગાઉ અહીં સ્મોલ ઈન્સિઝન કેટરેક્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ હતી. હવે આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને વધુ સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેત્ર ચિકિત્સા સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી શકશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધા અંતર્ગત નેત્ર રોગ વિભાગમાં ઓર્ટલી કેટેરેક્સ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી -૯ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને હાઈ-ડેફિનેશન…

Read More

હાલ વરસાદ હોવાથી શાંતિ રાખી બેઠા છીએ, અધિકારીઓ માટે ૧૪૪ કલમ લગાડી દીધી છે (રવિ મોટવાણી  દ્વારા) મોરબી તા.૨૯ જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આંદોલન સતત ચાલી રહ્યું છે જેમાં આજે આંદોલનકારી કાળુભાઈ અમૃતિયાએ સરકાર અને અધિકારીઓને ખુલ્લો પડકાર ફેંકતા ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરવાનો હુંકાર કર્યો હતો કાળુભાઈ અમૃતિયાએ સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે છાવણી બંધ થવાની નથી વરસાદને કારણે શાંતિ રાખી છે જેતપર ગામમાં ઉપવાસી છાવણીની ૧૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે બધાને એક સાથે ભેગા કરવા છે પછી સુ કરવું તેનો નિર્ણય કરશું. કાલાવડમાં ખેડૂતોને પૈસા નથી મળ્યા જેથી કમિટી નક્કી…

Read More

(રવિ મોટવાણી  દ્વારા) Morbi તા.૨૯ રાજકોટ કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં સજા ફરમાવવામાં આવ્યા છતાં આરોપી કોર્ટમાં હાજર થયો ના હતો જેથી કોર્ટે વોરંટ ઈશ્યુ કરતા ટંકારા પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે ટંકારા પોલીસ ટીમ કોર્ટ તરફથી આવતા સમન્સ, વોરંટની બજવણી કરવા અને પકડ વોરંટ વાળા ઇસમોને ઝડપી લેવા કાર્યરત હતી દરમીયાન એડી. ચીફ. જ્યુડી. મેજીસ્ટ્રેટ રાજકોટ (સ્પેશ્યલ નેગોસીએબલ કોર્ટ) નાઓએ ફોજદારી કેસ નંબર ૧૬૭૫૯/૨૦૧૯ ના કામે મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા રહે કલ્યાણપર તા. ટંકારા વાળાને ધી નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કામે સજા ફરમાવી હતી જે આરોપી કોર્ટમાં હાજર થયો…

Read More

જીજ્ઞેશ પટેલ Mamlatdar તા.૨૯ સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ શરૂ કરવાની માંગણી ફરી એકવાર જોરશોરથી ઉઠી છે. આ અંગે માણાવદર બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસો અને તકરારોમાંથી આશરે ૪૦ ટકા જેટલું લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવે છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેંચ શરૂ થાય, તો આ તમામ કેસો સ્થાનિક સ્તરે જ હલ થઈ શકે, જેનાથી મુખ્ય હાઈકોર્ટ પરનું કામનું ભારણ અને કેસોની પેન્ડન્સી નોંધપાત્ર રીતે ઘટી જશે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ…

Read More

Rajkot તા.૨૯ કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીમાં તારીખ ૨૯/૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુરૂ પૂજન, વક્તૃત્વ સ્પર્ધા અને ગુરુ મહાત્મ્ય વિશે વ્યાખ્યાન એમ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભ માં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના તમામ પ્રાધ્યાપકોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનવ જીવનમાં ગુરુની ભૂમિકા અને મહત્વ આ વિષય પર આયોજિત વકૃત્વ સ્પર્ધામાં કોલેજના આર્ટસ અને કોમર્સના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના પ્રોફેસર ડો. જે.વી કરંગીયા અને ડો. રાજીબેન વાઘ દ્વારા વિદ્યાર્થીઓને માનવજીવનમાં ગુરુના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં…

Read More

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ  ભાવ – શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો (હરેશ જોશી) Kundheli તા.૨૯ મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમાના અવસરે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભાવિક ભક્તો સાથેના માનવ મેરામણથી છલકાયો હતો. ધર્મમય અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં હજારો ભાવિક ભક્તો જનો બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના અવસરે સદગુરુ પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં મસ્તક નમાવીને ધન્ય થયા હતા. ચૌદશની રાત્રી (મંગળવાર) થી બગદાણા તરફની ચારે દિશાએથી લોકો બગદાણા પહોંચ્યા હતા. રાત્રિના ઠળીયા ઠાડચ બાજુના માર્ગ પર વાહનોનો ટ્રાફિકજામ થયો હતો.અહીંના પવિત્ર ગુરુઆશ્રમ પરિસરમાં વહેલી સવારના પાંચ કલાકે આરતીથી ધાર્મિક કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં સવારે સાત વાગે બાપા સીતારામ….. બાપા સીતારામ…..…

Read More

(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯ જામનગરના જૂના બંદર જેટી નજીક પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા એક બોટચાલક સામે બેડી મરીન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મંગળવારે મધરાતે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ૧૨૩૦ વાગ્યે જૂના બંદર જેટી પાસે દરિયામાંથી એક બોટ પરત આવતી જોવા મળતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બોટ પર ‘‘અલ અજમેરી‘‘ નામ તથા નોંધણી નંબર નહિ હોવાનું જાણવા મળ્યું હતું. બોટના ટંડેલ તરીકે ઓળખ આપનાર હનીફ ઇબ્રાહીમ સંધાર (ઉ.વ. ૪૦), રહે. ભીમવાસનો ઢાળીયો, શેરી નં. ૩, જામનગર પાસેથી માછીમારી માટે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ જામનગરના લાખાબાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક સોલાર પેનલના કમ્પોનેન્ટ બનાવતી કંપનીમાં ચાર અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ. ૧.૯૦ લાખની રોકડ રકમની ચોરી કરતાં પોલીસમાં ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાના દૃશ્યો કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, ન્યૂ મેહુલનગરમાં રહેતા અને લાખાબાવળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. ૧૨ ખાતે આવેલી એમ્પલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર જય રાજેશભાઈ વડારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ તેમના ભાગીદારો સાથે સોલાર પેનલના કમ્પોનેન્ટનું ઉત્પાદન કરે છે. તા. ૨૬ જુલાઈની સાંજે કારખાનું બંધ કરીને કર્મચારીઓ ઘરે ગયા બાદ રાત્રે કારખાનામાં કોઈ ચોકીદાર હાજર ન હતો. બીજા દિવસે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા યથાવત્‌? છે. આ દરમિયાન રોજીયા ગામના એક વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થતાં જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુનો આંક હવે પાંચ પર પહોંચ્યો છે. જોકે, મૃત બાળકનો ચાંદીપુરા વાયરસ અંગેનો લેબોરેટરી રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. માહિતી મુજબ, રોજીયા ગામના એક વર્ષના બાળકને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરાયાના ગણતરીના કલાકોમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના લોહી સહિતના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ…

Read More