- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ કાલાવડ શહેરમાં ધોળેદહાડે બાઈકની ડેકી તોડી રૂપિયા ૧,૨૨ લાખ ની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. રણુજા રોડ વિસ્તારમાં રહેતા ખેડૂત ગોરધનભાઈ જેઠાભાઈ પ્રાગજીભાઈ ચિકાણી (પટેલ)એ કાલાવડ ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મંગળવારે સવારે ગુજરાત ગ્રામિણ બેંકમાંથી ખેતીના ધિરાણના રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ પોતાના અને પત્નીના બચત ખાતામાંથી રૂ. ૧૮,૦૦૦ ઉપાડી, અગાઉની રૂ. ૪,૦૦૦ રોકડ સાથે કુલ રૂ. ૧,૨૨,૦૦૦ કાપડની થેલીમાં મૂકી બાઈકની ડેકીમાં રાખીને શાકભાજી લેવા શાક માર્કેટ ગયા હતા. શાકભાજી ખરીદી પરત ફરતા બાઈકની ડેકી ખુલ્લી જોવા મળી હતી અને તેમાં રાખેલી રૂ. ૧.૨૨ લાખની રોકડ ભરેલી થેલી ગાયબ હતી. આસપાસ શોધખોળ…
એલસીબીએ રૂ. ૧,૦૬,૫૧૦નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા; એક ફરાર આરોપીની શોધખોળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ જામનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ કાલાવડ અને લાલપુર તાલુકામાં પવનચક્કીના ટાવરમાંથી અર્થીંગ માટેના કોપર કેબલ વાયરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૧,૦૬,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નેતૃત્વમાં પવનચક્કી ટાવર પર થઈ રહેલી કોપર કેબલ ચોરીઓનો ભેદ ઉકેલવા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ…
નવરાત્રીના મંડપ સર્વિસના રૂપિયા ૬ લાખના ભાડાના ચીટિંગ બાદ બદનામીની ધમકી આપી રૂ. ૨૫ હજાર પડાવ્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ જામનગર શહેરના એક નવરાત્રી સંચાલક અને યૂટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે વધુ એક ગુનો નોંધાતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ નવરાત્રીના આયોજનમાં નાણાંકીય ગોટાળા કરી ચીટિંગ કરવાનો તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાના બે અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોરબંદરની મંડપ સર્વિસના સંચાલક પાસેથી ભાડાની રકમ નહીં ચૂકવી, બાઉન્સ થયેલો ચેક આપવાનો અને બાદમાં ધાકધમકી આપી રૂપિયા ૨૫ હજાર પડાવ્યાનો વધુ એક ગુનો નોંધાતા આ સમગ્ર પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. ફરિયાદ મુજબ…
માતા પાસે જવા ઘર છોડ્યું, પરંતુ ઘર બંધ મળતાં બંને અલગ પડી ગયા; કાલાવડ પોલીસે શોધી વાલીઓને પરત સોંપ્યા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ૧૪ વર્ષ અને ૯ વર્ષના બે સગીર બાળકોને કાલાવડ પોલીસે સુરેન્દ્રનગરમાંથી સલામત શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપી દીધા છે. અપહરણની શંકાના આધારે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, બંને બાળકો ગત તા. ૨૭ જુલાઈએ ઘરેથી રમવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં કાલાવડ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવવામાં આવી…
ચાર વર્ષ દરમિયાન જામનગર શહેર, તાલુકા અને લાલપુરની ૧૪૩ શાળાના ૧.૯૧ કરોડ વિદ્યાર્થીઓને અપાયું ભોજન (નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯ જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ સાથે અક્ષયપાત્ર સંસ્થા સંચાલિત સરકારશ્રીની શ્રી પી.એમ.પોષણ મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના સુચારું સંચાલન માટે તૈયાર કરાયેલાં મેગા કિચનની આજે જામનગરના કલેક્ટરશ્રી પરિમલ પંડ્યાએ મુલાકાત લીધી હતી.નોંધનિય છે કે,રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે ચાર વર્ષથી સ્થાનિક સરકારી તંત્ર સાથે ચાલતી સયુંકત સેવાકીય પ્રવૃતિમાં જામનગર શહેર-તાલુકા અને લાલપુરની મળી ૧૪૩ શાળાના ૨૩ હજાર વિદ્યાર્થીઓને દૈનિક પોષણયુક્ત ભોજન પીરસવામાં આવે છે. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી પંડ્યાએ મેગા કિચનની કાર્યપદ્ધતિ, સ્વચ્છતા, ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સુવ્યવસ્થિત સંચાલનની વિગતવાર સમીક્ષા…
Rajkot તા.૨૯ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડાહાપાજામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગર રહેશે અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન; બાકીની તમામ સંચાલન વ્યવસ્થાઓ યથાવત રહેશે રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સંચાલકીય કારણોસર અગાઉ પસંદ કરેલી ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન માટે નિર્ધારિત વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગરને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે. ડબલિંગ કાર્ય દરમિયાન ટ્રેન સંચાલન અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા અન્ય તમામ નિર્દેશો યથાવત લાગુ…
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૨૯ આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે માણાવદર સ્થિત સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. લોકોના હૃદયમાં વિશેષ અને આદરણીય સ્થાન ધરાવતા પૂજ્ય સંત શ્રી રઘુવીરદાસજી બાપુની આ પવિત્ર જગ્યામાં સવારથી જ ગુરુભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો અને દર્શનાર્થે ભક્તોની ભીડ લાગી હતી. ગુરુપૂર્ણિમાના આ વિશેષ અવસરે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રઘુવીરદાસ બાપુની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી ગુરુ પૂજન તેમજ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.
Rajkot તા. ૨૯ ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગની થીમ મુજબ મહિનાના ચોથા મંગળવારે આંગણવાડીમાં પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી છે, તેમાં ‘‘પોષણ વાટિકા’’ની થીમને ધ્યાનમા રાખીને કિશોરીઓને વૃક્ષારોપણ કરાવી અને તેમાં થતા શાકભાજી ફળો અને કઠોળનું મહત્વ સમજાવવામાં આવેલ. પુર્ણા શક્તિના પેકેટમાથી બનતી વાનગી તેમજ તેમાંથી મળતા પ્રોટીન, વિટામીન્સ વિશે માહિતગાર કરેલ તેમજ સેનેટરી પેડનુ વિતરણ કરવામા આવેલ. આરોગ્ય વિભાગને સાથે રાખીને કેમ્પ મોડમા કિશોરીઓના હિમોગ્લોબીન ચેક કરાવવામાં આવ્યા. સાથોસાથ કિશોરીના વજન ઉંચાઈ કરવામા આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પદાધીકારીશ્રીઓ, સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસર શ્રી, સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાશ્રી, ઝોન કક્ષાના પુર્ણા કન્સલ્ટન્ટશ્રી, જિલ્લા કક્ષાના પુર્ણા કન્સલ્ટન્ટશ્રી…
Rajkot તા. ૨૯ મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક સેવા ભારતી ભવન, રાજકોટ મહાનગર ખાતે યોજાયેલ હતી, જેમાં પુષ્પા જાંગીડજી- મહિલા સમન્વય અખિલ ભારતીય સંયોજિકા, શ્રી નરેન્દ્રભાઈ દવે- સંપર્ક અધિકારી, કાંતાબેન કથીરિયા- પ્રાંત સંયોજક તથા પ્રતિજ્ઞાબેન ભટ્ટ- રાજકોટ ગ્રામ્ય વિભાગના સંયોજિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં પ્રતિજ્ઞાબેન ભટ્ટે સંગઠન મંત્રનું ઉચ્ચારણ કરેલ હતું. ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કાંતાબેન કથીરિયાએ કરેલ હતો. પ્રથમ સત્રમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ દવેએ મહિલા સમન્વય વિશે માર્ગદર્શન આપેલ હતું. બાદમાં કાર્યક્રમના મુખ્ય વક્તા પુષ્પા જાંગીડજીએ મહિલા સમન્વય સંકલ્પના તથા કાર્ય વિષય ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપેલ હતું.બીજા…
Rajkot તા. ૨૯ ગુરૂ સંગ્રહથી નહીં, પણ પરિગ્રહથી પૂજાય છે. સાધુઓએ પવિત્રપણે જીવન જીવવું અને સમાજને સદાચારને માર્ગૅ વાળી, પરિવારમાં સંપ અને રાષ્ટ્રીયતના પાઠ શીખવતા રહેવું એમ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ ઉપર યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું. વિશેષમાં ઉપસ્થિત ગૃહસ્થ ભક્તોને કહ્યું હતું કે પુત્ર પરિવાર માટે સમય આપો. પાસે બેસો. એમની વાતને સાંભળો. ઘરના દરેક સભ્યનું હૃદય વડિલોના સ્નેહ, સહાનુભૂતિ અને આદરને ઝંખતું હોય છે. એ ન મળવાથી તણાવ, ડિપ્રેશન ઉભું થતાં ન ધારેલા પરિણામો ભોગવવા પડી રહેલા દેખાય છે. પ્રાતઃકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૦ મા પ્રતિષ્ઠોત્સવ પર્વે પંચામૃત તથા પુષ્પ પાંખડીઓથી સંતોએ…
