Author: Vikram Raval

Gandhinagar,તા.૨૮ ચાલુ ચોમાસામાં રાજ્યભરમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિના કારણે ગુજરાતને ફરી એકવાર મોટો આર્થિક ફટકો પડ્યો છે. પ્રાથમિક સરકારી આંકડાઓ અને ચર્ચાઓ મુજબ રાજ્યમાં અંદાજે ૧૦ હજાર કરોડથી પણ વધુનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વરસાદી રાઉન્ડ પૂર્ણ થતાં જ હવે વિવિધ વિભાગો દ્વારા જાહેર સરકારી મિલકતો, રોડ-રસ્તા, પુલ અને વીજલાઈનોને થયેલી ક્ષતિનો આખરી તાગ મેળવવામાં આવી રહ્યો છે. નુકસાનીનો અંતિમ રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને વિગતવાર મેમોરેન્ડમ મોકલીને વિશેષ નાણાકીય સહાયની રજૂઆત કરશે. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન…

Read More

નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના લગભગ અંદાજે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે New Delhi, તા.૨૮ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનથી ભારત પરત લાવવાની પ્રક્રિયામાં થઈ રહેલા સતત વિલંબને કારણે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ભારે અસર પડી છે. યુકેના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક વિસ્ફોટક નિવેદનમાં દાવો કર્યો છે કે બ્રિટન દ્વારા નીરવ મોદીનું પ્રત્યાર્પણ ન કરાતા ભારત સરકાર ભારે આક્રોશમાં હતી અને બ્રિટન સાથે કામ કરવા મુદ્દે અત્યંત નિરાશા અનુભવી રહી હતી. એટલું જ નહીં, આ પ્રકરણના કારણે લંડનમાં ગેરકાયદેસર રીતે રહેતા અને આશ્રય અરજીઓ ફગાવી દેવાઈ હોય તેવા ભારતીયોને પરત…

Read More

Ahmedabad,તા.૨૮ અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરને ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના શરીરમાં ખાસ રીતે છુપાવી લાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. અધિકારીઓએ મહિલા મુસાફરની વિગતવાર તપાસ કરતા શરીરમાં છુપાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ બહાર કાઢી હતી. તપાસ બાદ અંદાજે રૂ. ૩૫ લાખથી વધુ કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ સોનુ ગેરકાયદેસર રીતે દેશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીઆરઆઇ અને કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો…

Read More

આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં અબજોપતિ ચાર ગણા વધ્યા: ૨૦૨૦-૨૧માં ૧૪૨ કરોડપતિઓ હતા New Delhi, તા.૨૮ આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૭૬ લોકોએ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે કુલ આવક બતાવી છે. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં ચાર ગણી વધી છે.કેન્દ્રીય નાણા મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન પંકજ ચૌધરીએ એક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી. પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો કે શું સરકારને ખબર છે કે દેશમાં અબજપતિઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઇ છે અને બાબતમાં ભારત વિશ્વનાં અગ્રણી દેશોમાં સામેલ છે.ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ અથવા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧માં અબજપતિ શબ્દની કોઇ કાયદાકીય પરિભાષા…

Read More

ડેટા બેન્કના સર્વર પરથી નહીં પરંતુ કર્મચારીના પ્રાઇવેટ ઇ-મેઇલ એકાઉન્ટ પરથી લીક થયાનો બેન્કનો દાવો New Delhi, તા.૨૮ બેન્ક ઓફ બરોડામાં વન ટીબી જેટલા ડેટા લીક્સની પ્રબળ સંભાવના છે. તેને દેશમાં કોઈપણ બેન્ક સાથે જોડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો માનવામાં આવે છે. એક હેકરનો દાવો છે કે તેણે બેન્કના સર્વરોમાંથી લગભગ વન ટીબી ડેટા લીક કર્યો છે અને તેને ઓનલાઇન અપલોડ કરી દીધો છે. હેકરે ડેટા લીક સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ ઓનલાઇન શેર પણ કર્યા છે.હેકરે લીક કરેલા ડેટાસેટમાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, ઓળખપત્ર, બચત તેમજ ચાલુ ખાતા રેકોર્ડ અને ઋણસંબંધી દસ્તાવેજો સામેલ છે. બેન્ક ઓફ બરોડાએ પણ…

Read More

એક જ માસમાં ૨૭,૮૪૦ લિટર ડીઝલ અને રૂ. ૨૭ લાખની નાણાકીય બચત Junagadh,તા. ૨૮ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ () ના જૂનાગઢ વિભાગે ઇંધણ બચત ક્ષેત્રે ભવ્ય સફળતા હાસિલ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંચાલન ક્ષમતા અને ઇંધણ બચતના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરતા જૂનાગઢ વિભાગે જૂન-૨૦૨૫ ના ૫.૨૬ (કિલોમીટર પ્રતિ લિટર) ની સરખામણીએ જૂન-૨૦૨૬ માં ૫.૩૮ મેળવેલ છે. આમ, પ્રતિ કિલોમીટર ૦.૧૨ નો સરાહનીય સુધારો નોંધાવીને જૂનાગઢ વિભાગે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સફળ આયોજનના પરિણામે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા માત્ર એક જ મહિનાના ગાળામાં ૨૭,૮૪૦ લિટર ડીઝલની વિપુલ બચત…

Read More

Erbilતા.૨૮ વહેલી સવારે ઉત્તરી ઇરાકના એર્બિલમાં અનેક વિસ્ફોટો થયા. યુએસ કોન્સ્યુલેટ નજીક પણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટો પાછળ ઈરાની ડ્રોનનો હાથ હતો, જે વિસ્તારમાં અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ચાર ઈરાની ડ્રોનએ એર્બિલના ઉત્તરપૂર્વમાં સ્થિત ઉત્તરી ઇરાકના ખલીફાન અને સોરાન વિસ્તારોમાં લક્ષ્યોને નિશાન બનાવ્યા. આ હુમલાને કારણે લક્ષિત વિસ્તારોમાં અને તેની આસપાસ ભારે આગ લાગી. પોલીસે અહેવાલ આપ્યો છે કે લક્ષિત સ્થળો નજીક બે ડ્રોન ક્રેશ થયા છે. ઈરાકી સ્થાનિક મીડિયાને ટાંકીને, અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે યુએસ કોન્સ્યુલેટ નજીકના વિસ્તાર સહિત, એર્બિલમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સંભળાયા છે. ઈરાની ડ્રોન હુમલાની…

Read More

હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ચોરી સહિતના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હિસ્ટ્રીસિટરને ભુજ જેલમાં ધકેલ્યો Rajkot તા.૨૮ શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી માથાભારે શખસ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ચોરી સહિતના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હિસ્ટ્રીસિટર પ્રિતેશ ઉર્ફે દીકુડો ગોટેચાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી ભુજ જેલમાં ધકેલ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારી સહિતના શરીર સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનેગારોનો ઈતિહાસ ચકાસતા જેમાં શહેરના વિસ્તારમાં આવેલ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ Jamnagar જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં આવેલી વિન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરએવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવી કોપર અર્થિંગ વાયરની ચોરીના બે અલગ-અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. બંને બનાવોમાં મળીને પાંચ પવનચક્કીમાંથી કુલ રૂપિયા ૭૧,૪૦૦ કિંમતનો કોપર અર્થિંગ વાયર કાપી ચોરી કરી જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કાલાવડ ગ્રામ્ય અને લાલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામની સીમમાં બન્યો હતો. ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફરિયાદ મુજબ, કંપનીની લોકેશન નં. ૫૨૩ અને ૫૨૪ પર આવેલી બે પવનચક્કીના…

Read More

Washington,તા.૨૮ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા શું વેચશે તે નક્કી કરવા માટે અન્ય કોઈ નેતાએ ન હોવું જોઈએ. સોમવારે એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “કોઈ મને કહેશે નહીં કે આપણે શું વેચવું જોઈએ. તુર્કી મારા માટે એક અદ્ભુત સાથી રહ્યા છે.” ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સોમવારે ટ્રમ્પ સાથે એક મહત્વપૂર્ણ બેઠક માટે વોશિંગ્ટન પહોંચ્યા છે, જ્યાં પ્રાદેશિક સુરક્ષા અને ઈરાન સંબંધિત મુદ્દાઓ એજન્ડામાં ટોચ પર…

Read More