- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે કાયદો બનશે New Delhi તા.૨૪ જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે પીએમ મોદીએ મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક મામલે કડક વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને આ કૌભાંડમાં સામેલ લોકો સામે વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને એ પણ માહિતી આપી હતી કે પેપર લીક સામે વધુ કડક પગલાં લેવા માટે કેબિનેટમાં પણ ચર્ચા કરવામાં આવશે.વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘પેપર લીકની ઘટનાઓથી લાખો…
ગોંડલ તરફથી બેફામ આવતી કારનો ચાલક કાળ બની ત્રાટક્યો Rajkot તા.૨૪ઃ Rajkotની ભાગોળે ગોંડલ હાઇવે પર શાપર(વેં) નજીક બેફામ ધસી આવેલી સ્વીફ્ટ કારે પાછળથી ટુ-વ્હીલરને ટક્કર મારતા મામા-ભાણેજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા મામા-ભાણેજને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ ભાણેજ ધવલનો જીવ બચ્યો ન હતો. મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની અને હાલ રાજકોટની ભાગોળે શાપર(વેં)માં વાસંગીદાદાના મંદિર પાછળ રાજધાની એપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષીય યુવાને આરોપી તરીકે જીજે-૧૩-સીઈ-૩૬૨૧ નંબરની સ્વીફ્ટ કારના ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, હુ તથા મારો ભાણો ધવભાઇ ગોંવિદભાઇ વાઘેલા એમ બંન્ને અમારુ હોન્ડા સાઇન મોટર સાયકલ જેના રજી. નં.જીજે-૧૧-ઈબી-૨૦૬૫ લઇને મારા ભાણા ધવલના ઘરેથી…
કાવ્યા એલોય ફેક્ટરીમાંથી કોપર ચોરી કરતા ઝડપાયેલા શ્રમિકને ખાટલા સાથે બાંધી કારખાનેદાર પુત્ર સહીતની ટોળકીએ બેરહેમીપૂર્વક માર મારી હત્યાને અંજામ આપ્યો’તો Rajkot તા.૨૪ઃ રાજકોટની ભાગોળે આવેલા મઘરવાડા ગામે કાવ્યા એલોય કારખાનામાંથી કોપર ચોરી કરતા ઝડપાયેલા યુવાનને કારખાનેદારના પુત્ર સહીતની ટોળકીએ ખાટલા સાથે બાંધી મશીનના પટ્ટા અને પ્લાસ્ટિકની નળી વડે બેરહેમીપૂર્વક મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનામાં કુવાડવા રોડ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કારખાનેદારના પુત્ર સહીત નવ શખ્સોની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાની વિગતો પર નજર કરવામાં આવે તો મઘરવાડા ગામ નજીક કાવ્યા એલોય કારખાનામાં છેલ્લા બે મહિનાથી રહેતો મૂળ યુપીનો વતની ચંદ્રવિર ચૌહાણ…
ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે થયેલા નામીચા અવેશ ઓડિયાએ રહીમને પિસ્ટલ અને તમંચો સાચવવા આપી’તી Rajkot તા.૨૪ઃ સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલા ગેરકાયદે હથિયાર રેકેટ પર રાજકોટ શહેર પોલીસ ધોસ બોલાવી રહી છે. અગાઉ પીસીબીએ ૩૮ હથિયારો અને ૩૨ કાર્ટિસ સાથે મિરજાપુરના સપ્લાયર સહીત ૨૦ આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ હથિયારો અને આઠ જીવતા કારતુસ સાથે બે કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડવાની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત સઘન તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને બે અલગ-અલગ સફળતા મળી છે, જેમાં ગેરકાયદેસર બે પિસ્તોલ, એક તમંચા અને જીવતા કારતૂસ સાથે બે રીઢા ગુનેગારોને ઝડપી…
બાવળની કાંટમાં વિજય વેગડાએ છુપાવેલો ૫૭૩ બોટલ દારૂ કબ્જે બુટલેગર ફરાર Jetpur તા.૨૪ઃ Jetpurમાં ઉદ્યોગનગર પોલીસની ટીમે દારૂના બે દરોડા પાડી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે કર્યો હતો. ધોરાજી રોડ પર આવેલ જનતાનગર-૩ માં આવેલ બાવળની કાંટમાંથી ૫૭૩ બોટલ દારૂ કબ્જે કર્યા બાદ પોલીસે નજીકમાં જ આવેલ એક બંધ મકાનના રસોડામાંથી મોંઘીદાટ શરાબની ૧૩ બોટલ કબ્જે કરી હતી. નવાગઢ ચોકડી પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, જનતાનગર-૩ માં રહેતા વિજય કાંતી વેગડાએ પોતાના ભાડાના મકાનની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં બાવળની કાંટમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાન માલિક હાજર મળ્યો નહોતો. જોકે,…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪ઃ શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગારધામ પર દરોડો કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૧૮ લાખ જપ્ત કરી છે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઉમા ટાઉનશીપ, વૈભવ હાઈટ્સ ફ્લેટ ટાવર સી નં ૨૦૪ માં રહેતા અમિત મનુભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી જેથી એલસીબી ટીમે રેડ કરી હતી જ્યાં ફ્લેટમાં જુગાર રમતા અમિતભાઈ મનુભાઈ ઠોરીયા, પરેશભાઈ દયાળજીભાઈ પારેખ, રમેશભાઈ સામજીભાઇ જીવાણી, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરિયા, જીતેશભાઈ નાથાભાઈ ઝાલા અને દિલીપભાઈ રતનભાઈ સંગાડા એમ છને ઝડપી લીધા હતા રોકડ રૂ…
યુવા મેયર, કમિશ્નર ક્યાં હતા? મોરબીવાસીઓને ખબર નથી, તાત્કાલિક કામગીરી કરાશેના બે દિવસ પૂર્વે દાવા પોકળ સાબિત (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪ઃ મોરબી શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો રાત્રીના વરસાદ બાદ આજે સવારથી વરસાદ વરસ્યો હતો અને બપોરે ૧૨ થી ૨ ના સમયગાળામાં અઢી ઇંચ વરસાદ ખાબકતા મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું મોરબી શહેરનો શનાળા રોડ, રવાપર રોડ, ગાંધી ચોક, સાવસર પ્લોટ, પરા બજાર સહિતના મુખ્ય માર્ગો પાણી પાણી થઇ ગયા હતા મોરબી જીલ્લામાં ગુરુવારે સવારથી શુક્રવારે સવાર સુધી ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી, મોરબી તાલુકામાં ૬૦…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે માથા અને ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી પરસોતમભાઈ શાંતીલાલ સોનગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન વર્ષાબેનના લગ્ન તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ મનિષભાઈ પત્નીને પસંદ ન હોવાનું કહી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી માનસિક…
વરસતા વરસાદ વચ્ચે ઘરની બહાર પાર્ક કરેલા વાહનની ચોરી કરવાની પેરવી કરતા ત્રણ તસ્કરો ઝડપાઈ જવાના ભયે હુમલો કરી ફરાર (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર શહેરના મોચીસાર વિસ્તારમાં મધરાતના સમયે વરસતા વરસાદનો લાભ લઈ ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ તસ્કરોએ મકાનમાલિક પર ઈંટોથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મોચીસાર વિસ્તારમાં એક મકાનની બહાર ટુ-વ્હીલર પાર્ક કરવામાં આવ્યું હતું. મધરાતના સમયે ત્રણ અજાણ્યા શખ્સો વાહનની ચોરી કરવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન અવાજ થતાં મકાનમાલિક જાગી ગયા હતા અને ઘરની બહાર આવી તસ્કરોને પડકાર્યા હતા. મકાનમાલિક જાગી જતાં…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ Jamnagar શહેરની જાણીતી બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા ચેક રિટર્ન કેસમાં જામનગરની અદાલતે કંપનીના પૂર્વ કર્મચારીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કેસની વિગતો મુજબ, બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ શોપ ફ્લોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા જાડેજા જયેન્દ્રસિંહ મનુભાએ અંગત જરૂરિયાત માટે કંપની પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ની લોન લીધી હતી. લોનની રકમ માસિક રૂ. ૫,૦૦૦ના હપ્તાથી પરત ચૂકવવાની શરત હતી. આરોપીએ રૂ. ૬૧,૮૩૨ની ચુકવણી કર્યા બાદ બાકીના હપ્તા નિયમિત ભર્યા નહોતા. બાકી લેણાં પેટે આરોપીએ કંપનીના નામે રૂ. ૮૮,૧૬૮નો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જામનગર…
