Author: Vikram Raval

ભાભરમાં છાતીસમા પાણી, કડીમાં ૭ ઈંચથી વધુ વરસાદ Gandhinagar, તા.૨૪ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પૂરજોશમાં શરુ થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાની તોફાની ઈનિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વહીવટી તંત્રે ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે ૩૮,૬૫૩ થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર…

Read More

બટલરના નામે હવે ૧૪,૫૭૨ રન નોંધાયા છે Lord’s, તા.૨૪ લંડનના ઐતિહાસિક લોર્ડ્‌સ મેદાન પર રમાયેલી ધ હન્ડ્રેડ ૨૦૨૬ ટૂર્નામેન્ટની એક રોમાંચક મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ઇંગ્લેન્ડ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્‌સમેન જોસ બટલરે ્‌૨૦ ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ તરફથી રમી રહેલા જોસ બટલરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને પૂર્વ ઓપનર ક્રિસ ગેલને પાછળ છોડીને વિશ્વમાં બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેન બનવાનું ગૌરવ મેળવ્યું છે. લંડન સ્પિરિટ સામેની મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સની ટીમે ૭ રનથી નજીવો વિજય મેળવ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય અને માત્ર…

Read More

સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓને દેશના દુશ્મન ગણે છે પરંતુ તેઓ આપણા બાળકો છે, ગુનેહગારો નહીં New Delhi, તા.૨૪ નીટ પરીક્ષા વિવાદ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ  લગાવ્યો કે સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એવો વ્યવહાર કર્યો કે જાણે તેઓ દેશનું ભવિષ્ય નહીં પરંતુ દુશ્મન હોય. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓની માંગણી ફક્ત જવાબદારી નક્કી કરવા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાની હતી પરંતુ તેની જગ્યાએ તેમના પર બળપ્રયોગ કરાયો. એક રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત પોતાના લેખમાં સોનિયા ગાંધીએ…

Read More

કેન્દ્ર સરકાર સાથેની લાંબી વાટાઘાટો અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂપ ન લે તે હેતુથી નિર્ણય લીધો: વાંગચુક New Delhi તા.૨૪ દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને દ્ગઈઈ્‌ પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્‌ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે મધ્ય રાત્રિ બાદ પોતાના ૨૬ દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે પોતાના અનશન સમેટ્યા હતા. હોસ્પિટલના રૂમમાંથી સામે આવેલા દ્રશ્યોમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વાંગચુકને પથારીમાં બેઠા થવામાં મદદ કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમને કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ ક્ષણે વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમો…

Read More

New Delhi, તા.૨૪ વિદ્યાર્થીઓના આંદોલનને શાંત કરવા અને તેમના અસંતોષને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય મંત્રીમંડળે પરીક્ષાના પેપર લીક કરનારાઓ સામે અત્યંત કડક સજાની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પીએમ મોદી દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા એક વીડિયો બાદ આવ્યો છે, જેમાં તેમણે પેપર લીક સામે સખત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. આ સિવાય, દિવસ દરમિયાન પીએમએ જાહેરાત કરી હતી કે પેપર લીકના કેસ ચલાવવા માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બિલમાં દોષિતો માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને રૂ.૧૦ કરોડ સુધીના દંડની…

Read More

ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ પર ક્લોઝિંગ ઓક્શન સેશન લાગુ થશે Ahmedabad, તા.૨૪ નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ લાગુ થવામાં લગભગ ૯ દિવસ બાકી છે. એક્સચેન્જો આ ફેરફાર માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે, તેઓએ ગયા સપ્તાહના અંતે મોક ટ્રેડિંગ (વર્ચ્યુઅલ મની સાથે વર્ચ્યુઅલ ટ્રેડિંગ) હાથ ાૃધર્યું હતું. આગામી અઠવાડિયામાં આવા વધુ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રોકર્સ પરીક્ષણ માટે ભાગ લેશે.ક્લોઝિંગ ભાવને વાૃધુ પારદર્શક બનાવવા માટે, નવી સિસ્ટમ ૩ ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ ઓક્શન સેશન ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ાૃધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ પર લાગુ થશે. આવા સ્ટોક્સની ક્લોઝિંગ કિંમત ક્લોઝિંગ ઓક્શન સેશનના આાૃધારે નક્કી કરવામાં…

Read More

Ahmedabad, તા.૨૪ Ahmedabad અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ સાંબેલાધાર વરસી રહેલા વરસાદે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તો સર્જી દીધી છે તેની સાથોસાથ આ વરસાદી પાણીના નિકાલ માટે મહાનગર મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી પાણી છોડાતા તેના હેઠવાસમાં આવેલા અને ફતેહવાડી કેનાલની આસપાસના વિસ્તારોમાં ભારે મોટી ઔદ્યોગિક આફત ઊભી થઇ છે. સાબરમતી નદી અને ફતેહવાડી કેનાલના પાણી આ વિસ્તારોમાં ફરી વળતાં સંખ્યાબંધ ફેક્ટરીઓ, ગોડાઉન, જોખમી પ્લાન્ટ્‌સમાં પાણી ઘુસી ગયા છે. આને કારણે મોટા નુકસાનની શક્યતાઓ જોવાઇ રહી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે, ઓછામાં ઓછું ૨૦૦ કરોડથી વધુનું નુકસાન થાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે…

Read More

Ahmedabad, તા.૨૪ શહેરની એક ખાનગી કંપનીને નિશાન બનાવી સાયબર માફિયાએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના નામ અને ફોટાનો ઉપયોગ કરીને બનાવેલા નકલી વોટ્‌સએપ એકાઉન્ટ મારફતે કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસર પાસેથી કુલ ૧.૪૭ કરોડ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કંપનીના અસલી ડિરેક્ટરને ઘટનાની જાણ થતાં સમગ્ર સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન ઓફિસના કોમ્પ્યુટરમાં અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઇલ ડાઉનલોડ થતાં સિસ્ટમ હેક કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, બોડકદેવ વિસ્તારમાં રહેતા  પ્રદીપભાઈ સોલંકી (૬૫)શહેરની એક ખાનગી કંપનીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.…

Read More

મહિલા અને બાળ વિકાસ વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી Ahmedabad, તા.૨૪ આનંદનગરમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી સરકાર દ્વારા બાળકો તેમજ ગર્ભવતી અને નાના બાળકો અને મહિલાઓને આપવામાં આવતી પોષણક્ષમ ખાદ્ય સામગ્રીની ચોરી કરવાનો પ્રયાસ બહાર આવ્યો છે. આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગરે અંદાજે ૨૪,૫૬૫ની કિંમતનો સરકારી પોષણ આહાર ટેમ્પોમાં ભરી વેચવા મોકલ્યો હતો. જોકે, કોઇ જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટી ગયો હતો અને ટેમ્પો ચાલકે તમામ માલ પરત ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા તથા ગોતા સ્થિત…

Read More

અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો Mehsana, તા.૨૪ Mehsana ગંજબજારમાં આવેલી અનાજની પેઢીમાં બોગસ પેઢીઓના નામે ખાતાં ખોલાવી રૂ.૯.૬૩ લાખનું અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો છે. માલગોડાઉન રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં એમ.કે. ટ્રેડર્સ નામે અનાજનો વેપાર કરતા મુકેશકુમાર કાંતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહેસાણાના ઋતુરાજ એપાર્ટમેન્ટ પાસે રશ્મી ફ્લેટમાં રહેતા અને રિક્ષા ધરાવતા જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (હાલ રહે. કરશનપુરા, તા.મહેસાણા) તેમની પેઢીએ અનાજ ખરીદવા આવતા હતા. જગદીશભાઈએ વેપારીનો વિશ્વાસ જીતી બહુચર ફ્લોર, ખોડિયાર ફ્લોર મીલ, બ્રહ્માણી ફ્લોર મીલ…

Read More